કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨. સમદર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 30: Line 30:




{{HeaderNav2
{{HeaderNav
|previous = ૧. જલદીપ
|previous=[[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧. જલદીપ|૧. જલદીપ]]
|next = ૩. પરકમ્માવાસી
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/ ૩. પરકમ્માવાસી| ૩. પરકમ્માવાસી]]
}}
}}

Latest revision as of 07:16, 18 September 2021


૨. સમદર

બાલમુકુન્દ દવે

સમદર સભર સભર લહરાય!
બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ રમે તેજની લકીર,
કોઈ ભમે ઓલિયો ફકીર,
લહર લહરની આવનજાવન
ભવ ભરનીંગળ થાય :
સમદર સભર સભર લહરાય!

કોઈ બુંદે પોઢ્યું ગગન,
કોઈ બુંદે ઓઢી અગન,
કોઈ મગન મસ્ત મતવાલું મરમી
મંદ મંદ મલકાય :
સમદર સભર સભર લહરાય!

બુંદ બુંદની સૂરત નિરાલી,
કોઈ રોવે, કોઈ ગાય :
સમદર સભર સભર લહરાય!

૧૯૫૨
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૪)