કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૭. પરપોટો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭. પરપોટો|રમેશ પારેખ}} <poem> પાણી વચ્ચે — પરપોટો એકલદોકલ — પરપ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૦૬-૧૦૭)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૧૦૬-૧૦૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૬. તમે ઘેર આવ્યાં ને, સોનલ... | |||
|next = ૮. રાણી સોનાંદેનું મરશિયું | |||
}} |
Latest revision as of 09:20, 21 September 2021
૭. પરપોટો
રમેશ પારેખ
પાણી વચ્ચે — પરપોટો
એકલદોકલ — પરપોટો
જંતરમંતર — પરપોટો
પરપોટામાં તળાવ ઝૂલે — પરપોટો
પરપોટામાં સવાર ખૂલે — પરપોટો
નાગુંપૂગું આભ ઊતરી નાહતું એમાં — પરપોટો
પરપોટામાં બેઠાં બેઠાં
મૂંગા મૂંગા કાળા પહાડો
(પડછાયાની પોથી ખોલી
ઊંઘભરેલી આંખો માંડી
ઝોલાં ખાતાં પઢે પુરાણો) — પરપોટો
તડકા સાથે તાળી લેતું
અંધારાના કૂકા વીણતું
પવનડાળ પર હીંચકા ખાતું
ઝરણે ઝરણે ડૂબકી જાતું
ઘેઘૂર લીલું વન—
આવીને પરપોટાની પીઠે વળગ્યું — પરપોટો
પાંખ બીડીને પંખી બેઠું — પરપોટો
ટૌકાઓનાં ફૂલો ગૂંથ્યાં — પરપોટો
પાંખ વીંઝતું ફડફડ ઊડ્યું — પરપોટો
ફડફડ ફડફડ — પરપોટો
એકલદોકલ — પરપોટો
જંતરમંતર — પરપોટો
૨૫-૭-’૬૬/સોમ
(છ અક્ષરનું નામ, પૃ. ૧૦૬-૧૦૭)