કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૪. માતા, તારો બેટડો આવે!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 91: Line 91:
::: ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર — સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય ‘બિરૂદ છહુતેરી’માંથી ઉઠાવી છેઃ
::: ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર — સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય ‘બિરૂદ છહુતેરી’માંથી ઉઠાવી છેઃ


૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
:::::::૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.
::::::: જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.
૨. અકબર સમદ અથાહ, ડુબાડી સારી દણી,
:::::::૨. અકબર સમદ અથાહ, ડુબાડી સારી દણી,
મેવાંડો ત્તિણ માંહ, પોયણ રાણા પ્રતાપસી.
::::::: મેવાંડો ત્તિણ માંહ, પોયણ રાણા પ્રતાપસી.
{{Right|(સોના-નાવડી, પૃ. ૮૭-૮૮)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૮૭-૮૮)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૪૩. છેલ્લો કટોરો
|next = ૪૫. ઝાકળનું બિન્દુ
}}

Latest revision as of 09:00, 22 September 2021


૪૪. માતા, તારો બેટડો આવે!

ઝવેરચંદ મેઘાણી

[‘શિવાજીનું હાલરડું’નો ઢાળ]
માતા! તારો બેટડો આવે:

આશાહીન એકલો આવે.
જો જો! મારો બેટડો આવે:
સંદેશાઓ ખેપિયા લાવે.

જ્વાળામુખી એને કાળજે રે, એની આંખમાં અમૃતધાર –
એવો કોઈ માનવી આવે:
ભેળાં કાળ-નોતરાં લાવે. – માતાo

સૂતો રે હોય તો જાગજે, સાયર! ઘેર આવે પ્રાણાધાર,
હૈયે તારે બાંધ હિંડોળા:
મોભી મારો ખાય બે ઝોલા. – માતાo

ધૂળરોળાણા એ મુખ માથે, વીરા, છાંટજે શીતળ છોળ,
પ્રેમેથી પાહુલિયા ધોજે!
આછે આછે વાયરે લ્હોજે! – માતાo

તારા જેવાં એના આતમાનાં ગેબી હિમ, અગાધ ઊંડાણ;
ત્યાંયે આજે આગ લાગી છે:
ધુંવાધાર તોપ દાગી છે. – માતાo

સાત સિંધુ તમે સામટા રે – એની ઓલવાશે નહિ ઝાળ,
ઠાલાં નવ ઢોળશો પાણી!
ના ના એની વેદના નાની. – માતાo

કોટકોટાન હુતાશ જલે તારા હૈયાની માંહી, ઓ આભ!
એવી ક્રોડ આપદા ધીકે,
છાની એની છાતડી નીચે. – માતાo

માનતાં’તાં કૂડાં માનવી રે એને ફોસલાવી લેવો સે’લ!
પારધીનાં પિંજરાં ખાલી:
હંસો મારો નીકળ્યો હાલી. – માતાo

ઘોર અંઘારી એ રાતમાં રે બીજાં બાળ ઘોરાણાં તમામ;
આઠે પો’ર જાગતી આંખે
બેઠો તું તો દીવડે ઝાંખે. – માતાo

બૂડ્યા બૂડ્યા બીજા ઘેલડા રે માયામોહ કેરે પારાવાર,
બેટા! તું તો પોયણું નાનું:
ઊભું એક અણભીંજાણું. – માતાo

પોતાના પ્રાણપિપાસુઓનાં તેં તો ખોળલે ખેલાવ્યાં બાળ;
ચૂમી ચૂમી છાતીએ ચાંપ્યાં:
બંધુતાના બોલડા આપ્યા. — માતાo

રોમેરોમે તારે દાંત ભીંસી ઝેરી કરડ્યા કાળુડા નાગ;
ડંખે ડંખે દૂધની ધારા
રેલી તારા દેહથી, પ્યારા! — માતાo

ચીર પાંચાળીનાં ખેંચવામાં નો’તા પાંડવોએ દીધા હાથ;
આજે અધિકાઈ મેં દેખી:
બેટાઓએ માતને પીંખી! — માતાo

એકલો તું આડા હાથ દેતો ઊભો દોખિયાંને દરબાર;
તારી એ અતાગ સબૂરી
શોષી લીધી વેરીએ પૂરી. — માતાo

કૂડ પીધાં, હીણમાન પીધાં, પીધાં ઘોળી દગાવાળાં દૂધ;
કડકડતાં તેલ તેં પીધાં:
ગાળી ગાળી લોહ પણ પીધાં. — માતાo

ગોપવીને છાના ઘાવ કલેજાના રાખજે ખૂબ ખામોશ!
વાવાઝોડાં કાળનાં વાશે,
તે દી તારી વાટ જોવાશે. — માતાo

કંપશે સાત પાતાળ, આભે જાતા ઝીંકશે સાયર લોઢ;
ખંડેખંડ બોળશે લાવા:
ભૂકમ્પોના ગાજશે પાવા. — માતાo

‘ધાઓ ધાઓ, ધેનુપાળ!’ તેવા તે દી ઊઠશે હાહાકાર,
શાદૂળા ને સાંઢ માતેલા
ઢૂંગે ઢૂંગે ભાગશે ભેળા. — માતાo

ભાઈ વિદેશીડા! વીનવું રે — એને રોકશો મા ઝાઝી વાર;
બેઠી હું તો દીવડો બાળું:
ક્યારે એના ગાલ પંપાળું! — માતાo

તારી કમાઈ-ગુમાઈનો મારે માગવો નો’ય હિસાબ;
બેટા! તારી ખાકની ઝોળી
માતા કેરે મન અમોલી. — માતાo

૧૯૩૧

ગાંધીજી હતાશ હૈયે ગોળમેજીમાંથી વળતા હતા તે અરસામાં રચાયું. સ્વતંત્ર — સિવાય કે બે કડીઓની ઉપમાઓ રાણા પ્રતાપને સંબોધાયેલ ચારણી કાવ્ય ‘બિરૂદ છહુતેરી’માંથી ઉઠાવી છેઃ

૧. અકબર ઘોર અંધાર, ઉંઘાણા હિન્દુ અવર
જાગે જગદાધાર, પોહોરે રાણા પ્રતાપસી.
૨. અકબર સમદ અથાહ, ડુબાડી સારી દણી,
મેવાંડો ત્તિણ માંહ, પોયણ રાણા પ્રતાપસી.
(સોના-નાવડી, પૃ. ૮૭-૮૮)