ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રેખા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = રેખતા
|next = રેખાચિત્ર
}}

Latest revision as of 09:13, 2 December 2021


રેખા : સર્જાતા સાહિત્ય દ્વારા ગુજરાતી પ્રજાજીવનનાં આરોહઅવરોહો અને તેની અંતરંગ છબીને વાચકલભ્ય કરવાના ઉમદા હેતુ અને એ માટેની આવશ્યક ઊંડી સામાજિક નિસ્બત સહિત જયંતિ દલાલે ૧૯૩૯ના ઑગસ્ટમાં અમદાવાદથી પ્રકાશિત કરેલું સાહિત્ય-સંસ્કૃતિનું માસિક. પન્નાલાલ પટેલ અને જયંત ખત્રીની વાર્તાઓ, નવલરામની કટાક્ષિકાઓ, અનંતરાય રાવળનાં ગ્રન્થાવલોકનો, યશવંત શુક્લની કાવ્યસમીક્ષાઓ, ઉત્સવ પરીખની કલમે આંતરરાષ્ટ્રીય રાજનીતિમીમાંસા, બી. કે. મજુમદાર દ્વારા સ્થાપત્યકલાવિષયક લેખો, ‘પડછાયાની પગદંડી’ શીર્ષક તળે શાંતિકુમાર દાણી દ્વારા ફિલ્માવલોકન, ધનસુખલાલની નાટિકાઓ અને નિરૂ દેસાઈની કલમે ‘નવું વાચન’ જેવી સામગ્રી અને સ્થાયી સ્થંભો ધરાવતા ‘રેખા’માં વીસમી સદીના પાંચમા દાયકાની સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક ગતિવિધિનું પ્રામાણિક ચિત્ર સાંપડે છે. ર.ર.દ.