સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રમણલાલ ચી. શાહ/ગુલામોનો મુક્તિદાતા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} પોતાનીમાનવતાભરીઉદારતાથીજગવિખ્યાતબનનારઅમેરિકાનાસોળમ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોતાની માનવતાભરી ઉદારતાથી જગવિખ્યાત બનનાર અમેરિકાના સોળમા પ્રમુખ એબ્રહેમ લિંકનનો જન્મ ૧૮૦૯ની ૧૨મી ફેબ્રુઆરીએ અમેરિકાના કેંટકી પરગણાના જંગલમાં એક લાકડાની કોટડીમાં થયેલો. | |||
એ દિવસોમાં અમેરિકાનાં જંગલોમાં માણસો છૂટાછવાયા રખડતા અને શિકાર, મજૂરી, ખેતી કે એવાં બીજાં આજીવિકાનાં સાધનો જ્યાં મળે ત્યાં થોડોક વખત સ્થિર થતા. તરત ઊભી કરી શકાય કે ખસેડી શકાય એવી લાકડાનાં પાટિયાંની કે વળીઓની બનાવેલી કોટડીમાં રહેવાનું એ માણસોને ફાવતું. લિંકનનો જન્મ જેમાં થયો હતો, તે એક નાની અંધારી કોટડી હતી. એમાં જ રાંધવાનું, એમાં જ બેસવાનું ને એમાં જ સૂવાનું. એ કોટડીને વાસી શકાય તેવાં બારીબારણાં નહોતાં. બારીની જગ્યાએ ભીંતોમાં નાનાં બાકોરાં રાખવામાં આવ્યાં હતાં. ઠંડી કે વરસાદથી રક્ષણ મેળવવા બારણા આગળ મોટું ચામડું લટકાવી દેવામાં આવતું. ઠંડીના દિવસોમાં કોટડીમાં ચોવીસે કલાક દેવતા સળગતો રાખવો પડતો. ભોંય પર રીંછનું ચામડું પાથરેલું રહેતું. | |||
આ જંગલોમાં તે સમયે રેડ ઇન્ડિયનો રહેતા. અંગ્રેજોને અમેરિકામાં આવી વસ્યે આઠ પેઢી થઈ ગઈ હતી. ૧૬૩૮માં સેમ્યુઅલ લિંકન નામનો માણસ ઇંગ્લેન્ડ છોડી અમેરિકામાં આવી વસ્યો, એની છઠ્ઠી પેઢીએ ટોમસ લિંકન થઈ ગયા, તે એબ્રહેમના પિતા. એબ્રહેમના દાદાનું નામ પણ એબ્રહેમ લિંકન હતું. ટોમસે પોતાના પિતાના નામ પરથી પુત્રનું નામ પાડેલું. | |||
મિસિસિપી નદીની પશ્ચિમે આવેલો અમેરિકાનો પ્રદેશ ગાઢ જંગલોથી ભરેલો હતો. ત્યાંની જમીન વણખેડાયેલી હતી. ત્યાંના રસ્તાનું કોઈ ભોમિયું નહોતું. માત્ર આદિવાસી રેડ ઇન્ડિયનો ત્યાં વસતા અને શિકાર કરી ખાતા. કોઈ ગોરા લોકો ત્યાં આવી ચડે તો તેમનો પણ શિકાર કરતા. ટોમસના પિતા એબ્રહેમ સ્થળાંતરો કરતા કરતા આ બાજુ આવી ચડયા, ત્યારે કોઈ રેડ ઇન્ડિયને તેમને ગોળીથી વીંધી નાખેલા. છ વરસના બાળક ટોમસને ઉઠાવીને એક રેડ ઇન્ડિયન નાસી જતો હતો, પરંતુ ટોમસના મોટા ભાઈએ તેને ઠાર માર્યો અને બાળકને બચાવી લીધો. | |||
ટોમસના પિતાએ ખેતી કરવા ૪૦૦ એકર જમીન લીધેલી. એનું અવસાન થતાં દીકરાઓ છૂટા પડ્યા. તે વખતે ટોમસ બહુ નાનો હતો. એની સંભાળ રાખનાર કોઈ હતું નહીં, એટલે એ પણ રખડી ખાવા લાગ્યો. એ કાંઈ ભણ્યો નહીં. જે કાંઈ કામ મળે, તે કરીને એ પેટ ભરતો. એ ખેતરોમાં કામ કરતો, તો કદીક સડકો માપવાનું કામ કરતો, ક્યારેક લાકડાની કોટડીઓ બાંધતો. | |||
પણ એ બધાં કરતાં શિકારનો એને બહુ શોખ હતો. નિશાન બરાબર તાકે. નવરો પડે ત્યારે ખભે બંદૂક ભરાવી નીકળી પડ્યો જ હોય. તે એકલો જંગલમાં ભટકતો. આમ રખડપટ્ટીમાં કેટલાંક વરસ ગાળ્યા પછી ટોમસને ક્યાંક સ્થિર થઈ બેસવાનું મન થયું. એલિઝાબેથટાઉનમાં એક સુથારને ત્યાં એ નોકરીએ રહ્યો. ૨૮ વરસની ઉંમરે તેણે પોતાના શેઠની ભત્રીજી નાન્સી સાથે લગ્ન કર્યાં. | |||
નાન્સી સુંદર, હોંશિયાર અને ઘરરખ્ખુ હતી. સ્વભાવે તે સહનશીલ અને માયાળુ હતી. પારકાનું કામ કરી આપીને તે હંમેશાં રાજી થતી. એને લખતાં-વાંચતાં ને કપડાં સીવતાં આવડતું હતું. પોતાના પતિ ટોમસને એણે વાંચતાં-લખતાં શીખવ્યું. એણે એક દીકરીને જન્મ આપ્યો. એનું નામ રાખ્યું સારાહ. | |||
પણ ત્યાં મળતી મજૂરીમાં ટોમસને પત્ની અને સંતાનનું ગુજરાન ચલાવવું અશક્ય લાગ્યું. એણે તે નોકરી છોડી દીધી, અને ખેતી કરવાનો વિચાર કરી જમીન ખરીદી. એની પાસે પૈસા નહોતા, પરંતુ પાછળથી પૈસા ચૂકવવાની શરતે સરકાર પડતર જમીન ખેડવા માટે વેચતી હતી. ટોમસની જમીન થોડી ખેડાયેલી પણ હતી, અને તેમાંથી એક ઝરો વહેતો હતો. ટોમસના એ ખેતરમાં લાકડાની એક કોટડીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં, બહાર હિમવર્ષાનું તોફાન થઈ રહ્યું હતું ત્યારે, એબ્રહેમ લિંકનનો જન્મ થયો. | |||
એ દિવસોમાં અમેરિકામાં રેલગાડી નહોતી અને જંગલના રસ્તાઓ પણ બહુ લાંબા ને વિકટ હતા. પણ નદીમાર્ગે વહાણમાં એક સ્થળેથી બીજે ઓછા ખર્ચે ને ઓછા સમયમાં જઈ શકાતું. વેપાર વધતાં માલની હેરફેર વધતાં, મિસિસિપી નદીમાં સેંકડો હોડીઓ ને વહાણો ફરવા લાગ્યાં, એને કાંઠે કાંઠે ગામો વસવા માંડ્યાં. આમ અમેરિકાના આ છેવાડાના જંગલપ્રદેશમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા. વસ્તીવાળા ગામ-શહેરોમાં શું બની રહ્યું છે તેની આ દૂરનાં જંગલોમાં વસતા લોકોને કશી જ ખબર પહોંચતી નહોતી. તેઓ તો પોતાનું જીવન ટકાવી રાખવાના કામમાં જ મશગૂલ રહેતા. ખોરાક મેળવવા માટે જંગલી પશુઓના શિકારની શોધમાં તેઓ ભટકતા. સ્ત્રીઓ પણ શિકાર કરવા નીકળતી. | |||
* | અહીં ચારેક વરસ વીત્યાં હશે, ત્યાં વળી ટોમસને બીજે ક્યાંક જઈને વસવાટ કરવાની ઇચ્છા થઈ આવી. નોબ ક્રીક નામના સ્થળ પાસે ૨૩૮ એકર જમીન તેણે ખરીદી લીધી અને ત્યાં જઈ વસવાટ કર્યો. | ||
<center>*<center> | |||
સ્થળાંતર | સ્થળાંતર | ||
નોબી ક્રીકમાં થોડી વસતી હતી, એટલે એબ્રહેમને બીજાં નાનાં છોકરાં સાથે રમવાની તક મળી. ઉંમરે નાનો છતાં એબ્રહેમ શરીરે ઊંચો, ભરાવદાર અને મજબૂત હતો. એને વાર્તા સાંભળવાનો શોખ ઘણો. આખા દિવસનું કામ પૂરું થાય એટલે એની માતા બંને બાળકોને પોતાની પાસે બેસાડી રોજ નવી નવી વાર્તા કહેતી. નાનો એબ્રહેમ વાર્તાઓ સાંભળતો અને તેના કાલ્પનિક જગતમાં ખોવાઈ જતો. માતા બાળકોને કક્કો વગેરે પણ શીખવતી. લખતાં-વાંચતાં આવડયું, એટલે એબ્રહેમનો ઉત્સાહ ઘણો વધી ગયો. જંગલમાં રહેનાર શિકારી કે ખેડૂતોને એ દિવસોમાં પોતાનાં બાળકોની સંભાળ લેવાની બહુ દરકાર નહોતી. જે રીતે પોતે ઊછરેલાં તેમ પોતાનાં બાળકો પણ એની મેળે મોટાં થઈ જશે, એમ તેઓ માનતાં. દીકરાને લાકડાં ફાડતાં, લાકડાનું ઘર બનાવતાં, હળ વડે જમીન ખેડતાં ને શિકાર કરતાં આવડે અને દીકરીને રસોઈ બનાવતાં આવડે એટલે બસ, એમ તેમને લાગતું. પરંતુ એબ્રહેમની માતાને પોતાનાં બાળકોની દરકાર વધારે હતી. તેનો પોતાનો ઊછેર સારી રીતે થયો હતો, એટલે પોતાનાં બાળકો પણ સારી રીતે ઊછરે એમ એ હંમેશાં ઇચ્છતી હતી. | |||
પણ આવા દૂરના ગામડાગામમાં બાળકો માટે ભણવાની વ્યવસ્થા નહોતી. કેટલીક વાર ફરતા શિક્ષકો ત્યાં આવી ચડતા, એકાદ-બે મહિના ગામમાં રહીને બાળકોને ભણાવતા અને પાછા બીજે ગામડે ચાલ્યા જતા. એબ્રહેમ પાંચ વર્ષનો થવા આવ્યો ત્યારે એક દિવસ કોઈક ખબર લાવ્યું કે નોબી ક્રીકમાં કોઈ શિક્ષક આવે છે. એથી મા-દીકરાને ખૂબ આનંદ થયો અને આતુરતાપૂર્વક તેઓ શિક્ષકની રાહ જોવા લાગ્યાં. | |||
શિક્ષકે આવીને એકાદ ખાલી પડેલા ઘરમાં નિશાળ ચાલુ કરી. એબ્રહેમને અને દીકરી સારાહને નાન્સી નિશાળે મૂકી આવી. ઘણે વખતે ગામમાં શિક્ષક આવે એટલે નાનકડા ઉત્સવ જેવું વાતાવરણ થાય. ગામમાં હોય તેટલાં બધાં બાળકો એકઠાં થાય. પાંચ વરસથી માંડીને પંદર વરસ સુધીનાં છોકરા-છોકરીઓ ભણવા બેસી જાય. ભણવામાં કક્કો અને થોડાક શબ્દો સિવાય ભાગ્યે જ બીજું કશું હોય, અને કેટલીક વાર તો આવનાર શિક્ષકને પણ એથી વિશેષ કાંઈ જ્ઞાન ન હોય. | |||
એબ્રહેમને તો એની માતા પાસેથી ઘેર કેટલુંક શીખવા મળેલું, એટલે વર્ગમાં એનો નંબર પહેલો રહેતો. શિક્ષક પાસે એ ઉત્સાહપૂર્વક ભણતો. થોડાક દિવસ એમ પસાર થયા અને શિક્ષક તો બીજે ગામ ચાલ્યા ગયા. શાળા બંધ થઈ. બાળકો ફરી પાછાં રમવા ને રખડવા લાગ્યાં. થોડા વખતમાં, ઘણાંખરાં તો પોતે જે શીખેલાં તે ભૂલી પણ ગયાં. | |||
થોડાક મહિના પછી ખબર આવી કે ત્રણ-ચાર માઈલ પરના ગામમાં કોઈ શિક્ષક આવ્યા છે. બાળકો રોજ પેલે ગામ ભણવા જવા લાગ્યાં. પણ થોડા સમય બાદ એ શિક્ષક પણ બીજે ચાલ્યા ગયા, એટલે આ બાળકોનું ભણવાનું બંધ પડ્યું. પછી તો ઘણા વખત સુધી જંગલના આ બાજુના ભાગમાં કોઈ શિક્ષક ફરક્યા નહીં. ત્રણેક વરસ થયાં, ત્યાં તો ટોમસભાઈએ આ જગ્યા છોડીને વળી બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો. એક મિત્રો ખબર આપ્યા કે દૂર દૂર ઓહાયો નદીને સામે પાર ઇન્ડિયાના પ્રદેશમાં વણખેડાયેલો વિશાળ પ્રદેશ પડેલો છે. એટલે ટોમસે ૪૦૦ ગેલન દારૂના બદલામાં પોતાનું ખેતર વેચી નાખીને ઇન્ડિયાના જવાની તૈયારી કરી. સુથારી કામ એને આવડતું હતું, એટલે એણે એક મોટી હોડી તૈયાર કરી. પોતાના ગામથી એકાદ માઈલ પરના ઝરા સુધી એ હોડીને લઈ ગયો. તેમાં દારૂનાં પીપ ભરીને એણે એકલાએ સફર આદરી. | |||
એ ઝરો આગળ જતાં મોટી નદીને મળતો હતો. પણ અડધે જતાં હોડી ઊંધી વળી ગઈ. બીજો કેટલોક સામાન નદીમાં ડૂબી ગયો, પણ એ પોતે બચી ગયો. જેમતેમ કરીને એણે દારૂનાં પીપ બચાવ્યાં અને પોતાની સફર આગળ ચલાવી. | |||
નદીનો પંથ કાપતો કાપતો ટોમસ થોડા દિવસે ઇન્ડિયાનામાં આવી પહોંચ્યો. પેલો દારૂ ખરીદનાર ઘરાક પણ એને મળી ગયા. કોઈકે બતાવ્યું કે ત્યાંથી સોળ માઈલ પર જંગલમાં સારી જમીન આવેલી છે, એટલે પગપાળો એ ત્યાં પહોંચ્યો. એ જમીન પસંદ પડી, એટલે દારૂ વેચતાં મળેલાં નાણાં ચૂકવી, બાકીની રકમ પાછળથી આપવાની શરતે એણે જમીન ખરીદી લીધી. ત્યાંથી પાછા ફરતાં નદીમાં સામા પ્રવાહે એની હોડી ચાલે તેમ નહોતી, એટલે તે પણ વેચી નાખી અને જંગલમાં ચાલતો ચાલતો ઘણે દિવસે એ પોતાને ઘેર આવી પહોંચ્યો. | |||
હવે નવી જમીન પર કુટુંબને લઈ જવા તેણે બે ઘોડા લીધા. એના પર એબ્રહેમ અને સારાહને બેસાડીને એણે પ્રયાણ કર્યું. પોતે ને નાન્સી તો ઘણુંખરું પગપાળા ચાલતાં. સવારસાંજ મજલ કાપે, અને બપોરે તથા રાતે કોઈ ઝાડ નીચે રાવટી તાણી મુકામ કરે. | |||
જંગલ બહુ ગીચ અને ગાઢું હતું. રસ્તા તો એમાં મળે જ નહીં, ક્યાંક નાનકડી પગદંડી હોય. જંગલી પશુઓ ને લૂંટારુઓનો ભય ત્યાં રહેતો. ટોમસ પોતાની બંદૂક હંમેશાં હાથમાં જ રાખતો અને સાવધ રહેતો. | |||
એ કાફલો પોતાના મુકામે પહોંચવા આવ્યો ત્યારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી હતી. | |||
{{Right|[ | {{Right|[‘ગુલામોનો મુક્તિદાતા’ પુસ્તક : ૧૯૫૬]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 09:04, 27 September 2022
પોતાની માનવતાભરી ઉદારતાથી જગવિખ્યાત બનનાર અમેરિકાના સોળમા પ્રમુખ એબ્રહેમ લિંકનનો જન્મ ૧૮૦૯ની ૧૨મી ફેબ્રુઆરીએ અમેરિકાના કેંટકી પરગણાના જંગલમાં એક લાકડાની કોટડીમાં થયેલો.
એ દિવસોમાં અમેરિકાનાં જંગલોમાં માણસો છૂટાછવાયા રખડતા અને શિકાર, મજૂરી, ખેતી કે એવાં બીજાં આજીવિકાનાં સાધનો જ્યાં મળે ત્યાં થોડોક વખત સ્થિર થતા. તરત ઊભી કરી શકાય કે ખસેડી શકાય એવી લાકડાનાં પાટિયાંની કે વળીઓની બનાવેલી કોટડીમાં રહેવાનું એ માણસોને ફાવતું. લિંકનનો જન્મ જેમાં થયો હતો, તે એક નાની અંધારી કોટડી હતી. એમાં જ રાંધવાનું, એમાં જ બેસવાનું ને એમાં જ સૂવાનું. એ કોટડીને વાસી શકાય તેવાં બારીબારણાં નહોતાં. બારીની જગ્યાએ ભીંતોમાં નાનાં બાકોરાં રાખવામાં આવ્યાં હતાં. ઠંડી કે વરસાદથી રક્ષણ મેળવવા બારણા આગળ મોટું ચામડું લટકાવી દેવામાં આવતું. ઠંડીના દિવસોમાં કોટડીમાં ચોવીસે કલાક દેવતા સળગતો રાખવો પડતો. ભોંય પર રીંછનું ચામડું પાથરેલું રહેતું.
આ જંગલોમાં તે સમયે રેડ ઇન્ડિયનો રહેતા. અંગ્રેજોને અમેરિકામાં આવી વસ્યે આઠ પેઢી થઈ ગઈ હતી. ૧૬૩૮માં સેમ્યુઅલ લિંકન નામનો માણસ ઇંગ્લેન્ડ છોડી અમેરિકામાં આવી વસ્યો, એની છઠ્ઠી પેઢીએ ટોમસ લિંકન થઈ ગયા, તે એબ્રહેમના પિતા. એબ્રહેમના દાદાનું નામ પણ એબ્રહેમ લિંકન હતું. ટોમસે પોતાના પિતાના નામ પરથી પુત્રનું નામ પાડેલું.
મિસિસિપી નદીની પશ્ચિમે આવેલો અમેરિકાનો પ્રદેશ ગાઢ જંગલોથી ભરેલો હતો. ત્યાંની જમીન વણખેડાયેલી હતી. ત્યાંના રસ્તાનું કોઈ ભોમિયું નહોતું. માત્ર આદિવાસી રેડ ઇન્ડિયનો ત્યાં વસતા અને શિકાર કરી ખાતા. કોઈ ગોરા લોકો ત્યાં આવી ચડે તો તેમનો પણ શિકાર કરતા. ટોમસના પિતા એબ્રહેમ સ્થળાંતરો કરતા કરતા આ બાજુ આવી ચડયા, ત્યારે કોઈ રેડ ઇન્ડિયને તેમને ગોળીથી વીંધી નાખેલા. છ વરસના બાળક ટોમસને ઉઠાવીને એક રેડ ઇન્ડિયન નાસી જતો હતો, પરંતુ ટોમસના મોટા ભાઈએ તેને ઠાર માર્યો અને બાળકને બચાવી લીધો.
ટોમસના પિતાએ ખેતી કરવા ૪૦૦ એકર જમીન લીધેલી. એનું અવસાન થતાં દીકરાઓ છૂટા પડ્યા. તે વખતે ટોમસ બહુ નાનો હતો. એની સંભાળ રાખનાર કોઈ હતું નહીં, એટલે એ પણ રખડી ખાવા લાગ્યો. એ કાંઈ ભણ્યો નહીં. જે કાંઈ કામ મળે, તે કરીને એ પેટ ભરતો. એ ખેતરોમાં કામ કરતો, તો કદીક સડકો માપવાનું કામ કરતો, ક્યારેક લાકડાની કોટડીઓ બાંધતો.
પણ એ બધાં કરતાં શિકારનો એને બહુ શોખ હતો. નિશાન બરાબર તાકે. નવરો પડે ત્યારે ખભે બંદૂક ભરાવી નીકળી પડ્યો જ હોય. તે એકલો જંગલમાં ભટકતો. આમ રખડપટ્ટીમાં કેટલાંક વરસ ગાળ્યા પછી ટોમસને ક્યાંક સ્થિર થઈ બેસવાનું મન થયું. એલિઝાબેથટાઉનમાં એક સુથારને ત્યાં એ નોકરીએ રહ્યો. ૨૮ વરસની ઉંમરે તેણે પોતાના શેઠની ભત્રીજી નાન્સી સાથે લગ્ન કર્યાં.
નાન્સી સુંદર, હોંશિયાર અને ઘરરખ્ખુ હતી. સ્વભાવે તે સહનશીલ અને માયાળુ હતી. પારકાનું કામ કરી આપીને તે હંમેશાં રાજી થતી. એને લખતાં-વાંચતાં ને કપડાં સીવતાં આવડતું હતું. પોતાના પતિ ટોમસને એણે વાંચતાં-લખતાં શીખવ્યું. એણે એક દીકરીને જન્મ આપ્યો. એનું નામ રાખ્યું સારાહ.
પણ ત્યાં મળતી મજૂરીમાં ટોમસને પત્ની અને સંતાનનું ગુજરાન ચલાવવું અશક્ય લાગ્યું. એણે તે નોકરી છોડી દીધી, અને ખેતી કરવાનો વિચાર કરી જમીન ખરીદી. એની પાસે પૈસા નહોતા, પરંતુ પાછળથી પૈસા ચૂકવવાની શરતે સરકાર પડતર જમીન ખેડવા માટે વેચતી હતી. ટોમસની જમીન થોડી ખેડાયેલી પણ હતી, અને તેમાંથી એક ઝરો વહેતો હતો. ટોમસના એ ખેતરમાં લાકડાની એક કોટડીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં, બહાર હિમવર્ષાનું તોફાન થઈ રહ્યું હતું ત્યારે, એબ્રહેમ લિંકનનો જન્મ થયો.
એ દિવસોમાં અમેરિકામાં રેલગાડી નહોતી અને જંગલના રસ્તાઓ પણ બહુ લાંબા ને વિકટ હતા. પણ નદીમાર્ગે વહાણમાં એક સ્થળેથી બીજે ઓછા ખર્ચે ને ઓછા સમયમાં જઈ શકાતું. વેપાર વધતાં માલની હેરફેર વધતાં, મિસિસિપી નદીમાં સેંકડો હોડીઓ ને વહાણો ફરવા લાગ્યાં, એને કાંઠે કાંઠે ગામો વસવા માંડ્યાં. આમ અમેરિકાના આ છેવાડાના જંગલપ્રદેશમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા. વસ્તીવાળા ગામ-શહેરોમાં શું બની રહ્યું છે તેની આ દૂરનાં જંગલોમાં વસતા લોકોને કશી જ ખબર પહોંચતી નહોતી. તેઓ તો પોતાનું જીવન ટકાવી રાખવાના કામમાં જ મશગૂલ રહેતા. ખોરાક મેળવવા માટે જંગલી પશુઓના શિકારની શોધમાં તેઓ ભટકતા. સ્ત્રીઓ પણ શિકાર કરવા નીકળતી.
અહીં ચારેક વરસ વીત્યાં હશે, ત્યાં વળી ટોમસને બીજે ક્યાંક જઈને વસવાટ કરવાની ઇચ્છા થઈ આવી. નોબ ક્રીક નામના સ્થળ પાસે ૨૩૮ એકર જમીન તેણે ખરીદી લીધી અને ત્યાં જઈ વસવાટ કર્યો.
સ્થળાંતર નોબી ક્રીકમાં થોડી વસતી હતી, એટલે એબ્રહેમને બીજાં નાનાં છોકરાં સાથે રમવાની તક મળી. ઉંમરે નાનો છતાં એબ્રહેમ શરીરે ઊંચો, ભરાવદાર અને મજબૂત હતો. એને વાર્તા સાંભળવાનો શોખ ઘણો. આખા દિવસનું કામ પૂરું થાય એટલે એની માતા બંને બાળકોને પોતાની પાસે બેસાડી રોજ નવી નવી વાર્તા કહેતી. નાનો એબ્રહેમ વાર્તાઓ સાંભળતો અને તેના કાલ્પનિક જગતમાં ખોવાઈ જતો. માતા બાળકોને કક્કો વગેરે પણ શીખવતી. લખતાં-વાંચતાં આવડયું, એટલે એબ્રહેમનો ઉત્સાહ ઘણો વધી ગયો. જંગલમાં રહેનાર શિકારી કે ખેડૂતોને એ દિવસોમાં પોતાનાં બાળકોની સંભાળ લેવાની બહુ દરકાર નહોતી. જે રીતે પોતે ઊછરેલાં તેમ પોતાનાં બાળકો પણ એની મેળે મોટાં થઈ જશે, એમ તેઓ માનતાં. દીકરાને લાકડાં ફાડતાં, લાકડાનું ઘર બનાવતાં, હળ વડે જમીન ખેડતાં ને શિકાર કરતાં આવડે અને દીકરીને રસોઈ બનાવતાં આવડે એટલે બસ, એમ તેમને લાગતું. પરંતુ એબ્રહેમની માતાને પોતાનાં બાળકોની દરકાર વધારે હતી. તેનો પોતાનો ઊછેર સારી રીતે થયો હતો, એટલે પોતાનાં બાળકો પણ સારી રીતે ઊછરે એમ એ હંમેશાં ઇચ્છતી હતી. પણ આવા દૂરના ગામડાગામમાં બાળકો માટે ભણવાની વ્યવસ્થા નહોતી. કેટલીક વાર ફરતા શિક્ષકો ત્યાં આવી ચડતા, એકાદ-બે મહિના ગામમાં રહીને બાળકોને ભણાવતા અને પાછા બીજે ગામડે ચાલ્યા જતા. એબ્રહેમ પાંચ વર્ષનો થવા આવ્યો ત્યારે એક દિવસ કોઈક ખબર લાવ્યું કે નોબી ક્રીકમાં કોઈ શિક્ષક આવે છે. એથી મા-દીકરાને ખૂબ આનંદ થયો અને આતુરતાપૂર્વક તેઓ શિક્ષકની રાહ જોવા લાગ્યાં. શિક્ષકે આવીને એકાદ ખાલી પડેલા ઘરમાં નિશાળ ચાલુ કરી. એબ્રહેમને અને દીકરી સારાહને નાન્સી નિશાળે મૂકી આવી. ઘણે વખતે ગામમાં શિક્ષક આવે એટલે નાનકડા ઉત્સવ જેવું વાતાવરણ થાય. ગામમાં હોય તેટલાં બધાં બાળકો એકઠાં થાય. પાંચ વરસથી માંડીને પંદર વરસ સુધીનાં છોકરા-છોકરીઓ ભણવા બેસી જાય. ભણવામાં કક્કો અને થોડાક શબ્દો સિવાય ભાગ્યે જ બીજું કશું હોય, અને કેટલીક વાર તો આવનાર શિક્ષકને પણ એથી વિશેષ કાંઈ જ્ઞાન ન હોય. એબ્રહેમને તો એની માતા પાસેથી ઘેર કેટલુંક શીખવા મળેલું, એટલે વર્ગમાં એનો નંબર પહેલો રહેતો. શિક્ષક પાસે એ ઉત્સાહપૂર્વક ભણતો. થોડાક દિવસ એમ પસાર થયા અને શિક્ષક તો બીજે ગામ ચાલ્યા ગયા. શાળા બંધ થઈ. બાળકો ફરી પાછાં રમવા ને રખડવા લાગ્યાં. થોડા વખતમાં, ઘણાંખરાં તો પોતે જે શીખેલાં તે ભૂલી પણ ગયાં. થોડાક મહિના પછી ખબર આવી કે ત્રણ-ચાર માઈલ પરના ગામમાં કોઈ શિક્ષક આવ્યા છે. બાળકો રોજ પેલે ગામ ભણવા જવા લાગ્યાં. પણ થોડા સમય બાદ એ શિક્ષક પણ બીજે ચાલ્યા ગયા, એટલે આ બાળકોનું ભણવાનું બંધ પડ્યું. પછી તો ઘણા વખત સુધી જંગલના આ બાજુના ભાગમાં કોઈ શિક્ષક ફરક્યા નહીં. ત્રણેક વરસ થયાં, ત્યાં તો ટોમસભાઈએ આ જગ્યા છોડીને વળી બીજે ક્યાંક જવાનો વિચાર કર્યો. એક મિત્રો ખબર આપ્યા કે દૂર દૂર ઓહાયો નદીને સામે પાર ઇન્ડિયાના પ્રદેશમાં વણખેડાયેલો વિશાળ પ્રદેશ પડેલો છે. એટલે ટોમસે ૪૦૦ ગેલન દારૂના બદલામાં પોતાનું ખેતર વેચી નાખીને ઇન્ડિયાના જવાની તૈયારી કરી. સુથારી કામ એને આવડતું હતું, એટલે એણે એક મોટી હોડી તૈયાર કરી. પોતાના ગામથી એકાદ માઈલ પરના ઝરા સુધી એ હોડીને લઈ ગયો. તેમાં દારૂનાં પીપ ભરીને એણે એકલાએ સફર આદરી. એ ઝરો આગળ જતાં મોટી નદીને મળતો હતો. પણ અડધે જતાં હોડી ઊંધી વળી ગઈ. બીજો કેટલોક સામાન નદીમાં ડૂબી ગયો, પણ એ પોતે બચી ગયો. જેમતેમ કરીને એણે દારૂનાં પીપ બચાવ્યાં અને પોતાની સફર આગળ ચલાવી. નદીનો પંથ કાપતો કાપતો ટોમસ થોડા દિવસે ઇન્ડિયાનામાં આવી પહોંચ્યો. પેલો દારૂ ખરીદનાર ઘરાક પણ એને મળી ગયા. કોઈકે બતાવ્યું કે ત્યાંથી સોળ માઈલ પર જંગલમાં સારી જમીન આવેલી છે, એટલે પગપાળો એ ત્યાં પહોંચ્યો. એ જમીન પસંદ પડી, એટલે દારૂ વેચતાં મળેલાં નાણાં ચૂકવી, બાકીની રકમ પાછળથી આપવાની શરતે એણે જમીન ખરીદી લીધી. ત્યાંથી પાછા ફરતાં નદીમાં સામા પ્રવાહે એની હોડી ચાલે તેમ નહોતી, એટલે તે પણ વેચી નાખી અને જંગલમાં ચાલતો ચાલતો ઘણે દિવસે એ પોતાને ઘેર આવી પહોંચ્યો. હવે નવી જમીન પર કુટુંબને લઈ જવા તેણે બે ઘોડા લીધા. એના પર એબ્રહેમ અને સારાહને બેસાડીને એણે પ્રયાણ કર્યું. પોતે ને નાન્સી તો ઘણુંખરું પગપાળા ચાલતાં. સવારસાંજ મજલ કાપે, અને બપોરે તથા રાતે કોઈ ઝાડ નીચે રાવટી તાણી મુકામ કરે. જંગલ બહુ ગીચ અને ગાઢું હતું. રસ્તા તો એમાં મળે જ નહીં, ક્યાંક નાનકડી પગદંડી હોય. જંગલી પશુઓ ને લૂંટારુઓનો ભય ત્યાં રહેતો. ટોમસ પોતાની બંદૂક હંમેશાં હાથમાં જ રાખતો અને સાવધ રહેતો. એ કાફલો પોતાના મુકામે પહોંચવા આવ્યો ત્યારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી હતી. [‘ગુલામોનો મુક્તિદાતા’ પુસ્તક : ૧૯૫૬]