ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાઠ સ્પષ્ટીકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાઠ સ્પષ્ટીકરણ, પાઠવિશ્લેષણ (Explication de Text)'''</span> : પાઠસ્પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પાઠસુધાર | |||
|next = પાઠાન્તર | |||
}} |
Latest revision as of 07:11, 28 November 2021
પાઠ સ્પષ્ટીકરણ, પાઠવિશ્લેષણ (Explication de Text) : પાઠસ્પષ્ટીકરણ એ સઘન વાચન પર આધારિત ફ્રેન્ચ સાહિત્યવિચારની પરંપરાગત પદ્ધતિ છે. આ પદ્ધતિમાં કૃતિનાં ઐતિહાસિક અને ભાષાકીય પાસાંઓ વચ્ચે સંબંધ હોવાનું માનવામાં આવે છે. અને એ સંબંધ સાથે પાઠમાં રહેલાં વિશિષ્ટ ઉપકરણો તથા એ ઉપકરણો દ્વારા નિષ્પન્ન થતાં સૌન્દર્યપરક પ્રભાવો કઈ રીતે સંકળાયેલાં છે એનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ પદ્ધતિની વિશેષતા એ છે કે એમાં પાઠનું વિશ્લેષણ, એના લેખક કે વાચકની અંગત રુચિઓ અને માન્યતાઓના સંદર્ભમાં થાય છે.
હ.ત્રિ.