કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૪૩. મારા સપનામાં…: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૩. મારા સપનામાં… |રમેશ પારેખ}} <poem> મારા સપનામાં આવ્યા હરિ મ...")
 
No edit summary
 
Line 18: Line 18:
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)}}
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૨. બાપુ ધગી ગયા...
|next = ૪૪. — કે કાગળ હરિ લખે તો બને
}}

Latest revision as of 07:23, 22 September 2021


૪૩. મારા સપનામાં…

રમેશ પારેખ

મારા સપનામાં આવ્યા હરિ
મને બોલાવી, ઝુલાવી, વહાલી કરી.

સામે મરકત મરકત ઊભા
મારા મનની દુવારિકાના સૂબા
મારાં આંસુને લૂછ્યાં જરી…

આંધણ મેલ્યાં’તાં કરવા કંસાર
એમાં ઓરી દીધો મેં સંસાર
હરિ બોલ્યા : ‘અરે, બ્હાવરી…!’

૨૫-૮-’૮૨/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૪૧૭)