ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસરકાવ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રસરકાવ્ય (Projective Verse)'''</span> : મુક્તપદ્ય(Free Verse)નો આ એક પ્ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રસન્ન રાઘવ
|next = પ્રસંગપ્રચુર
}}

Latest revision as of 08:39, 28 November 2021


પ્રસરકાવ્ય (Projective Verse) : મુક્તપદ્ય(Free Verse)નો આ એક પ્રકાર છે. કોઈપણ પ્રકારના છંદનો આધાર લીધા વિના રચાયેલું કાવ્ય. આ પ્રકારના કાવ્યમાં વિરામચિહ્નોનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને તે દ્વારા કાવ્યને તીવ્ર ગતિ આપવાનો પ્રયત્ન થયો હોય છે. ‘કાવ્યનું સ્વરૂપ એ માત્ર વસ્તુનો પ્રસ્તાર છે’ એવી માન્યતા આ પ્રકારની કાવ્યરચનાના મૂળમાં રહેલી છે. આ કાવ્ય-પ્રકાર અને તેની વિભાવના ૧૯૫૦ની આસપાસ નવ્યવિવેચનના પ્રતિકાર રૂપે અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યાં. ચં.ટો.