ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગ્રોબિયનવાદ: Difference between revisions

No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ગ્રીકચેતના
|next =
}}

Latest revision as of 14:45, 25 November 2021



ગ્રોબિયનવાદ(Grobianism): ‘ગ્રોબિયન’ શબ્દ જર્મન ગ્રોબહાઈટ (પ્રાકૃતતા) પરથી ઊતરી આવ્યો છે. ગ્રોબિયન એક કાલ્પનિક પાત્ર છે; અને પંદરમી તેમજ સોળમી સદીના જર્મન લેખકો એને બરછટતા અને તોછડાઈના પર્યાય રૂપે પ્રયોજતા આવ્યા છે. બ્રાન્ટે એની વ્યંગ કાવ્યરચના ‘ડાસ નારેનશિફ’ (૧૪૯૪)માં બરછટ અને તોછડું સેન્ટ ગ્રોબિયનસનું પાત્ર રચેલું છે. જર્મનકવિ એફ ડેડકિન્ડે વળી, એની રચનામાં ગ્રોબિયનસની પ્રતિછબિ રૂપે ગ્રોબિયાના નામક સ્ત્રીપાત્ર પણ ઉમેર્યું છે. આ રચનાઓ કટાક્ષપૂર્ણ રીતે પ્રાકૃત વ્યવહારના લાભને પ્રસ્તુત કરે છે. ચં.ટો.