કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪. વિશ્વમાનવી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪. વિશ્વમાનવી | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર}} <poem> કીકી કરું બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪. વિશ્વમાનવી | | {{Heading|૪. વિશ્વમાનવી |}} | ||
<poem> | <poem> | ||
કીકી કરું બે નભતારલીની | કીકી કરું બે નભતારલીની | ||
Line 23: | Line 23: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૮)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૫૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩. જઠરાગ્નિ | |||
|next = ૫. સમરકંદ-બુખારા | |||
}} |
Latest revision as of 07:10, 17 December 2021
૪. વિશ્વમાનવી
કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું વા ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે–તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
વીસાપુર જેલ, ૩૦-૬-૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૫૮)