કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૩. – તો એની તુમાખી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. – તો એની તુમાખી|}} <poem> ગઝલ ગાઈ નાખી તો એની તુમાખી, ને ખિસ્સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 26: | Line 26: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૫૧)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૫૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. – કીજે વળતો વાર | |||
|next = ૪૪. ગઝલની ધા | |||
}} |
Latest revision as of 09:47, 15 December 2021
૪૩. – તો એની તુમાખી
ગઝલ ગાઈ નાખી તો એની તુમાખી,
ને ખિસ્સામાં રાખી તો એની તુમાખી.
દુબારા… દુબારાઃ ભમ્યો કોક ખૂણો;
ફરી વાર ભાખી તો એની તુમાખી.
મળ્યા કાફિયા, શેઅર, મત્લા ને મક્તા,
રચી એમ આખી તો એની તુમાખી.
ન’તી હોકલી, ચુંગી, સિગરેટ, સાફી;
પછી પીધી ખાખી તો એની તુમાખી.
હતી મંચ પર ભીડ કંઈ શાયરોની,
સભા ઝાંખી-પાંખી તો એની તુમાખી.
તપ્યા અંગુલિ ડાયરી મધ્ય રાખી,
ધૃતિ એમ દાખી તો તેની તુમાખી.
કવનની બધી બારીઓ દીધ વાખી,
ખૂલી એક રાખી તો એની તુમાખી.
અમદાવાદ, તા. ૧૭-૬-૯૭
(જળમાં લખવાં નામ, પૃ. ૨૫૧)