કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨. નેજવાંની છાંય તળે: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨. નેજવાંની છાંય તળે|}} <poem> નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો ::: એ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
::: તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન.
::: તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન.
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
::: ને ફરફરતો તોરણનો ફાલ,
::: ને ફરફરતો તોરણનો ફાલ,
Line 14: Line 15:
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
::: ખોળે ખોવાયલું ગવંન.
::: ખોળે ખોવાયલું ગવંન.
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
::: ને છલકાતું એ જ નર્યું રૂપ,
::: ને છલકાતું એ જ નર્યું રૂપ,
Line 20: Line 22:
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
::: ઘૂંટ ભરી પીધું ગગંન.
::: ઘૂંટ ભરી પીધું ગગંન.
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
::: એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
Line 25: Line 28:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૧. જળમાં લખવાં
|next = ૩. હોઉં હવે તો
}}

Latest revision as of 07:35, 15 December 2021


૨. નેજવાંની છાંય તળે

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તોય ફૂલ જેમ ખૂલ્યું છે મંન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે રે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!
છોગાંની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવંન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ,
કંકુનાં પગલાંમાં મ્હોરી ગૈ વાત
જેને રાખી'તી માંડ માંડ ચૂપ!
સમણાંને સાદ કરી, હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગંન.

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મંન.
૧૦-૯-૬૬
(જળમાં લખવાં નામ, પૃ. ૬)