અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/વિસર્જન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 24: Line 24:
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/ઓ ન્યૂયૉર્ક! | ઓ ન્યૂયૉર્ક!]]  | ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!]]
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રવદન મહેતા/ઓ ન્યૂયૉર્ક! | ઓ ન્યૂયૉર્ક!]]  | ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ઓ ન્યૂયૉર્ક, ન્યૂયૉર્ક!]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/આત્મવિહંગને | આત્મવિહંગને]]  | વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી]]
|next = [[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પૂજાલાલ/આત્મવિહંગને | આત્મવિહંગને]]  | વિહંગવર! ઊડ, ઊડ; નવ નેન નીચાં કરી]]
}
}}

Latest revision as of 08:50, 20 October 2021


વિસર્જન

ચંદ્રવદન મહેતા

પ્રભો! છંકારી દે સકળ ગ્રહ, તારા, ઉદધિમાં,
અને સંકેલી લે ઘડીક મહીં આ રાસ રમવા;
ચઢી ચોપાસે જો, પ્રલયપૂર વ્યાપે પલકમાં,
ગ્રહી લેજે મારું દૃગજલ, ખૂટ્યે શક્તિમહિમા!

ત્રુટે ગેબી ગુહા, અનલ સરખા વિશ્વફરતા
ફરે ઝંઝાવાતો, ફરી ફરી બધુંય જગ સીઝે;
ખૂટે એ વાયુ તો હૃદયભરમાં દાહ દવતા
નિસાસામાંથીયે પ્રલયપૂર તો એક ગ્રહજે!

અને પ્હાડોના જો, વીજતણખાથી કોઠ જ ફૂટે,
ઊના અંગારાથી ગગનપટ વ્યાપે રજરજે,
પરંતુ વજ્રો-શા દૃઢ વીજકડાકા કદી ખૂટે,
અરે આ હૈયાની ઉરધબક એકાદ ગ્રહજે!

નિસાસા, આંસુ ને ઉરધબક સર્વે મુજ વહી
થશે નક્કી દેવા! તુજમય નવા સર્જન મહીં.

(ઇલા કાવ્યો, રતન અને બીજાં બધાં, ત્રીજી આ., ૧૯૫૨, પૃ. ૧૦૦)