ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જયંતી દલાલ/ટપુભાઈ રાતડિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ટપુભાઈ રાતડિયા| જયંતી દલાલ}}
{{Heading|ટપુભાઈ રાતડિયા| જયંતી દલાલ}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/0/01/KAURESH_TAPUBHAI_RATADIYA.mp3
}}
<br>
ટપુભાઈ  રાતડીયા • જયંતિ દલાલ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની
<br>
<center>&#9724;
</center>
<hr>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 17: Line 31:
સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ.
સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ.


વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વર્યો, પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહિ એનું ભારે દુઃખ પણ થયું. એક ઇલાજ તરીકે ટપુભાઈએ પણ એ ક્રમ રાખ્યો. વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય.
વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વધ્યો, પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહિ એનું ભારે દુઃખ પણ થયું. એક ઇલાજ તરીકે ટપુભાઈએ પણ એ ક્રમ રાખ્યો. વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય.


આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતાં ટપુભાઈ પોતે નિયમિત પડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડુંઅવળું હોય. બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય. અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય, એની એમને ભારે ચીડ ચડે.
આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતાં ટપુભાઈ પોતે નિયમિત પડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડુંઅવળું હોય. બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય. અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય, એની એમને ભારે ચીડ ચડે.
Line 79: Line 93:
આનો તો પોતાની પાસે જવાબ ન હતો.
આનો તો પોતાની પાસે જવાબ ન હતો.


એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ ધીબે જ રાખતું હોય અને એમાંથી બચવા જેની મળે તેની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા-કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બેય બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને… અને ભલાભોળાનું થાય.
એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ ઢીબે જ રાખતું હોય અને એમાંથી બચવા જેની મળે તેની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા-કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બેય બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને… અને ભલાભોળાનું થાય.


અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો.
અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો.
Line 185: Line 199:
ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’
ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’


ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતાં આગળ ચાલ્યા; પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું.
ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતા આગળ ચાલ્યા; પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું.
{{Poem2Close}}
{{Poem2Close}}



Latest revision as of 01:28, 31 August 2023

ટપુભાઈ રાતડિયા

જયંતી દલાલ




ટપુભાઈ રાતડીયા • જયંતિ દલાલ • ઑડિયો પઠન: કૌરેશ વચ્છરાજાની


પંદર-સોળની ઉંમર થતાં સુધીમાં ટપુભાઈએ એક જ શોખ કેળવ્યો હતો. શહેરના ગમે તે ખૂણે ગમે તેવું અને ગમે તેનું ભાષણ હોય તેમાં ટપુભાઈ અચૂક હાજર હોય. ભાગવતસપ્તાહ હોય, ભક્તો અને ભક્તશિરોમણિઓનાં ભજન હોય, માતાના ગરબા હોય, પોતાને ઉપદેશ આપવા યોગ્ય માનનારાનાં પ્રવચન હોય કે સૂતેલાને જગાડનારાનાં ભાષણ હોય, કવ્વાલીનો મુકાબલો હોય કે ગમે તે ગામના મુલ્લાની વાયેજ હોય, સુવાર્તાઓની લહાણી સાથે સંત-ભક્તની ચમત્કાર સાથેની પ્રાર્થના હોય, શેઠશ્રી અને ખાલીશ્રીઓની સહી સાથે બોલાવાયેલી શોકસભા હોય, ઉદ્ઘાટન હોય કે પૂર્ણાહુતિ હોય, ચંદ્રકપ્રદાન હોય કે ગાલીપ્રદાન હોય, શ્રી ટપુભાઈ આવા સભા-સમારંભોમાં અચૂક હાજર હોય.

દસ-અગિયારની વયે શ્રી ટપુભાઈને ઓરડો છોડીને ઓસરીમાં સૂવાનો વારો આવેલો. માએ ઘરઘરણું કર્યું – ટપુભાઈને આંગળીએ વળગાડીને, પણ શ્રી નાથુભાઈએ અહીં રહેવા આવવાનું પસંદ કર્યું ને ટપુભાઈએ અડધે ઇશારે ઓસરીમાં સૂવાનું કબૂલ કર્યું. બે-ત્રણ દિવસમાં જ શ્રી નાથુભાઈએ ટપુભાઈને કહી દીધું: ફરી આવ. ફરવા જવું એટલે સિનેમા જોવી કે રામલીલા જોવી કે ચગડોળમાં બેસવું કે કશોક નાસ્તો કરવો, બાગમાં જવું, એવો અર્થ સામાન્ય રીતે થાય, પણ એક આ બાગમાં જવું એ સિવાયની બીજી વાતમાં તો ખિસ્સામાં ફદિયાં જોઈએ. જ્યારે પહેલી વાર ફરવા જવાનું સૂચન થયું ત્યારે માએ ખાસા પૈસા આપેલા, પણ વારે વારે તો શેના પૈસા મળે, કોણ આપે?

એટલે જ બહાર ફરવા જવાનું ખરું, પણ પૈસા ખરચવાના નહિ એવું કરવાનું; એટલું સમીકરણ ટપભાઈ ટપ શીખ્યા પણ ખરા.

અને એમાંથી આ સભા-સપ્તાહ-કવ્વાલી-નો નાદ લાગ્યો. એક તો સાવ સસ્તું જ નહિ, પણ તદન મફત. પગે ચાલતાં જેટલું કષ્ટ પડે તેટલું જ. અને તેનું વળતર તો ઓસરીમાં જેવા પડ્યા તેવી ઊંઘ આવે છે, વહેલું વાજો વહાણું. ઉપરાંત, ન થાય અપચો કે ન થાય અજીરણ. એ ગિરનારના પાણા પચાવે તેવો કાઠો થાય. ને દરેક વખતે ચાલવું જ પડે એવું પણ નહિ; કયારેક તો કોણ જાણે ક્યાંથી ખટારા આવે અને ખડકી ખડકીને લઈ જાય. આમાંના થોડાક જ હેમખેમ પાછા મૂકી જાય, પણ આમાં તો જેટલો લાભ મળ્યો તે ખરો. ધરમની ગાય; એના તે દાંત જોવાતા હશે? બોખી હોય તો જ ધરમમાં આવે ને!

બીજો લાભ ટપુભાઈને જ્ઞાનવિસ્તારનો મળતો. ટપુભાઈને આમાંથી બધી પુરાણકથા આવડતી થઈ. અવતારો અને પયગંબરોનાં ચમત્કારિક જીવન વિશેની નોંધાયેલી અને ન નોંધાયેલી બધી માહિતી ટપુભાઈની આંગળીને ટેરવે. કઈ યોજનામાં કેટલા લાખકરોડનો કોણે, ક્યાં, ક્યારે ગોટાળો કર્યો એની પૂરી જાણ. ટપુભાઈને ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો હાજર. કયા શેઠશ્રીએ એમના જીવનકાળમાં ક્યાં સખાવત કરેલી, કઈ સંસ્થાના એ કર્તાહર્તા હતા, મહાત્મા ગાંધીને છાનામાના જઈને કેટલા રૂપિયા આપી આવેલા, એની લગભગ તવારીખવારની ખબર ટપુભાઈ પાસેથી નીકળે, અને ખુદ એ શેઠ કે મહાત્મા ગાંધી – બંને જ્યાં શાંતિ સ્વરૂપે બિરાજે છે ત્યાંથી પાછા આવે તો એનો ઇન્કાર ન કરી શકે એવી જડબેસલાક માહિતી.

જ્ઞાનભંડારમાં ટપભાઈએ હમણાં એક નવો વિભાગ પણ ખોલ્યો હતો. સિનેમાનાં નટ-નટીઓની અવરજવર સકારણ કે અકારણ ગામમાં વધી પડી ત્યારથી ટપુભાઈના ફરવા જવામાં સિનેમા બહારની ઠઠમાં ઊભા રહેવાનો પણ સમાસ થવા લાગ્યો. અને એ સત્સંગમાં ટપુભાઈ ઘણું જાણતા થયેલા.

સહુથી મોટો લાભ તો ટપુભાઈને અક્ષરેઅક્ષર યાદ રહે એનો થયો. અને ટપુભાઈની કમબખ્તીની શરૂઆત પણ ત્યાંથી થઈ.

વાત એમ થઈ કે હમણાં ગામમાં આ સભાઓની ભરમાર શરૂ થઈ. એક દિવસે અનેક સભા હોય, અને એકેએક સભા ખાસ્સી ચાર-પાંચ કલાક ચાલે. એક રીતે ટપુભાઈને આનંદ વધ્યો, પણ બધી સભાઓમાં હાજરી અપાતી નહિ એનું ભારે દુઃખ પણ થયું. એક ઇલાજ તરીકે ટપુભાઈએ પણ એ ક્રમ રાખ્યો. વક્તા સભા પતાવીને બીજી સભામાં જાય ત્યારે ટપુભાઈ એક એક સભામાંથી નીકળીને સડક માપવા માંડે અને બીજી સભામાં જાય.

આમાં ટપુભાઈ છાપાવાળાની નજરે ચડ્યા. ટપુભાઈ પણ એટલું જાણી ગયેલા કે આ ભાઈ છાપાવાળા છે. છાપામાં આ સભામાં જે બોલાતું તેનો હેવાલ નીકળતાં ટપુભાઈ પોતે નિયમિત પડોશીનું છાપું વાંચે. એમાં આ હેવાલ નીકળે અને એમાં ઘણું આડુંઅવળું હોય. બોલ્યા હોય તે ન હોય અને ન બોલ્યા હોય તે ગોઠવીને મૂક્યું હોય. અને ટપુભાઈનું દિલ ખાટું થાય. એમને કોઈ પક્ષ ન હતો, ન કોઈ એમનો આરાધ્ય દેવ હતો, પણ એમનાથી ખોટું સહન થતું નથી. બોલેલું ફરી જાય કે ન બોલ્યા હોય તેવું છપાય, એની એમને ભારે ચીડ ચડે.

છાપામાં આવું જ કશું ખોટું નીકળ્યું અને ટપુભાઈ ભારે નારાજ થયા. ‘શા સારુ આવું કરવું પડતું હશે?’ એમ એમનું મન એમને પૂછતું હતું. અને એનો કશો જવાબ એમની પોતાની પાસે તો નહોતો. એવામાં એ જ છાપાવાળો ભેટી ગયો. કો’કે આંગળી ચીંધીને બતાવ્યો ને ટપુભાઈ સીધા પહોંચ્યા એની પાસે.

‘તમે આ છાપામાં લખો છો?’

‘હા, કેમ?’

‘ભાઈસા’બ, આવું ખોટું શા સારુ છાપો છો?’

છાપાવાળાને આ જુવાન બધા કરતાં જુદો લાગ્યો. જો સામાન્ય રીતનો ચીલાચાલુ હોત તો ન એણે પોતે દાદ દીધી હોત કે ન પૂછનારે પણ એટલું દર્દ દાખવ્યું હોત. ટપુભાઈની વાત એણે ધીરજથી સાંભળી અને ટપુભાઈ ખરું કે’તા’તા એની એને ખાતરી થઈ. પછી એણે ટપુભાઈનું પારખું પણ કર્યું. જેવું સાંભળ્યું હોય તેવું ટપુભાઈ બોલી જાય, પેલો ટપકાવી લે, અને વગર મઠાર્યે જેટલું છાપવું હોય તેટલું છાપે. ટપુભાઈની પેલાને એટલી પતીજ પડી કે એ હવે નોંધ પણ લેતો નહિ. ટપુભાઈને છાપાના દફતર પર લઈ જાય અને ત્યાં ટપકાવી લે. જેટલું છાપે તેટલું કાનામાતર સમેતનું સાચું બોલાયું હોય એ જ છપાય. બોલતાં બોલી જઈને બોલનાર એમાં ભરાઈ પડ્યો હોય તોય, આ છાપાનો અહેવાલ ખોટો હતો એમ કહેવાની હિંમત ન કરી શકે એટલો સાચો અહેવાલ હોય.

બીજા છાપાવાળા પણ ઘડીભર છક્ક થઈ ગયા અને એ જ કારણે એમણે આના સગડ મેળવવા કોશિશ કરવા માંડી. પગેરું શોધ્યું. અને પછી તો બધા જ ભેગા થઈને અહેવાલ લખવા લાગ્યા. મથાળાં પોતાને ગમતાં બાંધે, પણ મુદ્દા બધા ટપુભાઈ પાસેથી સાંભળેલા.

ટપુભાઈને આમાં છાપાવાળાં કશું ખોટું ન છાપે એટલો જ આનંદ હતો. એમને પોતાને કોઈ પક્ષ ન હતો, કોઈ વ્યક્તિ માટે પક્ષપાત ન હતો, કોઈ માટે રાગ ન હતો, કોઈ માટે દ્વેષ ન હતો.

પણ એમાંથી જ ટપુભાઈ માટેની મુશ્કેલી ઊભી થઈ.

વાત એમ બની કે બધું વૃત્તાંતનિવેદકને ‘એકલાનું જ’ એવું આમાં ઓછું રહ્યું એમ લાગ્યું. આગલી ઓળખાણ કાઢી, ચા-નાસ્તાનું પ્રલોભન ધરી, એમણે ટપુભાઈના કાનમાં, પોતાને લખાવ્યું હોય એ કરતાં સાવ જુદું – અને એટલે જ ખોટું – બીજાને લખાવવાની ફૂંક મારવા માંડી.

પણ એવું તો એ બોલ્યા જ ન હતા!’ ટપુભાઈએ પોતાની મુશ્કેલી કહી.

આ દુનિયામાં હજી આવા ધરમરાજાના અવતાર પાકે છે તે વાત પર મનમાં ને મનમાં બંધુ વૃત્તાંતનિવેદકે થોડો રોષ, થોડો શોક, થોડાક બોલાય પણ છપાય નહિ તેવા શબ્દોમાં લપેટીને ઠાલવ્યો. અને આને હાથ પર લેતાં વાર લાગશે એટલી ગાંઠ વાળીને વાત મૂકી દીધી.

ટપુભાઈને આટલી વાતે ભારે વિહ્વળ કરી દીધા. પોતાને આમાં કાંઈ લેવું-ખાવું ન હતું. જે બોલાતું હતું તે બધું ખરું હતું, ખોટું હતું એની પણ પોતાને ગમ ન હતી. હકીકતમાં એના ખરાખોટાપણા વિશે પોતાના મનમાં ન શંકા હતી, ન કશી ખાતરી હતી. એવો કશો વિચાર જ નહિ કરેલો. ખોટું છપાય તો અનર્થ થાય એવી પણ કશી ગતામગ ન હતી. માત્ર એક લાગણી અત્યંત પ્રબળ હતી મનમાં: કોઈ જ બોલ્યું હોય તેનાથી જરાકે અવળું છપાય એ ખોટું; એવું છાપવું એ કોઈએ પણ ન કરવું જોઈએ તેવું કામ ગણાય. આવું કેમ કરીને ગાંઠ વાળીને બેઠું હશે એવો વિચાર પણ નહિ આવેલો.

આ ભાઈએ આવું સૂચવ્યું એ ખોટું કહેવાય. અને હું એમ કરું એમ કહ્યું એ મારે માટે પણ ખરાબ કહેવાય. કેવો માની લીધો મને?

ટપુભાઈનું મન આમ વિચારઝોલે ચડ્યું. આજ લગી આ ફરવાની વિસ્તરેલી પ્રવૃત્તિનું એકમાત્ર પરિણામ અને ટપ દઈને ઊંઘ આવી જવી એ હતું. આજે નીંદર પણ વેરણ થઈ. થાંભલીએ ટેકવીને પગ નીચે લબડતા રાખીને ટપુભાઈ વિચારઝોલે ચડ્યા.

ખોટું!

પણ ખોટું એટલે શું?

નવાઈ જેવી વાત હતી. ટપુભાઈએ આટઆટલું સાંભળ્યું હતું. મનની પાટી પર અક્ષરેઅક્ષર માંડીને સંઘર્યું હતું. પણ એટલા બધા વિશાળ વિસ્તારમાંય આને ખોટું કહેવાય એવું ઝટ દઈને તારવી શકાય તેવું તો ઘણું ઓછું હતું. બોલનારા એમની ગજાસંપદ મુજબ આ ખોટું એમ ફટ દઈને ગળે ઉતારી દેતા. અને સાંભળનારા કાં તો ગુરુવાક્ય ગણીને એને પટ દઈને ગળે ઉતારી દેતા, કાં તો બતકની પાંખ પર પાણી પડ્યું એમ બધું બોલ્યું ઢોળાઈ જતું, વેરાઈ જતું.

ટપુભાઈને થયું: આ હવા, આ અવકાશ, આટલા વિશાળ બધાંનો સમાસ કરનારા ન હોય, તો આ બધા તીખા, મોળા, ખાટા, ગળ્યા, દાઝતા-દઝાડતા અને ટાઢક આપતા, હસાવતા-મલકાવતા, ક્યારેક ગળામાં ડૂમો બાઝ્યા જેવું કરી દે તેવા, તો ક્યારેક આવું બે માણસ વચ્ચે પણ બોલાય ખરું? – એવો વસવસો પેદા કરે તેવા શબ્દ બધા ક્યાં જાત? સો અને હજારને સંખ્યાની, મગજમાં ઊતરી શકે તેવી, ટોચ માનનાર ટપુભાઈ આ ભાષણો સાંભળીને લાખ અને કરોડની સંખ્યા લગી પહોંચેલા. પણ હવે તો એવું બનતું કે જો ગણવા માંડીએ તો એક સભામાં એક જ વક્તા આટલા શબ્દ તો બોલતો. મોંમાંથી બહાર નીકળેલા શબ્દ કયાં જતા હશે, ક્યાં સમાતા હશે?

ટપુભાઈને ખ્યાલ આવ્યો. નાના હતા ત્યારે માએ ટોકેલા, પગ હલાવતાં. ‘મા મરે!’ અત્યારે પેલા અસંખ્યાસંખ્ય શબ્દ ક્યાં સમાતા હશે એની શોધમાં નીકળ્યા ખરા, પણ અવશ રીતે પગ હાલતા હતા. ‘મા મરે!’

મનને ત્યાંથી પાછું વાળીને મૂળ મૂંઝવણ પર લાવી દીધું.

ખોટું શું?

અને ટપુભાઈને સમજાય નહિ એમ મને એક બીજો કૂદકો માર્યો. ખરું શું? ખોટું નહિ તે ખરું? ખરું નહિ તે ખોટું? એવું બને કે કોઈ વાત ખોટી ન હોય અને ખરીય ન હોય? ના ના, કાં તો ખોટું હોય કે કાં તો ખરું હોય. ત્રીજું કશું તો હોઈ જ ન શકે. રાત હોય કે દા’ડો હોય; અજવાળું કે અધારું હોય.

મારું વા’લું, આ મન પણ કેવું છે? ક્યાં આંબલીપીપળી કરાવે છે?

પણ મૂળ વાત પર આવી જાઓ. ખોટું શું?

એક તો આ ખોટું: કોઈ બોલ્યો છે એમ ન હોય અને એ બોલ્યો કહીએ, એ ખોટું, ધરાર ખોટું.

ટપુભાઈને સમજાયું નહિ, પણ પોતાને કશો હરખ થયો હોય એમ લાગ્યું. પોતે ખોટું ન કર્યું. ખોટું થાય એમાં સાથ ન દીધો. મન હળવું હળવું, ફોરું ફોરું લાગતું હતું.

પણ ત્યાં તો મલકાટ ઊડી ગયો.

કોક જાણે પોતાને ફટકારતું હતું: ‘ફટ ભૂંડા, આમ હરખપદુડો થાય છે તે? શી ધાડ મારી તે રાજીનો રેડ થાય છે? મોટો મીર માર્યો? ડુંગર ખણ્યો? પેલા બોલેલા તે જ તેં બોલી બતાવ્યું. હા, ખોટું બોલવાની ના પાડી. પણ આ તો થાળીવાજું કે પેલી હવે તો વાગે છે ને તેવી ચીંદરડીય કરી શકત. પેલા જે બોલ્યા હતા તે ખરે હતું? હતું?

આનો તો પોતાની પાસે જવાબ ન હતો.

એકાએક ભાન આવવા જેવું થયું. પોતે અભાનમાં જ થાંભલીને બાઝી પડેલો તે કુંભી પાંસળીમાં કઠતી હતી. કોકનું આવું થયું હોત તો પોતે હસ્યા હોત – ખડખડ હસ્યા હોત. હસવા જેવું જ હતું ને? જાણે પાછળ કોક ધોકો લઈને પડ્યું હોય અને આડેધડ હાંલ્લું કે માણસ કશુંય જોયા વિના બસ ઢીબે જ રાખતું હોય અને એમાંથી બચવા જેની મળે તેની આડ લઈએ તેવું હતું. ખરું શું એની સમજણ ન પડે એ ખોટું બોલવા-કરવા જેટલું ભૂંડું નથી, પણ અજાણ્યું ને આંધળું બેય બરાબર છે ને? એવું જ આ અજ્ઞાની અને… અને ભલાભોળાનું થાય.

અને બીજું તો આમ જેને થાય તેની ઠેકડી થાય. બોથડની ઠેકડી કરીને ડાહ્યામાં ખપવાનો દુનિયાનો વહેવાર છે એટલું ભાન તો ટપુભાઈને થઈ ચૂક્યું હતું, પણ એ ભાનનો ડંખ જેટલો અત્યારે લાગ્યો તેવો ક્યારેય લાગ્યો ન હતો.

મૂળનો કશોય ખ્યાલ રાખ્યા વિના માત્ર ડાળ-પાંખડાંને જ નજર સામે રાખ્યાં અને બધું જાણ્યું-જોયું એવો ફાંકો રાખ્યો!

ટપુભાઈને ભારે મૂંઝવણ લાગી. જાણે આંટી પર આંટી દઈને કોક ટૂંપો દેતું હોય, બેભાન બનાવતું હોય એવું લાગ્યું. કશું સૂઝતું ન હતું. આ બધું સમજાતું ન હતું, સમજાતું હતું આટલું: પોતાને કશી ગમ પડતી નથી એ. થાકને લીધે ઊંઘી તો ગયા, પણ પહેલાં જેવી ભાર વગરની – ચિંતા વગરની, નિરાંતની ઊંઘ ન આવી. એક ઊંઘે વહાણું ન વાયું. ઝબકી જાગી જવાય. અને જ્યારે જાગે ત્યારે છાતી પર ભાર લાગે. ભૂતપલીત અને જીવજન્નાંતની વાતો તો ઘણી સાંભળી હતી. કેટલીક વાર માનવાનું પણ મન થતું. આ તો આવું કશું નહિ હોય ને?

ટપુભાઈનું મન મૂંઝાયેલું હતું, પણ હાર કબૂલવાની એમની જરાકે તૈયારી ન હતી. મનમાં આવો સવાલ ઊઠે અને પોતાને એનો જવાબ ન જડે એ એક વાત હતી. એ કશું ખોટું કામ ન હતું. જવાબ ન આવડે, ન સૂઝે એને કાંઈ ખોટું ન કહેવાય.

અને ટપુભાઈને એક વાત સમજાઈ ગઈ. આવો સવાલ પોતાના દિલમાં ઊઠ્યો એમાં બીજાનું કોઈનું બૂરું થતું ન હતું.

ટપુભાઈ બારચૌદ કલાકમાં પહેલી વાર મલકાયા.

બીજાનું બૂરું થાય એ ખોટું, એ જ ખોટું,

હૈયા પરથી કોઈએ શિલા હટાવી દીધી હોય એટલી નિરાંત ટપુભાઈને લાગી: હા-આ-આશ.

બીજાનું બૂરું થાય એવું કરીએ, એવું બોલીએ, એવું મનમાં વિચારીએ, એ ખોટું.

હૈયામાં ભારેલો બધો ભાર ઠાલવીને ફોરી ફોરી, હળવી હળવી બનેલી વાદળી પવનની આછી થપાટે આકાશના આંગણામાં ગલોટિયાં ખાતી હોય છે અને હસતી હસતી, રમતી રમતી, જાતજાતના આકાર ધારતી હોય છે એવું અત્યારે ટપુભાઈને પોતાને વિશે લાગતું. ભાર ગયો, બોજ હટી ગયો.

અને ટપુભાઈ એમની રોજિંદી યાત્રાએ ચાલ્યા: સભાઓ, ભાષણો. પેલા એક ભજનિકે કેટલી સરળતાથી અને ભોળા ભાવે ગાયું હતું: આ આકાશ જેવડો કાગળ હોય અને દરિયા જેવડા શાહીના દવાત હોય, પણ ઈશ્વરના ગુણ ગાવા હોય તો એ બધુંય ઓછું પડે! રામસાગર પરના તારને ઝણઝણાવતા એ ભોળા જીવને કદાચ ખબર નહિ હોય, પણ જેમ ઈશ્વરના ગુણ લખવા માટે એ સામગ્રી ઓછી પડે તો સાથે સાથે રોજેરોજ આખી દુનિયામાં બોલાતા શબ્દો ઝીલવા માંડવા કે સંઘરવા પણ આ સામગ્રી ઓછી પડે.

અને છતાં એક માણસનું મન આ બધું ઝીલી શકે, સમાવી શકે. બસ, એક પેલો ખ્યાલ રહે – કોઈનુંય બૂરુ તાકીએ, બોલીએ, કરીએ, એ ખોટું – તો મન પરનો ભાર કેટલો ઓછો થાય! શેષનાગને વળી પૃથ્વીનો બોજો લાગતો હશે? મૂર્તિને ફૂલનો ભાર લાગતો હશે?

મનમોરલો થનગનતો ચાલતો હતો.

ટપુભાઈ પહોંચ્યા ત્યારે ભાષણ તો ચાલતું હતું. આજે તો વળી બહારગામના જાણીતા વક્તાઓ આવ્યા હતા. ગારુડીની મહુવર જેમ ભલભલા સાપને મુગ્ધ કરીને ડોલાવે છે તેવું આ જીભના જાદુગરો માટે કહેવાતું. ટપુભાઈને હતું: આટલા લોક આટલી વાહવાહ કરે છે તે બધા લોકને બેઠા કરી દે એવું બોલતા હશે. અને લોકને બેઠા કરે એ ખોટું ન હોય, એમાં બીજાની બુરાઈ ન હોય.

સભાજનો વિશાળ પટ પર પથરાઈને બેઠા હતા. એમાં એક ખૂણેથી સ્થાનિક બોલનારને બેસાડી દેવાને માટેનો હલ્લો શરૂ થયો.

ટપુભાઈએ આમને ઘણી વાર સાંભળ્યા હતા. જે બોલે તે નમ્રતાપૂર્વક અભ્યાસીની રીતે; ઘા કરવાની દાનત જ ન લાગે, છતાં બુદ્ધિપૂર્વક વિચારીએ તો સાવ ખરી વાત હોય. પણ મોટા ભાગના લોકોને આ મોળું મોળું લાગે, ટેમ્પો ન જામે. અને એ ઉપરાંત એ લોકના અત્યુત્સાહને પણ સ્પષ્ટપણે બે અક્ષર કહે. સાંભળનારામાંથી થોડાકને જ આ વાત રુચે.

સમજીને જ એ વક્તા બેસી ગયા. અને જાદુગર તરીકે નામના પામેલા બહારગામના વક્તાએ બોલવાનું શરૂ કર્યું.

આજે ન જાણે કેમ, રોજ જ્યાં આનંદ આવતો ત્યાં ટપુભાઈનું મન ખિન્ન થઈ ગયું હતું. જાણે મન ડોળાતું લાગતું હતું. એને પોતાને આનું કારણ પૂરેપૂરું સમજાતું ન હતું. સભામાં આવ્યા ત્યારે તો મન ખુશખુશાલ હતું. પણ આ ભાષણોના ધોધમાર શબ્દ જેમ જેમ કાને પડતા ગયા તેમ તેમ મન ડોળાતું ગયું. આ બધાંને ‘ખોટું નહિ’ એવું કહી શકાય? ઊંડેઊંડેથી જાણે કોક જવાબ દેતું હતું: ના. શું ખોટું એવું કોકે કે અવાન્તરે પોતે પૂછ્યું હોત તો જવાબ દેવાની કશી જ તેવડ પોતા પાસે ન હતી.

સભા વીખરાઈ. ‘બરાબર કહ્યું!’ ‘ઠીક સંભળાવી!’ ‘આ છાણના દેવ જોડાની જ પૂજાને લાયક છે!’ એવા અભિપ્રાય સાંભળતા ટપુભાઈ મૂંગે મૂંગા જતા હતા ત્યાં જ પેલા છાપાવાળા ભાઈઓ મળ્યા.

‘અરે ટપુભા, ક્યાં હતા તમે? અમે તો ખોળીખોળીને થાક્યા. અને આમ કેમ લાગો છો? આ કાને શું થયું તે આટલા લાલ લાલ છે?’

‘કાંક કરડ્યું લાગે છે!’

ટપુભાઈને તો કાંઈ કહેતાં કાંઈ દરદ થયું ન હતું. પોતાને કાને કશું થયું છે, કાન લાલ લાલ થઈ ગયા છે એવી ખબર પણ આ છાપાવાળાએ કહી ત્યારે જ પડી. પોતે કાન પર હાથ ફેરવી જોયો; સ્પર્શથી તો કશું જ ફેરવાયું હોય એવું ન લાગ્યું.

‘કાંઈ નથી થયું મને!’ ટપુભાઈ બોલ્યા.

‘અરે ભલાદમી, આ કાન લાલ હિંગળોક જેવા થઈ ગયા છે ને તમે કો’છો કાંઈ નથી થયું! ટપુભાઈ, ટપુભાઈ, તમે પણ યાર, તમે જ છો, હો?’

અને બીજાએ વાતને વાળી.

‘લ્યો, ટપુભાઈ, ચાલો છોને લખાવવા? આજે તો તમારી ખાસ જરૂર પડશે.’

ત્રીજાએ ટાપસી પૂરી.

પણ ટપુભાઈનું મન કાંક જુદી જ રીતે ચાલતું હતું, પેલો નવો પદારથ મનમાં બેઠો હતો: ખોટું એટલે બીજાનું બૂરું. એની જ ગડભાંજ મનમાં ચાલતી હતી. આજે સાંભળ્યું એમાં ખોટું કેટલું, ખરું કેટલું?

મિત્રોના સમજાવ્યાથી એમણે જૂની રીત મુજબ લખાવવાની કોશિશ કરી, પણ આજે જાણે સત ઊતર્યા જેવું હતું. સાંભળેલું મોંએ આવતું હતું, પણ મન એમને બોલતાં વારતું હતું. અને પછી તો બોલાય જ નહિ એવી દશા થઈ. હાથમાં પેન્સિલ પકડીને, બોલે તે લખવા બેઠેલા છાપાવાળા ટપુભાઈના ચહેરા સામું જોઈ રહ્યા.

ટપુભાઈ બોલે નહિ અને એમને કાન વિશેષ અને વિશેષ લાલ થતા જાય. ન ટપુભાઈને સમજાય, ન છાપાવાળાને સમજાય.

આ ટપુભાઈ બોલતા નથી એમ ન હતું, એટલે તો છાપાવાળા માનતા હતા, પણ કોક આને બોલવા નથી દેતું, અને કાન વધારે ને વધારે લાલ થાય છે!

જેણે બીજાને ખોટું કહેવા ટપુભાઈને સમજાવેલા તે ટીકીટીકીને ટપુભાઈને જોઈ રહ્યો હતો. દુનિયાનો અનુભવ એને એક વાત કહી જતો હતો: માન, ન માન, પણ આના મનમાં કાંક જબરી ઊથલપાથલ ચાલે છે. કાંક વળગ્યુંય હોય! આ જોને, એના કાન!

ટપુભાઈથી આ દશા બરદાસ્ત ન થઈ. એની આંખમાં આંસુ આવ્યાં. શું હતું એ સમજાતું ન હતું. તાવ આવતો હશે? આજ લગી ટપુભાઈને આવો કશો જ અનુભવ થયો ન હતો. પણ એમણે અનુભવીઓને કહેતા સાંભળ્યા હતા: ટાઢ વાઈને આવે, કાયા થરથર કાંપે, ગળામાં પાણીનો શોષ લાગે, હાડકાં તૂટે, આંખ બળે, કાનમાં ધાક લાગે; પણ આવું તો પોતાને કશું થતું ન હતું, માત્ર જીવ ચૂંથાતો હતો, અને એય કાંક દેહમાં અવકળા હોય એ કારણે નહિ. દેહને કશું ન હતું. આ જેનું તળું કે વળું જોયું નથી તેવા મનને કારણે હશે.

પેલો બોલનાર ખોટું બોલ્યો હતો. એક નહિ, અનેક વાર એના બોલવામાં માત્ર બીજાને નીચો પાડવાથી, હલકો અને ભૂંડો દેખાડવાની દાનત તરી આવતી હતી. ટપુભાઈના મનમાં આજે આ વાતની ખાતરી થઈ હતી. મનપટ પર એ અંકાયું હતું એની ના નહિ, પણ આગળ જેમ એ ખોટું ન લખાય એ ખાતર બોલાયેલો એક એક અક્ષર બોલી જતા તેમ આજે બોલવા જાય તોય બોલાતું ન હતું, ગળામાંથી અક્ષર જ બહાર ન નીકળે, મહીં ને મહીં ડુમાયા કરે. આ કદાચ એ જ કારણે આંખમાં આંસુ આવ્યાં હશે!

અને આ બધા કહે છે તેમ કાન પણ એટલે જ લાલ થયા હશે! આંગળીના ટેરવાને રંગની ખબર પડે એટલું તો પોતે આંગળીઓ કાન પર ફેરવી તે પહેલાં જાણવું જોઈતું હતું.

રોજેરોજ આ અનુભવ થવા લાગ્યો. પેલો બોલવાનું શરૂ કરે અને અહીં ટપુભાઈના કાન રાતા ને રાતા થતા જાય. ટપુભાઈના મન પર એનો ભારે ભાર. એમાં પોતે બીજા કરતાં જુદા છે એવી જાણનો ભાર વધ્યો.

છાપાવાળા હવે પોતાને ‘ટપુભાઈ રાતડિયા’ કહેતા હતા એ વાતની પણ પોતાને જાણ થઈ. હશે, એમને ગમ્યું તે એ બોલે.

એ હવે ‘ટપુભાઈ, આટલું બોલી જાવ ને’ એમ કહેતા નથી. આગળ આવું થયું હોત તો ઊંડે ઊંડે પણ ટપુભાઈને માઠું લાગત; અત્યારે તો એ કહેતા ન હતા એ ગમતું હતું.

સભાઓ ચાલુ જ હતી. ટપુભાઈનું સભામાં જવાનું પણ ચાલુ હતું. ફરવા જવાનો જે કશાય ખરચ વિનાનો વિસ્તાર કર્યો હતો તે પ્રવૃત્તિ ચાલુ જ હતી. હવે વિશેષમાં આ એક ઉદ્વેગ વધ્યો હતો.

બે ખોટી વાત, પણ એમાં વિશેષ હાનિકર્તા કઈ?

ન જાણે ક્યાં ક્યાંથી આવો સવાલ મનમાં આવ્યો હતો. મોટા ખોટાને ટાળવા કે તોડવા નાના ખોટાને ઉત્તેજન અપાય ખરું કે પછી ખોટા માત્રને સાથ દેવો ન જોઈએ?

કોઠાસૂઝે આ સવાલ લગી લાવીને પોતાને જાણે છેહ દીધો હોય એમ ટપુભાઈને લાગતું હતું. આમે એકલરંગી ટપુભાઈ વિશેષ એકલા પડતા હતા. એમાં આ કાન રાતા રાતા થઈ જતા એ તો જાણે પોતાને સરકસના કોઈ હસોડની દશામાં મૂકી દેતું. બોલનાર કાંક બોલે અને સાંભળનારા ટપુભાઈ તરફ ફરે, જુએ: આના કાન કેટલા રાતા થયા? ટપુભાઈના કાનના રાતાપણા પરથી બોલનાર કેટલું જોરદાર, કેટલું ‘ટેમ્પો’વાળું બોલ્યો એવું જાણે માપ નીકળતું. ટપુભાઈના મનની મૂંઝવણનો કોઈને ખ્યાલ પણ આવતો ન હતો.

સભામાં આવે ત્યારથી ‘રાતડિયો આવ્યો!’ એમ બોલાતું થાય; પણ હવે તો રસ્તે નીકળે ત્યારેય ‘ટપુ રાતડિયો’ એમ કાનમૂરિયાં થાય. છેલ્લા એક અનુભવે તો ટપુભાઈના જાણે હજાર હજાર ટુકડા કર્યા હોય એવું ટપુભાઈને લાગ્યું.

એક દુકાન આગળથી ટપુભાઈ પસાર થતા હતા. પોતાના જ ધ્યાનમાં તે ઠેસ વાગી, અને જરા વધારે વાગ્યું. રસ્તા વચ્ચે ક્યાં બેસવું એની મૂંઝવણ થતાં ટપુભાઈ ખોડંગાતા ખોડંગાતા દુકાનને ઓટલે ટેકો દઈ ઊભા અને ઊભા એટલામાં જ દુકાનમાં બોલાતા શબ્દ કાને પડ્યા, અને બસ, કાન લાલ લાલ થઈ ગયા. દુકાનમાં વાતો કરનારાએ આ જોયું અને કશી અકળ રીતે એ વાત કરતા જ બંધ થઈ ગયા.

‘સી.આઈ.ડી.!’ કોક બબડ્યું.

એક તો પગે વાગ્યું હતું એની કળ વળી ન હતી ત્યાં તો આ બીજા ઘા જેવું લાગ્યું. પોતે બીજાની વાતો જાણવાની ઇન્તેજારી રાખનારો હતો, ચુગલીખોર હતો? બીજાની વાતમાં, બીજાના કર્યામાં પોતાને કશો જ રસ ન હતો, પણ કોણ જાણે આ ખોટાનો ખ્યાલ મનમાં ભરાઈ બેઠો છે ત્યારનું નથી મનને ચેન, નથી આરામ, અને બીજાનું બૂરું એ જ ખોટું? ને તો તો પોતે પણ કશું ખોટું કરતો હતો ને?

પગે કળ વળી, પણ મનને કશી કળ ન વળી.’

ત્યાં એને કાને પડ્યું: ‘ઓલ્યા રાતડિયાને દુકાન આગળ ઊભો ન રે’વા દેવો. ને’શ છે! વાણોવાણ દેખાય તો આખો દા’ડો કાગડુંય ન ફરકે! ને’શ!’

ટપુભાઈ ખિન્ન મને ત્યાંથી ખોડંગાતા આગળ ચાલ્યા; પગ કરતાંય મન વિશેષ ખોડંગાતું હતું.