ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિવેચક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિવેચક, સર્જકનો જોડિયો ભાઈ'''</span> : નરસિંહરાવ દિવેટિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિવેચકની સર્જકતા | |||
|next = વિવેચન | |||
}} |
Latest revision as of 10:22, 3 December 2021
વિવેચક, સર્જકનો જોડિયો ભાઈ : નરસિંહરાવ દિવેટિયા એમનાં ગ્રન્થ ‘મનોમુકુર’ ભાગ-૧માં નવલરામના મૂલ્યાંકન દરમ્યાન કવિ અને વિવેચકની પરસ્પરની સંલગ્નતા વિશે ટિપ્પણી કરતાં સ્પષ્ટ કરે છે કે વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પનાપ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં સાથે જ ઊડે છે. બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે. પરંતુ નરસિંહરાવે એ કવિ અને વિવેચકના વ્યાપારો વચ્ચે ભેદ દર્શાવ્યો છે અને કહ્યું છે કે કવિનો વ્યાપાર સંયોગીકરણ(Synthesis)નો છે વિવેચકનો પૃથક્કરણ(Analysis)નો છે. પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ. અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે. નરસિંહરાવની આ વિચારણા સંસ્કૃતમાં કારયિત્રી અને ભાવયિત્રીપ્રતિભાની વિચારણાની ખૂબ નજીકની છે.
ચં.ટો.