કોડિયાં/એડન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "'''<big>એડન</big>''' જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: નવેનવ દ્વીપે હતી અરબ-...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|એડન|}} | |||
<poem> | |||
જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: | જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી: |
Latest revision as of 10:43, 14 September 2021
એડન
જરા ચરણ ટેકવું, સ્મરણ-સંહિતા વાજતી:
નવેનવ દ્વીપે હતી અરબ-ઘોષણા ગાજતી:
કુરાન-કલમા પઢી, હય પરે ચઢી, કૂચતા
અસંખ્ય નરવીર, ધર્મવીર હાલકે ઝૂઝતા:
અને ચરણ આ પડ્યા વરદ, દિવ્ય, પૈગમ્બરી!
મશાલ ધરી આંખમાં, ઉચરતા ખુદાની તુરી;
ઝનૂની જનલોકના હૃદયપ્હાણમાં સંસ્કૃતિ
તણું ઝરણ પ્રેરતા! — અહીં રમે બધે આ કૃતિ!
અહીં પુરવ-સંહિદ્વાર! શતલોક રાખી જમા
મથે વિફર નાથવા પુરવ-કેશરી, કારમા
રચી છલન, દાવપેચ! પણ આવશે કો’ સમા
જદિ સકળ જાગશું! ગરજશુંય આ દ્વારમાં.
અમેય પરદેશીના ચેણદાસ આજે ખરા!
કરીશું કદી ઘેર તો ધરણીમાતા — વિશ્વંભરા!