કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૨૯. સ્મૃતિ-વેદના: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. સ્મૃતિ-વેદના |}} <poem> (પૃથ્વી-શાર્દૂલ-દ્રુતવિલંબિત-પૃથ્વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 27: | Line 27: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૩૭)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૧૩૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૮. બધું વેચી આવ્યો | |||
|next = ૩૦. મારે તો | |||
}} |
Latest revision as of 09:21, 15 December 2021
૨૯. સ્મૃતિ-વેદના
(પૃથ્વી-શાર્દૂલ-દ્રુતવિલંબિત-પૃથ્વી તિલક)
કદીક બસ થૈ જતી ઓશિયાળી કાલિંદી આ લાડકી,
કહ્યું ન કશુંયે ધરે કાન બહાને કશેક હઠે ચડે;
મનોમન બધુંય જાણું-સમજું; અને વઢી ના શકું.
કદીક ખખડે ઉપાન, ખખડે ખૂણે પડી લાકડી,
ચડી-ઊતરતા સુણું અવાજો કદીક વળી ઉંબરે.
રહું બેસી નત, ચૂપ, ન નજરેય માંડી શકું બારણે.
કદીક વહી જાય દહાડો સપરમોય એવો વળી;
પડી રહું વિમૂઢ છેક, પરવારીને કદી સ્નાનથી
ધરું અગરુ-દીપઃ ક્યાંક છલકી જશે આંખ અંદેશથી
જરીક છબિ પાસ જાઉં, તહીંયે નહિ શીશ ઢાળી શકું.
કદીક ભણકાર થાય આદિત્યના શુચિ પાઠના,
જરાક અમથી ઝૂલે વળી ખાટ આછી હવા-લ્હેરથી,
સુણાય ઘરમાં જ ઘરડો ખૂંખારો કશે? – વ્હેમથી
લિયે ઓઢી વહુવારુઓ લાજ પહેલાં પઠે એવુંયે
થતું અનુભવું; છતાંય ન હસી શકું, ન શકું રડી.
(જળમાં લખવાં નામ, પૃ. ૧૩૭)