ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૩: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૩|}} <poem> {{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે...") |
(પ્રૂફ) |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૩|}} | {{Heading|કડવું ૧૩|}} | ||
{{Color|Blue|[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલાં વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાનું માળી દ્વારા થયેલું અપમાન અને એમણે આપેલા શાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]}} | |||
{{c|'''રાગ : વસંત'''}} | |||
સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન, | {{block center|<poem>સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન, | ||
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. {{space}} -સૂકાં૦ ૧ | સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. {{space}} {{r|-સૂકાં૦ ૧}} | ||
નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર; | નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર; | ||
ગુલ્મ લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} -સૂકાં૦ ૨ | ગુલ્મ<ref>ગુલ્મ – ઝૂંડ/ઝાડી</ref> લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર.{{space}} {{r|-સૂકાં૦ ૨}} | ||
ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર; | ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર; | ||
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.{{space}} -સૂકાં૦ ૩ | અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર.{{space}} {{r|-સૂકાં૦ ૩}} | ||
વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય; | વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય; | ||
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} -સૂકાં૦ ૪ | સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય{{space}} {{r|-સૂકાં૦ ૪}} | ||
શ્રીફળ<ref>શીરફળ – શ્રીફળ</ref> ફોફળ<ref>ફોફળ – સોપારી</ref> કેવડી રે, કેળ ને કોરંગી; | |||
બીલી બદરી મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} -સૂકાં૦ ૫ | બીલી બદરી<ref>બદરી – બોરડી</ref> મલિયાગર મરચી લીમડો ને લવિંગી.{{space}} {{r|-સૂકાં૦ ૫}} | ||
જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ; | જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ; | ||
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} -સૂકાં૦ ૬ | પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ.{{space}} {{r|-સૂકાં૦ ૬}} | ||
વાવ કૂપ ને પાવઠ કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય; | વાવ કૂપ ને પાવઠ<ref>પાવઠ – જ્યાં ઊભા રહી કૂવામાંથી પાણી સિંચાય તેવાં ઊભાં બે લાકડાં</ref> કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય<ref>તોય – પાણી</ref>; | ||
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} | ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય.{{space}} {{r| -સૂકાં૦ ૭}} | ||
જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત; | જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત<ref>ચંત – ચિત્ત</ref>; | ||
શોભા સુંદર વન તણી, જાણે રત ફૂલી વસંત!{{space}} | શોભા સુંદર વન તણી, જાણે રત<ref>રત – ઋતુ</ref> ફૂલી વસંત!{{space}} {{r| -સૂકાં૦ ૮}} | ||
એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે પડિયો : | એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે<ref>સંધે – સંદેહ</ref> પડિયો : | ||
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} -સૂકાં૦ ૯ | ‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો.{{space}} {{r|-સૂકાં૦ ૯}} | ||
નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર; | નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર; | ||
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.{{space}} -સૂકાં૦ ૧૦ | તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર.{{space}} {{r|-સૂકાં૦ ૧૦}} | ||
ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી; | ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી; | ||
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.{{space}} -સૂકાં૦ ૧૧ | એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી.{{space}} {{r|-સૂકાં૦ ૧૧}} | ||
માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી; | માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી; | ||
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.{{space}} -સૂકાં૦ ૧૨ | પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી.{{space}} {{r|-સૂકાં૦ ૧૨}} | ||
ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી; | ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી; | ||
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.{{space}} | અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી.{{space}} {{r| -સૂકાં૦ ૧૩}} | ||
ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા : | ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા : | ||
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} -સૂકાં૦ ૧૪ | માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા.{{space}} {{r|-સૂકાં૦ ૧૪}} | ||
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા | માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજે : | ||
‘અપરાધ મૂકી અત્રિનંદન | ‘અપરાધ મૂકી અત્રિનંદન<ref>અત્રિનંદન – અત્રિઋષિના પુત્ર દુર્વાસા</ref> શાપ-અનુગ્રહ<ref>અનુગ્રહ – નિવારણ</ref> દીજે.’{{space}} {{r|-સૂકાં૦ ૧૫}} | ||
દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી : | દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી : | ||
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’{{space}} | ‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’{{space}} {{r| -સૂકાં૦ ૧૬}} | ||
નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ, | નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ, | ||
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. | ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. {{space}} {{r|-સૂકાં૦૧૭}} | ||
{{C|'''વલણ'''}} | |||
વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે, | વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે, | ||
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.{{space}} -સૂકાં૦ ૧૮ | જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે.{{space}} {{r|-સૂકાં૦ ૧૮}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૨ | |previous = કડવું ૧૨ | ||
|next = કડવું | |next = કડવું ૧૪ | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
Latest revision as of 12:32, 7 March 2023
[ચંદ્રહાસના આગમનથી સૂકું વન લીલું થાય છે. નવપલ્લવિત થયેલી વાડીમાં રહેલાં વૃક્ષ-વેલા, ફૂલ છોડનું વિગતપ્રચુર કાવ્યાત્મક વર્ણન. દુર્વાસાનું માળી દ્વારા થયેલું અપમાન અને એમણે આપેલા શાપ અને તેના નિવારણની વિગતો આ કડવામાં આવે છે.]
રાગ : વસંત
સૂકાં કાષ્ટ લીલાં થયાં રે સાધુ તણે દર્શન,
સેવક ચાર ઊઠીને ચાલ્યા જોવા અશોક વન. -સૂકાં૦ ૧
નારદ કહે, સાંભળ, રે પારથ, વાડી તણો વિસ્તાર;
ગુલ્મ[1] લતા લલિતા અતિ વાંકી સૌગંધિક અપરંપાર. -સૂકાં૦ ૨
ભાતભાતના વડ ને પીપળા, વનસ્પતિ ભાર અઢાર;
અવલોકનમાં અતિ ઉત્તમ, શોભા તણો નહિ પાર. -સૂકાં૦ ૩
વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિક વાય;
સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી સોભાય -સૂકાં૦ ૪
શ્રીફળ[2] ફોફળ[3] કેવડી રે, કેળ ને કોરંગી;
બીલી બદરી[4] મલિયાગર મરચી લીમડો ને લવિંગી. -સૂકાં૦ ૫
જાઈ જૂઈ મોગરા ને માલતી ચંદન ચંપાના છોડ;
પુષ્પભારે વનસ્પતિ તે સર્વ વળી છે વંક મરોડ. -સૂકાં૦ ૬
વાવ કૂપ ને પાવઠ[5] કુંડ ત્યાં તળાવ ભરિયાં તોય[6];
ચાતક હંસ ને મોર કોકિલા શબ્દ કરતાં હોય. -સૂકાં૦ ૭
જ્યાં જુએ સેવક સાધુના ત્યાંહાં અટકે ચંત[7];
શોભા સુંદર વન તણી, જાણે રત[8] ફૂલી વસંત! -સૂકાં૦ ૮
એવાં દેવઋષિનાં વચન સુણીને અર્જુનને સંધે[9] પડિયો :
‘ક્યમ, લીલાનું સૂકું થયું?’ એમ સવ્યસાચી ઊચરિયો. -સૂકાં૦ ૯
નારદ કહે : સાંભળ, રે અર્જુન; થયો પૂર્વ સમાચાર;
તે વાડીમાં ભમતા આવ્યા દુર્વાસા એક વાર. -સૂકાં૦ ૧૦
ત્યાં છાયા દીઠી શીતળ વૃક્ષની, મુનિ બેઠા આસન વાળી;
એવે સમે મંદિરથી આવ્યો વાડી તણો જે માળી. -સૂકાં૦ ૧૧
માળી મુનિ ભણી ધાયો, ચોર બેઠો જાણી;
પ્રહાર એક મુષ્ટિનો કીધો, જટા કર ગ્રહી તાણી. -સૂકાં૦ ૧૨
ત્યારે ક્રોધ કરીને દુર્વાસાએ જોયું નેત્ર ઉઘાડી;
અગ્નિજ્વાલ ઊઠી તેમાંથી, ભસ્મ કીધી સર્વ વાડી. -સૂકાં૦ ૧૩
ઉઠ્યા ઋષિ થઈને દુઃખી, અન્ય સ્થાનક સંચરવા :
માળી મુનિને પાયે લાગ્યો કાલાવાલા કરવા. -સૂકાં૦ ૧૪
માળી કહે, ‘મેં નવ ઓળખ્યા, ઈશ્વર, હવે કરુણા કીજે :
‘અપરાધ મૂકી અત્રિનંદન[10] શાપ-અનુગ્રહ[11] દીજે.’ -સૂકાં૦ ૧૫
દુર્વાસા બોલ્યા તવ વાણી આનંદ અંતર પામી :
‘એ વન લીલું થાશે જ્યારે આવશે વિષયાનો સ્વામી’ -સૂકાં૦ ૧૬
નારદ કહે : સાંભળ, રે પારથ, એ સાધુ તણું કારણ,
ચંદ્રહાસદર્શને લીલી થઈ વાડી જેને વહાલા અશરણશરણ. -સૂકાં૦૧૭
વલણ
વહાલા અશરણશરણ તો સાધુ ભોળપણે ફરે રે,
જ્યાં શાલિગ્રામ કંઠ સાથે, ત્યાં અવળાનું સવળું કરે રે. -સૂકાં૦ ૧૮