સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/છે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> દરિયાનેતીરએકરેતીનીઓટલી ઊચીઅટૂલીઅમેબાંધીજીરે; પગલુંતેએકએકપા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આ આંજણ છે, | |||
આંખ તારી આંજતી તો જા. | |||
આ કામણ છે, | |||
ભલી બાઈ, ઝીલતી તો જા. | |||
આ પાણી છે, | |||
અંગ તું ઝબોળતી તો જા. | |||
આ વાણી છે, | |||
રંગ તું લપેટતી તો જા. | |||
આ સૂરજ છે, | |||
તેજમાં તણાતી તું જા. | |||
આ વાયરા છે, | |||
વાતમાં વણાતી તું જા. | |||
આ ભૂમિ છે, | |||
ભાર તું ઉતારતી તો જા. | |||
આ ચૂમી છે, | |||
ચિત્તમાં ચંપાતી તો જા. | |||
આ પાંખો છે, | |||
આભને ઉપાડતી તું જા, | |||
આ આંખો છે, | |||
આભલાં ઉતારતી તું જા. | |||
{{Right|[‘કવિતા’ ત્રિમાસિક : ૧૯૬૯]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 12:45, 29 September 2022
આ આંજણ છે,
આંખ તારી આંજતી તો જા.
આ કામણ છે,
ભલી બાઈ, ઝીલતી તો જા.
આ પાણી છે,
અંગ તું ઝબોળતી તો જા.
આ વાણી છે,
રંગ તું લપેટતી તો જા.
આ સૂરજ છે,
તેજમાં તણાતી તું જા.
આ વાયરા છે,
વાતમાં વણાતી તું જા.
આ ભૂમિ છે,
ભાર તું ઉતારતી તો જા.
આ ચૂમી છે,
ચિત્તમાં ચંપાતી તો જા.
આ પાંખો છે,
આભને ઉપાડતી તું જા,
આ આંખો છે,
આભલાં ઉતારતી તું જા.
[‘કવિતા’ ત્રિમાસિક : ૧૯૬૯]