ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અઘોરપંથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = અગ્રિમઉલ્લેખ | |previous = અગ્રિમઉલ્લેખ | ||
|next =અછાંદસ | |next = અછાંદસ | ||
}} | |||
<br> | <br> |
Latest revision as of 11:44, 15 November 2021
અઘોરપંથ : મેલી સાધના કરનારા અઘોરીઓનો પંથ, જેના પ્રવર્તક ખુદ અઘોરનાથ શિવ મનાય છે. રુદ્રની મૂર્તિને શ્વેતાશ્વેતરોપનિષદમાં અઘોર (મંગલમયી) કહી છે અને એમનો અઘોરમંત્ર પ્રસિદ્ધ છે. નિર્ગુણ અદ્વૈતવાદને સૈદ્ધાન્તિક રીતે અનુસરતો આ પંથ હઠયોગ અને ધ્યાનયોગને આગળ કરે છે અને તંત્રસાહિત્ય પર આધાર રાખે છે. શબસાધના, નરમાંસ તેમજ મળમૂત્રભક્ષણ, ખોપરીમાં મદિરાપાન, એમના માન્ય વ્યવહારો છે. ‘વિવેકસાર’ એમનો પ્રમુખ ગ્રન્થ છે અને એમાં પંથના પ્રસિદ્ધ કિનારામે આત્માનુભવની ચર્ચા કરી છે.
ચં.ટો.