કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪. ભાંગેલું ગામ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. ભાંગેલું ગામ|}} <poem> ઉગમણા સૂરજની આથમણી ઝાંય હવે પાણીમાં પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 12: | Line 12: | ||
સૂનાં બજાર, હાટ, શેરી ને ચૉક | સૂનાં બજાર, હાટ, શેરી ને ચૉક | ||
:: ક્યાંય ટોળે વળે ના લોક-જોણું. | :: ક્યાંય ટોળે વળે ના લોક-જોણું. | ||
ઠાલાં કૂવા-તળાવ, ઝાંઝવાંયે તબકે ના | ઠાલાં કૂવા-તળાવ, ઝાંઝવાંયે તબકે ના | ||
વ્હેતો ભેંકાર હવે વોંકળે. | વ્હેતો ભેંકાર હવે વોંકળે. | ||
Line 22: | Line 23: | ||
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ | ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ | ||
હવે વળગી રહ્યું છે ક્યાંક ભોગળે. | હવે વળગી રહ્યું છે ક્યાંક ભોગળે. | ||
મે ’૭૧ | મે ’૭૧ | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૦)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૦)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩. હોઉં હવે તો | |||
|next = ૫. માળો બાંધીને | |||
}} |
Latest revision as of 07:38, 15 December 2021
૪. ભાંગેલું ગામ
ઉગમણા સૂરજની આથમણી ઝાંય
હવે પાણીમાં પાન પાન ઓગળે,
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ
ક્યાંક વળગી રહ્યું છે હવે ભોગળે.
કલરવની વાદળી તો ક્યાંથી કળાય
ક્યાંય ફરકે ના કલબલનું સોણું,
સૂનાં બજાર, હાટ, શેરી ને ચૉક
ક્યાંય ટોળે વળે ના લોક-જોણું.
ઠાલાં કૂવા-તળાવ, ઝાંઝવાંયે તબકે ના
વ્હેતો ભેંકાર હવે વોંકળે.
કોર્યાં કમાડ, માઢ, મેડી ને ગોખ;
બધે ઝાંખપ ગયું છે કોઈ રોળી,
બાવો મસાણિયોય પાછો ફરે છે
સાવ ખાલી લેઈને હવે ઝોળી.
થીજેલા કાળનેય કોણ હવે કહેશે –
કે રોઈ લે બાપ, મંન મોકળે!
ભીડ્યા દરવાજામાં ભાંગેલું ગામ
હવે વળગી રહ્યું છે ક્યાંક ભોગળે.
મે ’૭૧
(જળમાં લખવાં નામ, પૃ. ૧૦)