સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/માધવ રામાનુજ/પછી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> દાદાનાઆંગણામાંકોળેલાઆંબાનુંકૂણેરુંતોડયુંરેપાન, પરદેશીપંખી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન, | |||
પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન! | |||
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં, | |||
સૈયરના દાવ ન’તા ઊતર્યા; | |||
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર — | |||
ફેર હજી એય ન’તા ઊતર્યા; | |||
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું | |||
જોબનનું થનગનતું ગાન! | |||
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન. | |||
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં, | |||
પોઢેલાં હાલરડાં જાગ્યાં; | |||
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને | |||
ભૂલી જવાનાં વેણ માગ્યાં! | |||
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું | |||
ચોરી ગયું રે કોક ભાન! | |||
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન! | |||
{{Right|[‘તમે’ પુસ્તક]}} | {{Right|[‘તમે’ પુસ્તક]}} | ||
</poem> | </poem> |
Latest revision as of 05:34, 23 September 2022
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન,
પરદેશી પંખીનાં ઊડયા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં,
સૈયરના દાવ ન’તા ઊતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર —
ફેર હજી એય ન’તા ઊતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન!
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડયું રે પાન.
આંગળીએ વળગેલાં સંભાર્યાં બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાનાં વેણ માગ્યાં!
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોક ભાન!
પરદેશી પંખીનાં ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન!
[‘તમે’ પુસ્તક]