કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મંગલ શબ્દ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. મંગલ શબ્દ| કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> ત્યાં દૂરથી મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧. મંગલ શબ્દ| | {{Heading|૧. મંગલ શબ્દ| }} | ||
<poem> | <poem> | ||
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો! | ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો! | ||
પ્રકાશના ધોધ અમોઘ | શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો | ||
ને લોહી પીને ઊછરેલ | ગજાવતો ચેતનમંત્ર આવતો! | ||
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ! | |||
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો! | પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી | ||
એ મંત્ર ઝીલ્યો જગને | ધપે ધરા નિત્યપ્રવાસપંથે; | ||
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ | ઝૂમી રહી પાછળ અંધકારની | ||
(સમગ્ર કવિતા, પુનર્મુદ્રણ ૨૦૦૧, પૃ. ૫-૬) | તૂટી પડે ભેખડ અર્ધ અંગે. | ||
વિરાટ ખોલી નિજ તેજઆંખ | |||
કલ્યાણનો મંગલ પંથ દાખવે; | |||
એ તેજ પીને નિજ સૃષ્ટિ ખીલતી | |||
જોતી ઘડી, એ વધતી ઉમંગે. | |||
અંગે લગાવ્યા હિમલેપ શીળા, | |||
જ્વાલામુખી કિન્તુ ઉરે જ્વલંત! | |||
મૈયા તણે અંતર શું હશે પીડા? | |||
કે સૃષ્ટિચિંતા ઉરમાં અનંત? | |||
વિશ્રામ કાજે વિરમે નહીં જરા | |||
અકથ્ય દુ:ખે અકળાય હૈડે! | |||
ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે, | |||
ને દૂર ફેલે જલનીલ અંચળા! | |||
ભમે ભમે દુ:ખતપી વસુંધરા! | |||
ડગો ભરે તેજપથે અધીરાં! | |||
એ તોય પૂરા ન થયા પ્રકાશ! | |||
અંધારમાં આથડી ભૂતસૃષ્ટિ! | |||
આ રક્તરંગી પશુપંખીપ્રાણી | |||
પુકારતાં સૌ નખદંતનાશ. | |||
ને લોહી પીને ઊછરેલ ઘેલી | |||
આ લાડીલી માનવતા ધરાની | |||
ઇતિહાસની ભુલભુલામણીઓ | |||
રચે, અને કૈં જગવે લડાઈઓ. | |||
ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે | |||
ને ભીંજતી આત્મ તણાં રુધિરે. | |||
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ! | |||
શમે ન એ આગ અબૂઝ લેશ! | |||
કો સિંચતા જીવનવારિ સંત, | |||
તોયે રહે પાવક એ ધગંત! | |||
પેગામ દૈવી પયગંબરો વદ્યા, | |||
શમી ન એ ભીષણ વિશ્વવેદના! | |||
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો! | |||
યુગો તણી કૈંક પડી કતાર | |||
આવે ધ્વનિ એહની આરપાર: | |||
‘તું પાપ સાથે નવ પાપી મારતો!’ | |||
એ મંત્ર ઝીલ્યો જગને કિનારે | |||
ઊભેલ યોગીપુરુષે અનેકે, | |||
આરણ્યકોએ, ઋષિમંડલોએ; | |||
સુણેલ બુદ્ધે, ઈશુએ, મહાવીરે. | |||
ન તોય નિદ્રાજડ લોક જાગ્યાં | |||
ડૂબી ગયો મંત્ર અનંતતામાં! | |||
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો | |||
આ યુદ્ધથાક્યા જગને કિનારે. | |||
ગાંધી તણે કાન પડ્યો, ઉરે સર્યો, | |||
ને ત્યાં થકી વિશ્વ વિશાળ વિસ્તર્યો. | |||
યુગોયુગોની તપસાધના ફળી! | |||
જરી મહા અંતરવેદના શમી!! | |||
માસે માસે, અભિનવ હાસે, | |||
ઊગે બીજકલા; | |||
યુગે યુગે પયગંબર જાગે | |||
ભાંગે જગશૃંખલા. | |||
{{Right|(સમગ્ર કવિતા, પુનર્મુદ્રણ ૨૦૦૧, પૃ. ૫-૬)}} | |||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = આ શ્રેણીના સંપાદકો | |||
|next = ૨. વિશ્વશાંતિ | |||
}} |
Latest revision as of 07:10, 17 December 2021
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
શતાબ્દીઓના ચિરશાંત ઘુમ્મટો
ગજાવતો ચેતનમંત્ર આવતો!
પ્રકાશના ધોધ અમોઘ ઝીલતી
ધપે ધરા નિત્યપ્રવાસપંથે;
ઝૂમી રહી પાછળ અંધકારની
તૂટી પડે ભેખડ અર્ધ અંગે.
વિરાટ ખોલી નિજ તેજઆંખ
કલ્યાણનો મંગલ પંથ દાખવે;
એ તેજ પીને નિજ સૃષ્ટિ ખીલતી
જોતી ઘડી, એ વધતી ઉમંગે.
અંગે લગાવ્યા હિમલેપ શીળા,
જ્વાલામુખી કિન્તુ ઉરે જ્વલંત!
મૈયા તણે અંતર શું હશે પીડા?
કે સૃષ્ટિચિંતા ઉરમાં અનંત?
વિશ્રામ કાજે વિરમે નહીં જરા
અકથ્ય દુ:ખે અકળાય હૈડે!
ઉચ્છ્વાસથી વાદળગોટ ઊડે,
ને દૂર ફેલે જલનીલ અંચળા!
ભમે ભમે દુ:ખતપી વસુંધરા!
ડગો ભરે તેજપથે અધીરાં!
એ તોય પૂરા ન થયા પ્રકાશ!
અંધારમાં આથડી ભૂતસૃષ્ટિ!
આ રક્તરંગી પશુપંખીપ્રાણી
પુકારતાં સૌ નખદંતનાશ.
ને લોહી પીને ઊછરેલ ઘેલી
આ લાડીલી માનવતા ધરાની
ઇતિહાસની ભુલભુલામણીઓ
રચે, અને કૈં જગવે લડાઈઓ.
ભોળી સ્વહસ્તે નિજ અંગ ચીરે
ને ભીંજતી આત્મ તણાં રુધિરે.
જળ્યાં કરે ચોદિશ કોટિ ક્લેશ!
શમે ન એ આગ અબૂઝ લેશ!
કો સિંચતા જીવનવારિ સંત,
તોયે રહે પાવક એ ધગંત!
પેગામ દૈવી પયગંબરો વદ્યા,
શમી ન એ ભીષણ વિશ્વવેદના!
ત્યાં દૂરથી મંગલ શબ્દ આવતો!
યુગો તણી કૈંક પડી કતાર
આવે ધ્વનિ એહની આરપાર:
‘તું પાપ સાથે નવ પાપી મારતો!’
એ મંત્ર ઝીલ્યો જગને કિનારે
ઊભેલ યોગીપુરુષે અનેકે,
આરણ્યકોએ, ઋષિમંડલોએ;
સુણેલ બુદ્ધે, ઈશુએ, મહાવીરે.
ન તોય નિદ્રાજડ લોક જાગ્યાં
ડૂબી ગયો મંત્ર અનંતતામાં!
એ આજ પાછો ધ્વનિ સ્પષ્ટ ગાજતો
આ યુદ્ધથાક્યા જગને કિનારે.
ગાંધી તણે કાન પડ્યો, ઉરે સર્યો,
ને ત્યાં થકી વિશ્વ વિશાળ વિસ્તર્યો.
યુગોયુગોની તપસાધના ફળી!
જરી મહા અંતરવેદના શમી!!
માસે માસે, અભિનવ હાસે,
ઊગે બીજકલા;
યુગે યુગે પયગંબર જાગે
ભાંગે જગશૃંખલા.
(સમગ્ર કવિતા, પુનર્મુદ્રણ ૨૦૦૧, પૃ. ૫-૬)