છેલ્લું પ્રયાણ/૧. એ દુનિયા હજુ દૂર નથી ગઈ: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
No edit summary
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 114: Line 114:
માંડેલ હોય ઈ થાય જી.  
માંડેલ હોય ઈ થાય જી.  
</poem>  
</poem>  
{{Poem2Open}}
રાતે મેં ઘોઘાવદરની નવી ચણાયેલી ગુજરાતી શાળાના મકાનમાં બેસી ચમાર ભજનિક પાસે ભજન ગવરાવી ગવરાવી ટાંચણ કર્યું. રાત ભાંગી ત્યાં સુધી બેઠા. આ ટાંચણમાં એક કિમતી મુદ્દો છે. લખ્યું છે કે : ‘રસ્તે જ્યારે કાવ્યની લહેર આવે ત્યારે સંત ખાખરાના પત્તામાં શૂળથી લખતા આવે. ઘેર આવીને પછી મોંયે કરી લ્યે.’  

*
*
Line 137: Line 138:
‘સ્પેન્સર ૧૫૯૪ માં ખુદ પોતાના લગ્નપ્રસંગે એક લગ્નગીત ગાય છે. એમાં પણ સંબોધન ‘હે વિદુષી બહેનો!’ એમ છે.’  

પછી એક પારસી વક્તાએ એક ગુજરાતી ગીત ટાંક્યું–  

{{Poem2Close}}
<poem>
‘ચાલો રે બાયો, ચાલો રે બાયો’
‘ચાલો રે બાયો, ચાલો રે બાયો’
‘ચાલો રે ગીતડાં ગાયે જી.
‘ચાલો રે ગીતડાં ગાયે જી.
‘બેનના શુભ લગનનાં
‘બેનના શુભ લગનનાં
‘ચાલો રે ગાતાં ગાયે જી રે.’  
‘ચાલો રે ગાતાં ગાયે જી રે.’  
</poem>
{{Poem2Open}}
નિબંધ વંચાતો હતો ને મારી રમૂજ વધતી હતી. મારી ઉત્સુકતા પણ માંડ અંકુશમાં રહેતી હતી. આવડા બુલંદ પંડિતની પાસે ‘ચાલો રે બાયો ચાલે રે બાયો’ એવી એક કંગાલ કૃતિ સિવાય કોઈ ગુજરાતી લગ્નગીત નહતું! મારાં સંશોધિત લગ્નગીતોને ‘ચૂંદડી’ સંગ્રહ બહાર પડી ગયો હતો. મારી પાસે, મારા કંઠાગ્રે સો જેટલાં ચૂંટેલાં લગ્નગીતો હતાં. પંડિતોના મેજ પર પહોંચી એ ખજાનો બતાવવાની ઉત્સુકતાને માંડમાંડ રોકી રાખી હું એ ભાષણનું ટાંચણ કરતો બેસી રહ્યો.  

એ વિદ્વાન વક્તાના લેખનનું મારું ટાંચણ અહીં પૂરું થાય છે. પંડિત બનવું એ પળે મને મોહક લાગ્યું. થોડીક ​સામગ્રી સાંપડે કે તરત તેના પર અંગ્રેજી ભાષામાં લખવું. એ ભાષા ચીંથરાની ઢીંગલીને પણ પાંડિત્યનો પોષાક પહેરાવી શકે તેવી છે.

Line 156: Line 161:
ભજન–વાણીના ગાયકો આ માર્ગીઓના નામે ચડાવવામાં આવતો અનાચાર કેટલો તથ્યવાળો છે ને કેટલો કલ્પનાસર્જિત છે તેની તપાસનો મુદ્દો પ્રસ્તુત નથી, પણ આવા વ્યાપક અનાચારની સાથે વળગેલી હોવી જોઈએ તેવી ઉન્મત્તતા, તેવી નશાખોરી, માંસમદ્યાદિનો બહેકાટ, ચેનચાળા ને કુચેષ્ટાઓ જેવું કશું આપણી નજરે આવતું નથી. માર્ગીની નમ્રતા, શાંતિમયતા, મિતભાષિતા, ભજનપ્રેમ, વિગલિતપણું, સેવાપરાયણતા ને ગાંભીર્ય સર્વત્ર તરવરતાં હોય છે; લંપટપણું પોતાનાં ભોગ થઈ પડેલાંની ચોપાસ જે બિભીષિકા જન્માવે છે તે મેં માર્ગી ગૃહો-કુટુંબોમાં જોયું નથી. આગણા સ્વચ્છ, નરનાર આનંદી, સ્ત્રી શરીરો સ્વસ્થ ને સુઘડ, વાણીમાં ગંદાપણાનો સદંતર અભાવ, હેતાળ ને હસમુખાં, શ્રમપ્રધાન જીવન, અને ભજન ગાવાની ભાવપૂર્ણ છટા, એ તો નજરે જોવાતાં લક્ષણો છે. બીજે પાસે નાનો પાટ અને મોટો પાટ એ નામની તેમની સામૂહિક ધર્મક્રિયાઓ, ‘મોટા પાટ'ની સાથે સંલગ્ન કહેવાતી ગુપ્તતા ને સામૂહિક વ્યભિચારની જુગુપ્સકતા, એ પણ નિશ્ચિતપણે કહેવાની બાબતો છે. મૂંઝવણ એ રહે છે, કે આ બે તત્વોનો સમન્વય શી રીતે સચવાય છે? લંપટતાનો બહેકાટ કેમ ન પ્રવર્ત્યો; દંપતીજીવન અને કુટુંબવ્યવસ્થા છિન્નભિન બનવાને બદલે સમધારણ ગતિએ શા માટે ચાલ્યા કરે છે? ગામીનાં અનાથ, રોગી કે દુઃખી જનોની પાસે જ્યારે કોઈ બીજું ન જાય તેટલી ગંદકી થઈ પડી હોય છે ત્યારે ત્યાં જઈ પહોંચીને રસી મળ મૂત્ર ધોનારા આ માર્ગીઓ જ કેમ હોય છે? ઘરઘરથી રામરોટીના ટાઢા ઊના ટુકડા ભીખી લાવીને ક્ષુધાર્તોને ખવરાવનાર આ માર્ગી જ કેમ હોય છે? માર્ગી સાધુના હૃદયનું માર્દવ સૌથી જુદું શાને પડી જાય છે? માનાપમાનના રાગદ્વેષથી એ કેમ મુક્ત હોય છે?

<br>
{{HeaderNav2
|previous = નિવેદન
|next = ૨. એ પ્રાણ હજુ મર્યો નથી
}}