ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વ્યંગકલા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">{{SetTitle}}'''વ્યંગકલા(Satire)'''</span> : પાત્રવિશેષ કે વસ્તુવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વ્યવહારવિજ્ઞાન | |||
|next = વ્યંગચિત્ર | |||
}} |
Latest revision as of 12:24, 3 December 2021
વ્યંગકલા(Satire) : પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમજ સુધારક વલણનું પણ સૂચન કરે છે. હાસ્ય-નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યારબાદ હૉરિસ, ડ્રાય્ડન, રેબલેઈ, સ્વિફ્ટ, હક્સલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઓ નિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હક્સલીકૃત ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ તથા જોર્જ ઑરવલકૃત ‘ઍનિમલ ફાર્મ’ આનાં ઉત્તમ ઉદાહરણો છે. પ.ના