કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨. સમદર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 30: | Line 30: | ||
{{ | {{HeaderNav | ||
|previous = ૧. જલદીપ | |previous=[[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧. જલદીપ|૧. જલદીપ]] | ||
|next = | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૩. પરકમ્માવાસી| ૩. પરકમ્માવાસી]] | ||
}} | }} |
Latest revision as of 07:16, 18 September 2021
૨. સમદર
બાલમુકુન્દ દવે
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!
કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!
૧૯૫૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪)