કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૧. ચન્દ્રફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 21: Line 21:




{{HeaderNav2
{{HeaderNav
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા|૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા]]
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા|૫૦. ગાંધીજીનું સ્મૃતિસ્મારક — જિન્જા]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/કવિ અને કવિતાઃ નલિન રાવળ|કવિ અને કવિતાઃ નલિન રાવળ]]
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/કવિ અને કવિતાઃ નલિન રાવળ|કવિ અને કવિતાઃ નલિન રાવળ]]
}}
}}

Latest revision as of 10:31, 18 September 2021


ચન્દ્રફૂલ

નલિન રાવળ

આભમાં સરંત પંખીહાર
અભ્રકોર પર
તરી રહી ગુલાબી ઝાંય
સમીર લ્હેરખી પરે
ઝરંત અંધકાર
ધીરે ધીરે જલે થલે છતાંય ચાંદની
ધીરે
ધીરે ખૂલંત દ્વાર
ગ્રીવા નમાવી સહેજ
પ્રેયસી સરે સમીપ
બાહુ બાહુમાં સમુદ્ર શાંત
શ્વાસ શ્વાસમાં
ખીલેલ ચન્દ્રફૂલની સુવાસ.
(અવકાશપંખી, પૃ. ૪૩૧)