કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૮. ન થયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૨૭. રમેશમાં | |||
|next = ૨૯. મેળો | |||
}} |
Latest revision as of 09:36, 21 September 2021
૨૮. ન થયા
રમેશ પારેખ
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
૨૬-૮-’૭૭/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)