સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/થાય છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ‘મુન્નાનેનિશાળમાંમૂકવાનોસમયપાકીગયોછે’—લોકોકહેછે. એનીપા-પાપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
‘મુન્નાનેનિશાળમાંમૂકવાનોસમયપાકીગયોછે’—લોકોકહેછે.
 
એનીપા-પાપગલીબહારનાવિશ્વસાથેહાથમેળવે
 
એનોસમયથઈગયોછે.
‘મુન્નાને નિશાળમાં મૂકવાનો સમય પાકી ગયો છે’—લોકો કહે છે.
રસ્તાઉપરઊભરાતીઅસંખ્યમોટરો, બસો,
એની પા-પા પગલી બહારના વિશ્વ સાથે હાથ મેળવે
સાઇકલોથીબચાવીબચાવી
એનો સમય થઈ ગયો છે.
કોણએનેનિશાળનેઉંબરેમૂકશે—ફૂલનીજેમ?
રસ્તા ઉપર ઊભરાતી અસંખ્ય મોટરો, બસો,
કોણએનાભેરુહશેવર્ગમાં? કોઈતોફાની, જિદ્દી, મશ્કરા:
સાઇકલોથી બચાવી બચાવી
એનેહેરાનતોનહીંકરેને?
કોણ એને નિશાળને ઉંબરે મૂકશે—ફૂલની જેમ?
મારોમુન્નોખૂબશાંતછે. સામોહાથપણનહીંઉપાડે!
કોણ એના ભેરુ હશે વર્ગમાં? કોઈ તોફાની, જિદ્દી, મશ્કરા:
કેવીહશેએની‘ટીચર?’ પ્રેમથીનીતરતીએનીઆંખોહશે
એને હેરાન તો નહીં કરે ને?
કેપછી‘ચૂપબેસો’ કહેતીસોટીલઈનેઊભીરહેશે
મારો મુન્નો ખૂબ શાંત છે. સામો હાથ પણ નહીં ઉપાડે!
બેકડકઆંખો?
કેવી હશે એની ‘ટીચર?’ પ્રેમથી નીતરતી એની આંખો હશે
થાયછે: મારાનાનકડાઘરમાંજએકબાળમંદિરસજાવું.
કે પછી ‘ચૂપ બેસો’ કહેતી સોટી લઈને ઊભી રહેશે
બાળકોનેહસતાંરમતાંગીતગાતાંકરું!
બે કડક આંખો?
અથવામુન્નાનીજોડેરોજહુંજએનીશાળામાંજઈનેબેસું, નેજોઉં.
થાય છે: મારા નાનકડા ઘરમાં જ એક બાળમંદિર સજાવું.
પણ, એનાપપ્પાહસીપડેછે, કહેછે: ‘તુંગાંડીછે,—’
બાળકોને હસતાંરમતાં ગીત ગાતાં કરું!
દરેકમાએક્યારેકતો... વિખૂટાથવુંજપડેછે.
અથવા મુન્નાની જોડે રોજ હું જ એની શાળામાં જઈને બેસું, ને જોઉં.
સવાલમાત્રસમયનોછે!
પણ, એના પપ્પા હસી પડે છે, કહે છે: ‘તું ગાંડી છે,—’
દરેક માએ ક્યારેક તો... વિખૂટા થવું જ પડે છે.
સવાલમાત્ર સમયનો છે!
</poem>
</poem>

Latest revision as of 13:25, 28 September 2022