ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશેષ'''</span> : વિશેષ અલંકારના ત્રણ પ્રકાર છે. ૧, પ્રસિ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિશિષ્ટાદ્વૈતવાદ
|next = વિશેષક
}}

Latest revision as of 10:24, 3 December 2021


વિશેષ : વિશેષ અલંકારના ત્રણ પ્રકાર છે. ૧, પ્રસિદ્ધ આધાર વગર જ્યારે આધેયની વિશિષ્ટ સ્થિતિ હોય તે પહેલો પ્રકાર. ૨, એક જ વસ્તુની એક જ સ્વરૂપે અનેક આશ્રયમાં ઉપસ્થિતિ તે બીજો પ્રકાર અને ૩, એક જ કાર્ય કરતાં તે જ પ્રયત્નથી ન ધારેલું બીજું કામ પણ આપોઆપ સિદ્ધ થાય તે ત્રીજો પ્રકાર. જેમકે ૧, “સ્વર્ગે ગયેલા હોવા છતાં જેમની અનેક ગુણોથી યુક્ત વાણી જગતને આનંદ આપે છે તે કવિઓ કેમ વંદ્ય ન બને?” ૨, “તે સુંદરી તારા હૃદયમાં વસે છે, આંખોમાં વસે છે અને વચનોમાં પણ વસે છે, અમારા જેવી પાપિણીઓ માટે અવકાશ ક્યાંથી?” જ.દ.