અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/એક વાર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વર્ષા દાસ/લોહીનો રંગ લાલ | લોહીનો રંગ લાલ ]] | લોહીનો રંગ લાલ પછી તે વાઘનું હોય કે વાંદરાનું]] | |previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વર્ષા દાસ/લોહીનો રંગ લાલ | લોહીનો રંગ લાલ ]] | લોહીનો રંગ લાલ પછી તે વાઘનું હોય કે વાંદરાનું]] | ||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/ | |next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિલીપ ઝવેરી/કવિતા લખવી | કવિતા લખવી]] | કવિતા લખવી એટલે કોઈ નાની-મોટી મુસાફરીએ નીકળ્યા જેવું છે ]] | ||
}} | }} |
Latest revision as of 12:14, 26 October 2021
એક વાર
દિલીપ ઝવેરી
એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિયાં
તમરાંના સૂર સમો ઝીણેરો કંઠ ના
કે કોયલનો ઘૂંટેલો બોલ
ઝરણાંની ઘૂઘરી-શો લોલ અને સાથ મહીં
ઘાસ તણાં ફૂલનો હિલોળ
આમથી ને તેમથી
રમતા કંઈ પડઘાથી
વન વનનાં પાન પાન રંગિયાં
એક વાર સાંભળ્યાં’તાં ગાતાં પતંગિયાં.
(પાંડુકાવ્યો અને ઇતર, ૧૯૮૯, પૃ. ૪)