સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ શાહ/પ્રાર્થના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> બળદે, બુદ્ધિદે, તેજદે, તાકાતદે, ધીરજદે, વિવેકદે, જ્ઞાનદે, શાંતિદે,...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
બળદે, બુદ્ધિદે, તેજદે, તાકાતદે,
 
ધીરજદે, વિવેકદે, જ્ઞાનદે, શાંતિદે,
 
અહંકારહરીલે,
બળ દે, બુદ્ધિ દે, તેજ દે, તાકાત દે,
સરળતાદે, નમ્રતાદે, નિર્ભયતાદે.
ધીરજ દે, વિવેક દે, જ્ઞાન દે, શાંતિ દે,
મનેકોઈનોભયનરહો,
અહંકાર હરી લે,
કોઈપ્રકારનોભયનરહો,
સરળતા દે, નમ્રતા દે, નિર્ભયતા દે.
મને કોઈનો ભય ન રહો,
કોઈ પ્રકારનો ભય ન રહો,
ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો,
ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો,
નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો
નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો
—કોઈનોભયનરહો.
—કોઈનો ભય ન રહો.
હેપ્રભુ!
હે પ્રભુ!
અહંકાર, મમતા, રાગએબધા
અહંકાર, મમતા, રાગ એ બધા
તારી-મારીવચ્ચેનાઅંતરાયો
તારી-મારી વચ્ચેના અંતરાયો
વહેલામાંવહેલાદૂરથાઓ,
વહેલામાં વહેલા દૂર થાઓ,
બિંદુસિંધુમાંમળીજાઓ.
બિંદુ સિંધુમાં મળી જાઓ.
એવોધન્યદિવસઆવેત્યાંસુધીમાં
એવો ધન્ય દિવસ આવે ત્યાં સુધીમાં
કર્મનીજંજાળઊભીનકરીબેસું
કર્મની જંજાળ ઊભી ન કરી બેસું
એમાટેશુંકર્તવ્ય, શુંઅકર્તવ્ય,
એ માટે શું કર્તવ્ય, શું અકર્તવ્ય,
એનીપ્રેરણાઆપજો,
એની પ્રેરણા આપજો,
રાતદિવસતારાંકામકરીશકું
રાતદિવસ તારાં કામ કરી શકું
એવીપાત્રતાઆપજો.
એવી પાત્રતા આપજો.
પ્રાણીમાત્રસાથેમૈત્રીભાવરહો,
પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ રહો,
હૃદયમાંથીસૌપ્રત્યેસદ્ભાવવહેતોરહો,
હૃદયમાંથી સૌ પ્રત્યે સદ્ભાવ વહેતો રહો,
પ્રેમઊડોનેવ્યાપકબનો,
પ્રેમ ઊડો ને વ્યાપક બનો,
કરુણાક્રિયાશીલબનો.
કરુણા ક્રિયાશીલ બનો.
સામાન્યમાણસનોરોટલોખાઈને
સામાન્ય માણસનો રોટલો ખાઈને
આમસમુદાયવચ્ચેફરતોરહું,
આમસમુદાય વચ્ચે ફરતો રહું,
એનાસુખદુ:ખનાપ્રશ્નોમાંસહાયરૂપથઈશકું,
એના સુખદુ:ખના પ્રશ્નોમાં સહાયરૂપ થઈ શકું,
એવીશકિતઆપો, શકિતઆપો.
એવી શકિત આપો, શકિત આપો.
એમાટેઅપરિગ્રહનુંબળઆપો.
એ માટે અપરિગ્રહનું બળ આપો.
ઇચ્છાઓનેઅપેક્ષાઓ
ઇચ્છાઓ ને અપેક્ષાઓ
આપોઆપક્ષીણથતીરહો.
આપોઆપ ક્ષીણ થતી રહો.
કોઈનુંકંઈમળે, એવીઇચ્છા
કોઈનું કંઈ મળે, એવી ઇચ્છા
કદીયેનરહેજોએટલુંજનહીં,
કદીયે ન રહેજો એટલું જ નહીં,
બીજાનેજેજોઈએતેવીવસ્તુની
બીજાને જે જોઈએ તેવી વસ્તુની
મનેઇચ્છાજનરહે—
મને ઇચ્છા જ ન રહે—
એવીમારામનનીભૂમિકાસદાયરહેજો.
એવી મારા મનની ભૂમિકા સદાય રહેજો.
મનેજેકાંઈશકિતઆપેલીછે
મને જે કાંઈ શકિત આપેલી છે
તેનાકણેકણનોનેસમયનીક્ષણેક્ષણનો
તેના કણેકણનો ને સમયની ક્ષણેક્ષણનો
ઉત્તમઉપયોગકરીશકું,
ઉત્તમ ઉપયોગ કરી શકું,
જીવનનીછેલ્લીક્ષણસુધી
જીવનની છેલ્લી ક્ષણ સુધી
તારુંનામલેતોરહું, તારાંકામકરતોરહું
તારું નામ લેતો રહું, તારાં કામ કરતો રહું
એટલીસ્વસ્થતાઅનેજાગૃતિઆપજો.
એટલી સ્વસ્થતા અને જાગૃતિ આપજો.
અમારાંસંતાનોનેઉત્તમવિચારોમળજો,
અમારાં સંતાનોને ઉત્તમ વિચારો મળજો,
સદાચરણનીશકિતમળજો;
સદાચરણની શકિત મળજો;
બુદ્ધિ, શકિત, સંપત્તિવગેરે
બુદ્ધિ, શકિત, સંપત્તિ વગેરે
જેકાંઈએમનીપાસેહોય,
જે કાંઈ એમની પાસે હોય,
તેબધુંકેવળપોતાનેમાટેનહીં
તે બધું કેવળ પોતાને માટે નહીં
પરંતુસારાયેસમાજમાટેછે,
પરંતુ સારાયે સમાજ માટે છે,
એવીવિશાળભાવનાએમનીરક્ષાકરજો.
એવી વિશાળ ભાવના એમની રક્ષા કરજો.
</poem>
</poem>

Latest revision as of 09:55, 28 September 2022



બળ દે, બુદ્ધિ દે, તેજ દે, તાકાત દે,
ધીરજ દે, વિવેક દે, જ્ઞાન દે, શાંતિ દે,
અહંકાર હરી લે,
સરળતા દે, નમ્રતા દે, નિર્ભયતા દે.
મને કોઈનો ભય ન રહો,
કોઈ પ્રકારનો ભય ન રહો,
ગરીબીનો, તંગીનો, મુસીબતોનો, રોગનો,
નિરાશાનો, નિષ્ફળતાનો, અપકીર્તિનો, મૃત્યુનો
—કોઈનો ભય ન રહો.
હે પ્રભુ!
અહંકાર, મમતા, રાગ એ બધા
તારી-મારી વચ્ચેના અંતરાયો
વહેલામાં વહેલા દૂર થાઓ,
બિંદુ સિંધુમાં મળી જાઓ.
એવો ધન્ય દિવસ આવે ત્યાં સુધીમાં
કર્મની જંજાળ ઊભી ન કરી બેસું
એ માટે શું કર્તવ્ય, શું અકર્તવ્ય,
એની પ્રેરણા આપજો,
રાતદિવસ તારાં કામ કરી શકું
એવી પાત્રતા આપજો.
પ્રાણીમાત્ર સાથે મૈત્રીભાવ રહો,
હૃદયમાંથી સૌ પ્રત્યે સદ્ભાવ વહેતો રહો,
પ્રેમ ઊડો ને વ્યાપક બનો,
કરુણા ક્રિયાશીલ બનો.
સામાન્ય માણસનો રોટલો ખાઈને
આમસમુદાય વચ્ચે ફરતો રહું,
એના સુખદુ:ખના પ્રશ્નોમાં સહાયરૂપ થઈ શકું,
એવી શકિત આપો, શકિત આપો.
એ માટે અપરિગ્રહનું બળ આપો.
ઇચ્છાઓ ને અપેક્ષાઓ
આપોઆપ ક્ષીણ થતી રહો.
કોઈનું કંઈ મળે, એવી ઇચ્છા
કદીયે ન રહેજો એટલું જ નહીં,
બીજાને જે જોઈએ તેવી વસ્તુની
મને ઇચ્છા જ ન રહે—
એવી મારા મનની ભૂમિકા સદાય રહેજો.
મને જે કાંઈ શકિત આપેલી છે
તેના કણેકણનો ને સમયની ક્ષણેક્ષણનો
ઉત્તમ ઉપયોગ કરી શકું,
જીવનની છેલ્લી ક્ષણ સુધી
તારું નામ લેતો રહું, તારાં કામ કરતો રહું
એટલી સ્વસ્થતા અને જાગૃતિ આપજો.
અમારાં સંતાનોને ઉત્તમ વિચારો મળજો,
સદાચરણની શકિત મળજો;
બુદ્ધિ, શકિત, સંપત્તિ વગેરે
જે કાંઈ એમની પાસે હોય,
તે બધું કેવળ પોતાને માટે નહીં
પરંતુ સારાયે સમાજ માટે છે,
એવી વિશાળ ભાવના એમની રક્ષા કરજો.