કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૮. પીંછું: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮. પીંછું | કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી}} <poem> જેવો કો નભત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૮. પીંછું | | {{Heading|૮. પીંછું |}} | ||
<poem> | <poem> | ||
જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી | જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી | ||
Line 23: | Line 23: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૯)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૯)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૭. દળણાના દાણા | |||
|next = ૯. બીડમાં સાંજવેળા | |||
}} |
Latest revision as of 07:11, 17 December 2021
૮. પીંછું
જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજપિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એકાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, ર્હે માત્ર હૈયે છવી.
એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
ના ગીત મૂકી ગયું :
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.
બામણા, ૪-૧-૧૯૩૩
(સમગ્ર કવિતા, પૃ. ૭૯)