પલકારા/દીક્ષા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|દીક્ષા|}} {{Poem2Open}} “ધન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને ! આટલી બાળ અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by the same user not shown) | |||
Line 48: | Line 48: | ||
આખરે જ્યારે આ જગતની ‘ચેરાઈ ગયેલી’ ઉપર મઠના આંતરભાગના ડેલાએ પોતાનાં જડબાં જેવાં બે મોટાં કમાડ બીડ્યાં, ત્યારે બાપ બાઘા જેવો ઊભો થઈ રહ્યો, બે મોટાં ભાઈબહેન શાંત રુદન કરતાં ઊભાં, પણ નાનો કીકો તો દોટ કાઢીને ડેલા પાસે આવી પહોંચ્યો. એણે ચીસો નાખીબ્: “ઓ માબ્! ઓ માબ્! ઓ મા !” | આખરે જ્યારે આ જગતની ‘ચેરાઈ ગયેલી’ ઉપર મઠના આંતરભાગના ડેલાએ પોતાનાં જડબાં જેવાં બે મોટાં કમાડ બીડ્યાં, ત્યારે બાપ બાઘા જેવો ઊભો થઈ રહ્યો, બે મોટાં ભાઈબહેન શાંત રુદન કરતાં ઊભાં, પણ નાનો કીકો તો દોટ કાઢીને ડેલા પાસે આવી પહોંચ્યો. એણે ચીસો નાખીબ્: “ઓ માબ્! ઓ માબ્! ઓ મા !” | ||
નાના કીકાની ચીસોના જવાબમાં ડેલાનાં જંગી કમાડોએ ‘ક ૨ ડ ડ ડ !’ એવો ઘુરકાટ કર્યો. | નાના કીકાની ચીસોના જવાબમાં ડેલાનાં જંગી કમાડોએ ‘ક ૨ ડ ડ ડ !’ એવો ઘુરકાટ કર્યો. | ||
[૨] | |||
<center>'''[૨]'''</center> | |||
ધર્માલયની દીવાલો કારાગૃહની કે કિલ્લાની દીવાલો કરતાં વધારે કાળી અને વધારે કરપીણ હોય છે. કેદખાનું ફક્ત શરીરને પૂરી રાખે છે, ધર્માલય શરીરને અને આત્માને બન્નેને. | ધર્માલયની દીવાલો કારાગૃહની કે કિલ્લાની દીવાલો કરતાં વધારે કાળી અને વધારે કરપીણ હોય છે. કેદખાનું ફક્ત શરીરને પૂરી રાખે છે, ધર્માલય શરીરને અને આત્માને બન્નેને. | ||
મઠના પુરાતન દરવાજા ઉપર આઠેય પ્રહર તાળું રહેતું. અરધો ગજ લંબાઈની એની ચાવીઓનો મોટો ઝૂડો સાચવતી એક સિત્તેર વર્ષની બુઢ્ઢી, સાધ્વી ત્યાં સૂનમૂન બેસી રહેતી. બહારથી કોઈ દરવાજો ઠોકતું ત્યારે પ્રથમ પહેલાં એ બુઢ્ઢી સાધ્વી બીતી બીતી કમાડ સોંસરવાં ચાર ઝીણાં બાકોરાનું ચગદું ઉપાડીને નજર કરતી. સાઠ વર્ષના એક દાક્તર સિવાય ત્યાં કોઈથી દાખલ થવાતું નહોતું. દાક્તર સિવાય કોઈ પુરુષનું મોં જોવું એ ત્યાં મહાપાપ લેખાતું. | મઠના પુરાતન દરવાજા ઉપર આઠેય પ્રહર તાળું રહેતું. અરધો ગજ લંબાઈની એની ચાવીઓનો મોટો ઝૂડો સાચવતી એક સિત્તેર વર્ષની બુઢ્ઢી, સાધ્વી ત્યાં સૂનમૂન બેસી રહેતી. બહારથી કોઈ દરવાજો ઠોકતું ત્યારે પ્રથમ પહેલાં એ બુઢ્ઢી સાધ્વી બીતી બીતી કમાડ સોંસરવાં ચાર ઝીણાં બાકોરાનું ચગદું ઉપાડીને નજર કરતી. સાઠ વર્ષના એક દાક્તર સિવાય ત્યાં કોઈથી દાખલ થવાતું નહોતું. દાક્તર સિવાય કોઈ પુરુષનું મોં જોવું એ ત્યાં મહાપાપ લેખાતું. | ||
Line 72: | Line 76: | ||
“નહિ, નહિ. મારે ને એને શું? એવી સંસારી વાતો કરો નહિ, દાક્તર !” | “નહિ, નહિ. મારે ને એને શું? એવી સંસારી વાતો કરો નહિ, દાક્તર !” | ||
એમ કહીને એ ચાલી ગઈ. જગતમાં “ચેરાયેલી' ફરતી તે વેળાની રૂપરૂપની પૂતળીને આજે દાક્તરે એ કમ્મર ઢળકતા કાળા ચોટલા વિનાની દેખી, ખાંપણમાં લપેટાયેલું મુડદું સ્મશાનમાંથી ખડું થઈને ચાલ્યું જતું હોય એવો એનો દેખાવ હતો. | એમ કહીને એ ચાલી ગઈ. જગતમાં “ચેરાયેલી' ફરતી તે વેળાની રૂપરૂપની પૂતળીને આજે દાક્તરે એ કમ્મર ઢળકતા કાળા ચોટલા વિનાની દેખી, ખાંપણમાં લપેટાયેલું મુડદું સ્મશાનમાંથી ખડું થઈને ચાલ્યું જતું હોય એવો એનો દેખાવ હતો. | ||
-ને બહાર દુકાનો માંડીને બેઠેલું જગત બોલતું હતું કે “ચેતી ગયો જીવડો. પરલોકનું સાધન હાથ કરી લીધું. ધન્ય છે, ભાઈ, એવા ત્યાગને !” | |||
(૩) | |||
<Center>'''(૩)'''</Center> | |||
“આજનો દા'ડો ! મોટાં મૈયા ! કૃપા કરીને આજનો દા'ડો !” | “આજનો દા'ડો ! મોટાં મૈયા ! કૃપા કરીને આજનો દા'ડો !” | ||
“હા હા, મૈયા ! ભલાં થઈને આજનો દા'ડો પાઠ બંધ રાખો.” | “હા હા, મૈયા ! ભલાં થઈને આજનો દા'ડો પાઠ બંધ રાખો.” | ||
Line 94: | Line 102: | ||
ભદ્રભાવે શોભતાં નાનાં ગોરાણી પણ સહુની વહારે ચડયાં : “મૈયા ! એ. બાપડીને ક્ષમા કરો.” | ભદ્રભાવે શોભતાં નાનાં ગોરાણી પણ સહુની વહારે ચડયાં : “મૈયા ! એ. બાપડીને ક્ષમા કરો.” | ||
માફી અપાઈ અને એક દિવસને માટે શાસ્ત્રપાઠમાંથી સહુને મુક્તિ મળી.. | માફી અપાઈ અને એક દિવસને માટે શાસ્ત્રપાઠમાંથી સહુને મુક્તિ મળી.. | ||
(૪) | |||
<center>'''(૪)'''</center> | |||
ચારેય બાળબ્રહ્મચારિણી યુવાન સાધ્વીઓ, બીજાં સહુથી છૂટી પડી જઈ, દરવાજા પાસેનાં ખંડમાં કૂદાકૂદ કરતી આવી. એકાંતની અંદર એ ચારેય જણીઓ સાધ્વી મટી જઈને ફરી એક વાર જાણે જોબનને હીંડોળે ઝૂલવા લાગી. તેઓની કામણભરી મોટી આંખો ઊંચ-નીચે અને આજુબાજુ ચકળવકળ થઈ રહી. ચારેયના દેહમાં થનગનાટ ચાલ્યો. પરસ્પર પ્યાર કરતી ચાર કિન્નરીઓ જેવી એ એકબીજાના હાથમાં હાથ પરોવીને ટેબલની આસપાસ બેઠી. વાર્તાલાપ ચાલ્યો : | ચારેય બાળબ્રહ્મચારિણી યુવાન સાધ્વીઓ, બીજાં સહુથી છૂટી પડી જઈ, દરવાજા પાસેનાં ખંડમાં કૂદાકૂદ કરતી આવી. એકાંતની અંદર એ ચારેય જણીઓ સાધ્વી મટી જઈને ફરી એક વાર જાણે જોબનને હીંડોળે ઝૂલવા લાગી. તેઓની કામણભરી મોટી આંખો ઊંચ-નીચે અને આજુબાજુ ચકળવકળ થઈ રહી. ચારેયના દેહમાં થનગનાટ ચાલ્યો. પરસ્પર પ્યાર કરતી ચાર કિન્નરીઓ જેવી એ એકબીજાના હાથમાં હાથ પરોવીને ટેબલની આસપાસ બેઠી. વાર્તાલાપ ચાલ્યો : | ||
“મૈયા ! પ્રથમ તમારી વાતો કરો.” | “મૈયા ! પ્રથમ તમારી વાતો કરો.” | ||
Line 140: | Line 152: | ||
દાક્તરે સૂચક ઈશારત કરી. ‘બાલિકા નવાં મૈયાને જ ભળી ચૂકી. સહુ ત્યાંથી ધીરે પગલે સરકી ગયાં. સંધ્યા-સ્તવનનો સમય થયો હતો. | દાક્તરે સૂચક ઈશારત કરી. ‘બાલિકા નવાં મૈયાને જ ભળી ચૂકી. સહુ ત્યાંથી ધીરે પગલે સરકી ગયાં. સંધ્યા-સ્તવનનો સમય થયો હતો. | ||
પાઠશાળામાં દિનભરનાં પાપોની ક્ષમાપનાનાં સ્તોત્રો ગુંજી ઊઠ્યાં. ત્યારે એ ગુંજારવની વચ્ચે સ્વરોની નકશી ભરતો નવાં મૈયાનો અવાજ બાળકની ટોપલી પર 'હાલાં વાલાં' રેલાવતો હતો. એણે એકલીએ જ એ સંધ્યાની ક્ષમાપનામાં કે પ્રાર્થનામાં સાથ દીધો નહિ. | પાઠશાળામાં દિનભરનાં પાપોની ક્ષમાપનાનાં સ્તોત્રો ગુંજી ઊઠ્યાં. ત્યારે એ ગુંજારવની વચ્ચે સ્વરોની નકશી ભરતો નવાં મૈયાનો અવાજ બાળકની ટોપલી પર 'હાલાં વાલાં' રેલાવતો હતો. એણે એકલીએ જ એ સંધ્યાની ક્ષમાપનામાં કે પ્રાર્થનામાં સાથ દીધો નહિ. | ||
(૫) | |||
<center>'''(૫)'''</center> | |||
વાતાવરણ વીફરી ગયું. દરવાજાની બાજુના નાના ચક્કર વાટે સૂવાનું પાણી. એરંડિયાની શીશીઓ, નાનાં ગરમ મોજાં, ઘૂઘરો અને ધાવણી આવતાં થયાં. સાધ્વીઓનાં સીવણમાં બાબીને સારુ જાતજાતનાં ફરાક, ચડીઓ, લાળિયાં ને ત્રાંસિયાં સિવાતાં થયાં. કોનું સીવેલું ફરાક વધુ શોભે છે તેની સરસાઈ ચાલી. ધર્માલયની ફરસબંધી વારંવાર બાબીનાં મળમૂત્રો વડે ગંદી થવા લાગી. બાબીને અક્કેક દાંત ઊગતો દેખાયો, તેનું કુતૂહલ અને વિસ્મય સહુ સાધ્વીઓને ઘેલી ઘેલી કરી નાખવા લાગ્યું. બાબી ભાંગ્યાતૂટ્યા બોલ બબડતી થઈ, એટલે તો આશ્ચર્ય અને હસાહસની અવધિ જ આવી રહી. | વાતાવરણ વીફરી ગયું. દરવાજાની બાજુના નાના ચક્કર વાટે સૂવાનું પાણી. એરંડિયાની શીશીઓ, નાનાં ગરમ મોજાં, ઘૂઘરો અને ધાવણી આવતાં થયાં. સાધ્વીઓનાં સીવણમાં બાબીને સારુ જાતજાતનાં ફરાક, ચડીઓ, લાળિયાં ને ત્રાંસિયાં સિવાતાં થયાં. કોનું સીવેલું ફરાક વધુ શોભે છે તેની સરસાઈ ચાલી. ધર્માલયની ફરસબંધી વારંવાર બાબીનાં મળમૂત્રો વડે ગંદી થવા લાગી. બાબીને અક્કેક દાંત ઊગતો દેખાયો, તેનું કુતૂહલ અને વિસ્મય સહુ સાધ્વીઓને ઘેલી ઘેલી કરી નાખવા લાગ્યું. બાબી ભાંગ્યાતૂટ્યા બોલ બબડતી થઈ, એટલે તો આશ્ચર્ય અને હસાહસની અવધિ જ આવી રહી. | ||
આ બાબીને સહેજ શરદી લાગી જતાં તો ગરમ પાણીની કોથળી, અળશીની પોલ્ટીસ, લેપના ડબા વગેરે વસ્તુઓની ધમાલ ચાલી રહેતી. ધર્મના પાઠ વાંચવામાં સાધ્વીઓ બગાસાં ખાતી, જ્યારે બાબીને માટે આખી રાતના ઉજાગરા ઉપરાઉપરી ખેંચાતા. | આ બાબીને સહેજ શરદી લાગી જતાં તો ગરમ પાણીની કોથળી, અળશીની પોલ્ટીસ, લેપના ડબા વગેરે વસ્તુઓની ધમાલ ચાલી રહેતી. ધર્મના પાઠ વાંચવામાં સાધ્વીઓ બગાસાં ખાતી, જ્યારે બાબીને માટે આખી રાતના ઉજાગરા ઉપરાઉપરી ખેંચાતા. | ||
Line 147: | Line 163: | ||
બાબી મોટી થઈ, નવાં મૈયાને ‘મા’ તરીકે ઓળખવા માંડી. | બાબી મોટી થઈ, નવાં મૈયાને ‘મા’ તરીકે ઓળખવા માંડી. | ||
બાબી આઠ વરસની… દસ વરસની થઈ. ધર્માલયના ઊંચા લતામંડપો પર ચડી ચડીને ફૂલો ચૂંટતી થઈ. ચૂંટતાં ચૂંટતાં ગાવા લાગી. શું શું ગાતી હતી ? ગાતી હતી કંઈક આવું આવું : | બાબી આઠ વરસની… દસ વરસની થઈ. ધર્માલયના ઊંચા લતામંડપો પર ચડી ચડીને ફૂલો ચૂંટતી થઈ. ચૂંટતાં ચૂંટતાં ગાવા લાગી. શું શું ગાતી હતી ? ગાતી હતી કંઈક આવું આવું : | ||
મારા ઘર પછવાડે રે વાડિયું; | {{Poem2Close}} | ||
<Poem> | |||
'''મારા ઘર પછવાડે રે વાડિયું;''' | |||
:'''એનાં ફૂલડાં લેર્યે જાય રે,''' | |||
વાગે છે વેરણ રે વાંસળી. | :'''વાગે છે વેરણ રે વાંસળી.''' | ||
:'''એનાં ફૂલડિયા ફોર્યે જાય રે,''' | |||
વાગે છે વેરણ રે વાંસળી. | '''વાગે છે વેરણ રે વાંસળી.''' | ||
:'''એનાં ફૂલડિયાં કરમાય રે.''' | |||
'''વાગે છે વેરણ રે વાંસળી.''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
પાઠશાળામાં વૃદ્ધ સાધ્વીઓ સીવણ કરતી કરતી ધ્યાનચૂક થતી. હાથમાં સોય થંભાવીને બાબીના સૂરોમાં તાલ દેવા લાગતી. એક યુવાન સાધ્વીને નવો પાઠ આપવામાં આવ્યો હતો. તે ગોખતી ગોખતી બાબીના ગીતથી ધ્યાનભંગ થતી હતી. વારંવાર વડાં સાધ્વીજી કરડો અવાજ કરીને એને ટપારતાં હતાં કે “અટકો છો શા માટે મૈયા ! ગોખો. ગોખો. ગોખો ભલાં થઈને !” | પાઠશાળામાં વૃદ્ધ સાધ્વીઓ સીવણ કરતી કરતી ધ્યાનચૂક થતી. હાથમાં સોય થંભાવીને બાબીના સૂરોમાં તાલ દેવા લાગતી. એક યુવાન સાધ્વીને નવો પાઠ આપવામાં આવ્યો હતો. તે ગોખતી ગોખતી બાબીના ગીતથી ધ્યાનભંગ થતી હતી. વારંવાર વડાં સાધ્વીજી કરડો અવાજ કરીને એને ટપારતાં હતાં કે “અટકો છો શા માટે મૈયા ! ગોખો. ગોખો. ગોખો ભલાં થઈને !” | ||
ધર્માલયની ભીંતો વચ્ચે ‘વાંસળી’નું સંસારી ગાન પેસી ગયું હતું. બાબીના કંઠે સાધ્વીઓના સૂતેલા પ્રાણને જાગ્રત કર્યા હતાં. ખાડી જેવું બંધિયાર ધર્માલય સંસારી વહાલપના મહાસાગરની ભરતીએ ભરાઈ ગયું. | ધર્માલયની ભીંતો વચ્ચે ‘વાંસળી’નું સંસારી ગાન પેસી ગયું હતું. બાબીના કંઠે સાધ્વીઓના સૂતેલા પ્રાણને જાગ્રત કર્યા હતાં. ખાડી જેવું બંધિયાર ધર્માલય સંસારી વહાલપના મહાસાગરની ભરતીએ ભરાઈ ગયું. | ||
[૬] | |||
<center>'''[૬]'''</center> | |||
દસ વર્ષો બીજાં પણ આવી આવીને ગયાં. કે દિવસની સંધ્યા નમતી નમતી સૂરજની બાથમાં જાણે સમાતી હતી. ‘કાલે આવીશ’ એવો કોલ દેતા સૂર્યનું છેલ્લું ચુંબન સંધ્યાના ગાલો ઉપર સુરખી છલકાવતું હતું. એ લાલી ફક્ત આ ધર્માલયની ઊંચી દીવાલોની અંદર જ નહોતી દેખી શકાતી. | દસ વર્ષો બીજાં પણ આવી આવીને ગયાં. કે દિવસની સંધ્યા નમતી નમતી સૂરજની બાથમાં જાણે સમાતી હતી. ‘કાલે આવીશ’ એવો કોલ દેતા સૂર્યનું છેલ્લું ચુંબન સંધ્યાના ગાલો ઉપર સુરખી છલકાવતું હતું. એ લાલી ફક્ત આ ધર્માલયની ઊંચી દીવાલોની અંદર જ નહોતી દેખી શકાતી. | ||
દરવાજાનાં કમાડ પાસે એંશી વર્ષની બુઢ્ઢી સાધ્વી નીચું ઘાલી બેઠી હતી. બાળ બ્રહ્મચારિણી હતી. પોતે અહીં ક્યારે દાખલ થઈ તે પણ વીસરી ગઈ હતી. જુવાની આવીને ક્યારે ચાલી ગઈ તેનું પણ એને ભાન નહોતું રહ્યું. | દરવાજાનાં કમાડ પાસે એંશી વર્ષની બુઢ્ઢી સાધ્વી નીચું ઘાલી બેઠી હતી. બાળ બ્રહ્મચારિણી હતી. પોતે અહીં ક્યારે દાખલ થઈ તે પણ વીસરી ગઈ હતી. જુવાની આવીને ક્યારે ચાલી ગઈ તેનું પણ એને ભાન નહોતું રહ્યું. | ||
Line 179: | Line 203: | ||
રાત આ રીતે વીતી. પ્રભાતે એણે ગાલ અને આંખો લૂછી નાખ્યાં; રજા આપી: “બાબીને પરણાવો સુખેથી.” | રાત આ રીતે વીતી. પ્રભાતે એણે ગાલ અને આંખો લૂછી નાખ્યાં; રજા આપી: “બાબીને પરણાવો સુખેથી.” | ||
એ વાક્યની પછવાડે બોલનારીના હૃદયનું લોહી ટપકતું હતું : ટીપે, ટીપે, ટીપે... | એ વાક્યની પછવાડે બોલનારીના હૃદયનું લોહી ટપકતું હતું : ટીપે, ટીપે, ટીપે... | ||
(૭) | |||
<Center>'''(૭)'''</Center> | |||
“લાવો લાવો કાંસકી મારા હાથમાં, મૈયા! તમને ક્યાં બાબીનું માથું ઓળતાં આવડે છે?” | “લાવો લાવો કાંસકી મારા હાથમાં, મૈયા! તમને ક્યાં બાબીનું માથું ઓળતાં આવડે છે?” | ||
“અરે, પણ આ સેંથો જુનવાણી રીતનો સીધો શું લ્યો છો તમે, મૈયા ? રૂપા...ળો જમણી આંખની ભમ્મર ઉપરથી બરાબર ખેંચો ને!” | “અરે, પણ આ સેંથો જુનવાણી રીતનો સીધો શું લ્યો છો તમે, મૈયા ? રૂપા...ળો જમણી આંખની ભમ્મર ઉપરથી બરાબર ખેંચો ને!” | ||
Line 191: | Line 219: | ||
“હાં, હવે પાનેતર લાવો. ચૂંદડી લાવો.” | “હાં, હવે પાનેતર લાવો. ચૂંદડી લાવો.” | ||
બાબીના સીધા સોટા જેવા સુડોળ દેહ ઉપર શ્વેત આછું પાનેતર ઝૂલવા લાગ્યું. તેની ઉપર યુવાન સંન્યાસિનીઓ ચૂંદડીના પાલવ ગોઠવવા મંડી પડી. | બાબીના સીધા સોટા જેવા સુડોળ દેહ ઉપર શ્વેત આછું પાનેતર ઝૂલવા લાગ્યું. તેની ઉપર યુવાન સંન્યાસિનીઓ ચૂંદડીના પાલવ ગોઠવવા મંડી પડી. | ||
એકાદ જણીથી ન રહેવાયું; એ ગુંજવા લાગી : | એકાદ જણીથી ન રહેવાયું; એ ગુંજવા લાગી : | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
ઓઢોને, બેનડ, ચૂંદડી : | ઓઢોને, બેનડ, ચૂંદડી : | ||
મારો નખના પરવાળા જેવી ચૂંદડી ! | મારો નખના પરવાળા જેવી ચૂંદડી ! | ||
ઓઢોને, બેનડ, ચૂંદડી ! | ઓઢોને, બેનડ, ચૂંદડી ! | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
ગોરાણી ન રહી શક્યાં: “ભગવતનાં સ્તવનો છોડીને સંસારી ગીત ગાવા લાગી પડી, બાઈઓ?” | ગોરાણી ન રહી શક્યાં: “ભગવતનાં સ્તવનો છોડીને સંસારી ગીત ગાવા લાગી પડી, બાઈઓ?” | ||
{{Poem2Close}} | |||
<Poem> | |||
‘ત્યાં પાટલી વાળતી બીજી સાધ્વીએ ટહુકો પૂર્યો: | ‘ત્યાં પાટલી વાળતી બીજી સાધ્વીએ ટહુકો પૂર્યો: | ||
વાયા વાયા રે કાંઈ ઓતર-દખણના વાયરા રે! | '''વાયા વાયા રે કાંઈ ઓતર-દખણના વાયરા રે!''' | ||
ચૂંદડીના છેડા ફરુકિયા. | '''ચૂંદડીના છેડા ફરુકિયા.''' | ||
:'''દીઠો દીઠો એની કેડય કેરો લાંક રે!''' | |||
બીજો રે દીઠો સવા ગજ ચોટલો. | '''બીજો રે દીઠો સવા ગજ ચોટલો.''' | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
બે સાધ્વીઓ બાબીના પગ પાસે ઘૂંટણભર ઝૂકીને શણગાર સજાવતી હતી. બેઉનાં માથાં ઉપર બાબીની ચૂંદડીના પાલવ ઢળી પડયા હતા. બન્ને જણીઓ ચૂંદડીના એ નીતરતા રંગ નીચે ભીંજાતી, ચૂંદડીના સોહાગમાં ઝબોળાતી શું કરી રહી હતી? જીવનના અધૂરા લગ્ન-કોડને થોડી ઘડી માણી લેતી હતી. એ મુખડાં, એ આંખો, એ મુંડિત છતાંયે મોહકારી માથાં વૈરાગ્ય માટે નહોતાં નિર્માયાં: લગ્નજીવનની ફોરમો મહેકતી હતી એમાંથી. | બે સાધ્વીઓ બાબીના પગ પાસે ઘૂંટણભર ઝૂકીને શણગાર સજાવતી હતી. બેઉનાં માથાં ઉપર બાબીની ચૂંદડીના પાલવ ઢળી પડયા હતા. બન્ને જણીઓ ચૂંદડીના એ નીતરતા રંગ નીચે ભીંજાતી, ચૂંદડીના સોહાગમાં ઝબોળાતી શું કરી રહી હતી? જીવનના અધૂરા લગ્ન-કોડને થોડી ઘડી માણી લેતી હતી. એ મુખડાં, એ આંખો, એ મુંડિત છતાંયે મોહકારી માથાં વૈરાગ્ય માટે નહોતાં નિર્માયાં: લગ્નજીવનની ફોરમો મહેકતી હતી એમાંથી. | ||
આશ્રમજીવન ઊથલી ગયું તે દિવસે. વૈરાગ્યનાં વ્રત-નિયમોનો વરખ કુદરતી ઊર્મિઓના પવનઝપાટામાં ઊખડી ગયો. નીચે જે સાચું હતું તે નજરે પડયું. પછી એને વિકાર કહેવો હોય તો વિકાર કહો, માનવ-પ્રાણના થનગનાટ કહો – ઠીક લાગે તે કહો. | આશ્રમજીવન ઊથલી ગયું તે દિવસે. વૈરાગ્યનાં વ્રત-નિયમોનો વરખ કુદરતી ઊર્મિઓના પવનઝપાટામાં ઊખડી ગયો. નીચે જે સાચું હતું તે નજરે પડયું. પછી એને વિકાર કહેવો હોય તો વિકાર કહો, માનવ-પ્રાણના થનગનાટ કહો – ઠીક લાગે તે કહો. | ||
(૮) | |||
<Center>'''(૮)'''</Center> | |||
“બધી મૈયાઓ ! મોઢાં ઢાંકીને એક પછી એક અંદર ચાલ્યાં જાઓ, એટલે બાબીનો વર તમારાં દર્શન કરી લેશે.” | “બધી મૈયાઓ ! મોઢાં ઢાંકીને એક પછી એક અંદર ચાલ્યાં જાઓ, એટલે બાબીનો વર તમારાં દર્શન કરી લેશે.” | ||
બાબીનો પતિ પોતાની સ્ત્રીના સાચા મહિયરને પહેલી-છેલ્લી વાર નિહાળી લેવા આવ્યો હતો. આશ્રમ પછવાડેની એક ઝીણી જાળીવાળી બારી પર એ ઊભો હતો. | બાબીનો પતિ પોતાની સ્ત્રીના સાચા મહિયરને પહેલી-છેલ્લી વાર નિહાળી લેવા આવ્યો હતો. આશ્રમ પછવાડેની એક ઝીણી જાળીવાળી બારી પર એ ઊભો હતો. | ||
Line 217: | Line 257: | ||
તારાઓ હોઠ પટપટાવી કહેતા હતા : “મા ! મા ! મા ! મા !” | તારાઓ હોઠ પટપટાવી કહેતા હતા : “મા ! મા ! મા ! મા !” | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = માસ્તર સાહેબ | |||
|next = હિમસાગરના બાળ | |||
}} |
Latest revision as of 11:39, 10 January 2022
“ધન્ય છે, ભાઈ! ધન્ય છે એના ભાવને ! આટલી બાળ અવસ્થામાં દીક્ષા ધારણ કરે છે!” “કેટલીક અવસ્થા ધારો છો એની?” “અઢાર-વીસ તો માંડ હશે. પરણી લાગતી નથી. ધન્ય છે બાળબ્રહ્મચારિણીને!” “હા-હા-હા-હા ! બાળબ્રહ્મચારિણી ખરી !” "કાં ? “સગપણ હતું તે તૂટ્યું છે. કોઈ સંઘરતું નથી. વીસ વરસની અવસ્થાએ બીજો ઉપાય શો? કાં કૂવો ને કાં દીક્ષા. ચેરાઈ ગઈ છે ભાઈ, ચેરાઈ ગઈ છે ! નહિ તો સંસાર ત્યાગવો એ કાંઈ આકડેથી મધ ઉતારવાનું કામ નથી.” "ચેરાઈ ગઈ છે?” “હા, ચેરાઈ ગઈ છે.” “પણ મોં ઉપર તો ભારે વૈરાગ્યના ભાવ ઉઠેલ છે.” "સો ઉંદરડા મારીને મીનીબાઈ હજ પઢવા ચાલ્યાં છે. બે વરસ પહેલાંની એની જુવાની જોઈ હોત તો ખબર પડત. ફાટફાટ મસ્તી ! મોકળી લટો: ઓઢણાની મથરાવટી તો ખંભે જ પડી હોય; પગ પડે ત્યાં ધરતી ધણેણે :એનું હસવું ચાર ભીંતો વચ્ચે ન માય. એને કોણ સૂંઘે? કાંઈ મફતની ચેરાઈ ગઈ હશે ?” "ચેરાઈ ગયેલ છે.” "ગામની બજારને હાટડે હાટડે પરગામનાં ઘરાકોને માલ વેચતા તે મારી આંગળી ચીંધીને કહેતા હતા કે – “ચેરાઈ ગયેલ છે.” વકીલો પોતાની ઑફિસોની મેડીઓ પર ઊભીને પરસ્પર આંખ મીંચકાવી કહેતા હતા કે – “ખલ્લાસ, ચેરાઈ ગઈ.” અધિકારીઓના ટોળાને જમવા તેડી જનાર નગરશેઠ પોતાની લાકડીના છેડા વતી ચીંધામણું કરીને બોલ્યા કે – “જોઈ લ્યો, સાહેબ ! આ એ પોતે જ – ચેરાઈ ગયેલી.” "આ પોતે જ એ ચેરાઈ ગયેલી ! આ પોતે જ ?” એમ કહીને અધિકારીઓએ પણ પોતપોતાના હાથમાં સોટી, લાકડી, સ્ટેથોસ્કોપ, કાગળનું ગૂંચળું વગેરે જ કંઈ હતું તે વડે ચીંધામણું કર્યું. જેઓની પાસે આવું કશું સાધન નહોતું તેઓએ પોતપોતાના જમણા હાથની (-ને થાણદાર સાહેબ ડાબેરી હોવાથી ડાબા હાથની) મોટી આંગળીથી ચલાવી લીધું. ચેરાઈ ગયેલી! ફક્ત નવા નિમાઈ આવેલા મુન્સફ જ એટલું બોલ્યા કે “ભાઈસાહેબો ! ચીંધામણું કર્યા વગર જ વાતો કરો ને !” ત્યાં તો એમની સહુની ગાડીઓ ધર્માલયને દરવાજે પહોંચી ગઈ. અને એક ઊંચી કાઠીની, રેશમી વસ્ત્રે શોભતી સ્ત્રીને વીંટળાઈ મંગળ ગીતો ગાતું ગાતું સ્ત્રીઓનું ટોળું પણ દૂર દૂર અદશ્ય બની ગયું; દુકાને દુકાને ગુંજાઈ રહેલ “ચેરાઈ ગયેલી’નો ધ્વનિ પણ ચૂપ થઈ ગયો. કોઈએ કોઈને પૂછ્યું નહિ કે એ “ચેરાઈ ગયેલી’ના જીવનમાં એવું શું પાપ પેસી ગયું હતું? ક્યારે પેઠેલું? કોણે દીઠેલું? ક્યાં દીઠેલું? શું દીઠેલું? એવી તપાસની જરૂર હોતી જ નથી. એક જ વાર, એક જ ગામલોક – ગમે તેવો લબાડ પ્રજાજન – આંગળીનું એક જ ટેરવું જેની સામે તાકે, અથવા આંગળીથી યે વધુ ભયંકર એક આંખ-ઈશારો કરીને જે કોઈ સ્ત્રીજનને ચીંધાડી દે, સાથે સાથે એક જ વાક્ય બોલી કાઢે, કે “ચેરાઈ ગઈ છે’, એટલે પછી એ સ્ત્રીને એક પછી એક હજારો આંગળીઓ, સોટીઓ, રૂમાલો અને નરી નિરાકાર નિગાહો તાકી તાકીને પૂરેપૂરી ચેરી નાખે છે, ખતમ કરે છે. એવી એક ચેરાઈ ગયેલ બાળબ્રહ્મચારિણીનો દીક્ષા-મહોત્સવ ચાલતો હતો. ધર્મનો ઉદ્યોત પ્રવર્તતો હતો. તોરણો-પતાકાઓ ને સાથિયા હવામાં લહેરાતાં હતાં. જમણવાર હવાનાં અણુ અણુને સુવાસિત કરતો હતો. મેસૂર અને મોહનથાળનો ઘીમાં શેકાઈ રહેલ લોટ લાલપ પકડી ચૂક્યો હતો. તે વખતે એ ‘ચેરાઈ ગયેલી’ના ઘરમાં એની એક નાનેરી બહેન તેમ જ બે નાના ભાઈઓ મળી ત્રણ ભાંડરડાં પોતાની વિદાય લેતી મોટી બહેનને વળગી પડી ઊભાં હતાં. મોટી બહેન ત્રણેયને સમજાવી રહી હતી : “ત્રણેય જણાં ડાહ્યાં થઈ રહેજો; કજિયા કરશો નહિ, બાપુને સતાવશો નહિ; ને આ તો દીક્ષાનો ઉત્સવ કહેવાય. આ અવસરે રોવાય કે ? ન રોવાય હો, કીકા !” કીકો એટલે સહુથી નાનો, ચાર વરસનો ભાઈ.કીકાએ પોતાની માનું મોં જોયેલું તે યાદ નહોતું. કીકાને જન્મ આપીને તુરત જ મા મરી ગઈ હશે. એટલે કીકો આ પોતાને ઉછેરનાર મોટી બહેનને જ ‘મા !’ ‘મા !’ કહી બોલાવતો હતો. કીકાને નહોતું સમજાતું કે ‘મા’ની વિદાય એ ઉત્સવ શી રીતે ગણાય ? કીકો કોમળ પ્રકારે રડી જાણતો નહોતો તેથી બરાડા પાડતો હતો. ગાયનું વાછરડું પણ એવી જ કઠોર વાચામાં રડે છે. બીજાં બેઉ ભાંડરડાંને તો ભાન હતું કે મોટી બહેન મોક્ષને માર્ગે જઈ રહી છે. એ જ્ઞાનને લીધે તેઓએ આંસુ પાડવાનો હક્ક ગુમાવ્યો હતો. એ બેઉનાં મોં પાણી વગરના ખાલી પડેલા ભમ્મરિયો કૂવા જેવાં થઈ ગયાં હતાં. વખત થઈ ગયો હતો. સ્ત્રીઓનાં વૃંદ ધોળમંગળ ગાતાં ગાતાં ધર્માલય તરફ ચાલ્યાં જતાં હતાં. મોટીબહેને ત્રણેય ભાંડરડાંને ફરી ફરી ચૂમીઓ ભરી. બાપ આવીને ઊભો રહ્યો : બોઘા જેવો લાગતો હતો. દુઃખની લાગણી અમુક ચહેરા ઉપર સુંદર ભાત પાડે છે, ચહેરાને એ ભયંકર બનાવે છે. પણ સુંદર અને ભયંકર, એ બે ઉપરાંત એક ત્રીજું સ્વરૂપ પણ દુઃખને હોય છે. એ સ્વરૂપ ઝીલનાર મોઢું બદશકલ બની જાય છે. એને દેખીને હસવું આવે. દુઃખનું હાસ્યાસ્પદ સ્વરૂપ સહુથી વધુ બિહામણું છે. બાપ એટલુંય ન કહી શક્યો કે ‘બહેન !’ એકાએક ઊંઘતાં ઊંઘતાં જ ગાંડા બની જનાર માણસ જેવો એ ઊભો હતો. ઉત્સવના ગીતધ્વનિ નજીક ને નજીક આવી રહ્યા હતા. મોટી બહેન ઊભી થઈ. બાપની પાસે ગઈ. બાપ અને બાળક વચ્ચેનો સંબંધ તે વખતે પલટાઈ ગયો. બાપની દશા માથી વિછોડાતા બાળ જેવી બની ગઈ. બાળકને રુદન છે, લાગણી બતાવવાનું સાધન છે; આ પિતાને એની ઉંમર રડવા દેતી નહોતી. મોટી બહેને બાપુના ખભા ઉપર વહાલભર્યો હાથ મૂક્યો. એનાં આંગળાં બાપુના ખભા ઉપર ઉતરડાઈ ગયેલી ડગલાની બાંયમાં અટવાયાં. બાપુનો ડગલો આટલો બધો ફાટી ગયો હતો તેનું ધ્યાન એને રહ્યું નહોતું. “નાની !” એણે નાની બહેન તરફ વળીને કહ્યું, “બાપુના ડગલાને આટલું સાંધી લેવાનું ભૂલતી નહિ, હો બેન !” આખો સંસાર ત્યાગવા જે ચાલી નીકળેલી છે, તેનું મન બાપના ડગલાની ફાટેલી બાંયમાં રોકાવા લાગ્યું. વૈરાગ્ય જાણે કે કોઈ બિલાડો હતો; ને મન ઉંદર સમું બનીને દોડી દોડી છુપાવાનું દર શોધતું હતું. દીક્ષાનું સરઘસ શેરીઓ વટાવી, ઊંચાં મોટાં પગથિયાંની હારોની હાર ચડી જઈ, ગાતું ગાતું, ધર્માલયના કાળજૂના ઊંચા ઘુમ્મટો અને મિનારાઓની શ્યામ ગમગીન છાયા તળે આવી પહોંચ્યું. બબ્બેની જોડી બનીને ચાલી જતી જુવાન ગામકન્યાઓ આ ધર્મસ્થાનના ગંભીર ઓછાયાથી જાણે ભય પામતી હોય તેમ એના ગીતના સૂર ઊંડા ઊતરવા લાગ્યા. જાણે એ પુરાતન દીવાલો ને જંગી દરવાજાઓ આ ફૂટતી જુવાનીના સ્વરોને ગળી જતાં હતાં. મૂંડાવેલાં માથાં ઉપર કાળા ઘૂમટા; નખશિખ સફેદ પોશાક; પ્રત્યેક ક્રિયામાં પાપ દેખતી ભયભીત આંખો; વ્રતો અને ઉપવાસોની આગ લગાડીને સળગાવી નાખેલી કુંજાર વાડીઓ જેવા ચહેરાઓ; એંશીથી લઈ અઢાર વર્ષની ઉંમરની એવી પચાસેક સાધ્વીઓ ત્યાં ધર્મપાઠ ભણતી હતી. પાઠમાં કંઈક આવા આવા શબ્દો પકડાતા હતા : “હે પ્રભુ! હે જગજ્જનની ! આ અપરાધી જીવ તારે શરણે આવે છે, પાપમાં અટવાયેલા, રાગદ્વેષમાં ખૂંચી ગયેલા આ બાળ આત્માને તું બહાર કાઢજે ! નરકની ખાણ જેવું જે આ જગત, તેના વાયરા એને વાવા દઈશ ના.” આ સ્તોત્રો રટાતાં હતાં ત્યારે મોટી બહેનની આંખો તો હજુ એની એ ‘નરક-ખાણ’ ઉપર, માવિહોણાં બની ગયેલ ચાર કુટુંબીજનો ઉપર જ ચોંટી રહી હતી. “પાપી ! પાપી !” એવા બોલ બોલીને સાધ્વીઓ જાણે કે મોટી બહેનના પિતાને તમાચા મારી રહી હતી. બાપ મનમાં મનમાં ધર્મને પૂછતો હતો કે “હે જાલિમ ! મારી દીકરીએ કયું પાપાચરણ કર્યું છે તે તો મને કહે !” ત્રણેય ભાંડરડાં પણ સાધ્વીઓના મુખપાઠ સાંભળતાં સાંભળતાં મોટી બહેનને પગથી માથા પર્યંત નીરખતાં હતાં, અને પાપ નામની શી વસ્તુ હશે તેની વ્યર્થ શોધ તેઓ મોટી બહેનની આંખોમાં કરી રહ્યાં હતાં. આખરે જ્યારે આ જગતની ‘ચેરાઈ ગયેલી’ ઉપર મઠના આંતરભાગના ડેલાએ પોતાનાં જડબાં જેવાં બે મોટાં કમાડ બીડ્યાં, ત્યારે બાપ બાઘા જેવો ઊભો થઈ રહ્યો, બે મોટાં ભાઈબહેન શાંત રુદન કરતાં ઊભાં, પણ નાનો કીકો તો દોટ કાઢીને ડેલા પાસે આવી પહોંચ્યો. એણે ચીસો નાખીબ્: “ઓ માબ્! ઓ માબ્! ઓ મા !” નાના કીકાની ચીસોના જવાબમાં ડેલાનાં જંગી કમાડોએ ‘ક ૨ ડ ડ ડ !’ એવો ઘુરકાટ કર્યો.
ધર્માલયની દીવાલો કારાગૃહની કે કિલ્લાની દીવાલો કરતાં વધારે કાળી અને વધારે કરપીણ હોય છે. કેદખાનું ફક્ત શરીરને પૂરી રાખે છે, ધર્માલય શરીરને અને આત્માને બન્નેને.
મઠના પુરાતન દરવાજા ઉપર આઠેય પ્રહર તાળું રહેતું. અરધો ગજ લંબાઈની એની ચાવીઓનો મોટો ઝૂડો સાચવતી એક સિત્તેર વર્ષની બુઢ્ઢી, સાધ્વી ત્યાં સૂનમૂન બેસી રહેતી. બહારથી કોઈ દરવાજો ઠોકતું ત્યારે પ્રથમ પહેલાં એ બુઢ્ઢી સાધ્વી બીતી બીતી કમાડ સોંસરવાં ચાર ઝીણાં બાકોરાનું ચગદું ઉપાડીને નજર કરતી. સાઠ વર્ષના એક દાક્તર સિવાય ત્યાં કોઈથી દાખલ થવાતું નહોતું. દાક્તર સિવાય કોઈ પુરુષનું મોં જોવું એ ત્યાં મહાપાપ લેખાતું.
પ્રભાતના ધર્મપાઠ હજુ હમણાં જ પૂરા થયા હતા. 'નવાં મૈયા'ને આટલા બધા દિવસ થયા છતાં ધર્મપાઠ મોંએ નહોતો ચઢતો. પોથીનાં પાનાં હંમેશાં સામે જ રાખવાં પડતાં. વારંવાર ધ્યાનચૂક થઈ જવાતું. ધર્મપાઠ કયા પાના પર ચાલે છે તેની શોધમાં 'નવાં મૈયા' પોથી ઉથલાવીને વ્યર્થ ફાંફાં મારતાં. પાઠ કરતાં કરતાં ઊઠબેસની, વંદનાની, દિશાઓ બદલાવાની, હાથપગની જુદીજુદી નિશાનીઓ કરવાની વગેરે ક્રિયાઓમાં સહુની સાથે રહેવાનો ધડો એને હતો નહિ. ધર્મવિધિમાં એની પાસે ઊભતી ત્રણ જુવાન મૈયાઓ 'નવાં મૈયા'ને પ્રત્યેક ક્રિયામાં શામિલ રાખવા પ્રેમભરી કોશિશ કરતી. પણ એ વાત આશ્રમનાં ગોરાણીને, મોટાં મૈયાને ગમતી નહોતી.
મોટાં મૈયા એ સાધ્વીવિહારના કરડા સંયમનિયમોની જીવતી મૂર્તિ હતાં. પાપ વિષેની એની જાગ્રતબુદ્ધિ અજબ હતી. જુવાન મૈયાઓ જો જરી વધુ મોં મલકાવતી તો મોટાં મૈયા એ મલકાટમાં પ્રગટ થતા પાપને તુરત પારખી કાઢતાં. જરીક વધુ આનંદભર્યું હાસ્ય સંભળાતાં તો એની કરડી મુખમુદ્રા બોલી ઊઠતી કે “ખિખિયાટા ! આવા ખિખિયાટા ! મૈયાઓ ! નરકે જવાનો જ એ રસ્તો છે! ચુપ રહો! ખિખિયાટા છોડો !”
“કંઈ નહિ, કંઈ નહિ, મૈયા !” એનાં જોડીદાર એક બીજાં ગોરાણી પોતાનું પંચાવન વર્ષનું ભદ્ર મોં ઊંચું કરીને મોટાં મૈયાની કરડાટી પર કોમલ ભાત પાડતાં : “બાપડી હજુ તો જુવાનડીઓ છે. પાપ-ધર્મનું ભાન ચૂકી જાય છે. પણ કાળક્રમે ઘડાઈ જશે. ક્ષમા કરો !” એ જોડીદાર ગોરાણીના કંઠમાં ગત યૌવનના ઝંકાર હતા, એની આંખોમાં છૂપું છૂપું જનેતા-તત્ત્વ સૂતું હતું. એની મુખમુદ્રામાંથી જોબનના અણપુર્યા કોડ ડોકિયાં કરતા હતા. જુવાન સાધ્વીઓ પોતાના સુખ:દુખ એ મૈયા કને જઈ ખોલતી. આશ્રમની આ બે અધિષ્ઠાત્રીઓના શાસનમાં આશ્રમજીવન લીલું-સૂકું વહ્યા કરતું.
દાક્તર આવતા. કોઈ સાધ્વીની આંગળી પર ગૂમડું તો કોઈની આંખનો દુઃખાવો, એવાં બાહ્ય દર્દોની દવા કરીને પછી દાક્તર ઊભા રહેતા ત્યારે પેલાં ભદ્ર પ્રકૃતિવાળાં નાનાં ગોરાણી જુવાન સાધ્વીઓના ઊંડા માનસિક રોગોની પણ સારવાર યાચતાં હતાં.
“દાક્તર!” એણે એક જુવાન સાધ્વીને હાજર કરીને કહ્યું, “આ મૈયા દિવસે દિવસે શોષાતાં જાય છે. કશું ખાવાપીવાનું એને ભાવતું નથી.”
“તમારું મોં જરી બતાવશો, મૈયા!” દાક્તરે કરુણ સ્વરે પૂછ્યું, "ઘૂમટો ઊંચો કરો, મૈયા !” નાનાં ગોરાણીએ રજા આપી.
દાક્તરે એ ચહેરા ઉપર સળગી ગયેલું સુંદર ઉપવન દીઠું. પૂછ્યું : કેટલાં વર્ષની ઉંમર તમારી ?
"અઢાર.” જુવાન સાધ્વીએ જવાબ દીધો. એ એક જ બોલ હતો, છતાં જાણે ગળામાં ગૂંગળાતો હતો.
બુઢ્ઢા દાક્તરે મશ્કરી કરીને કહ્યું: “કંઈ જ નથી તમને, મૈયા ! કશો. જ રોગ નથી. બરાબર ઊંઘ કરો. મન પ્રફુલ્લિત રાખો, કસરત કરો....”
રોગી સાધ્વીને રવાના કરાવીને દાક્તરે નાનાં ગોરાણીને કહ્યું: “લગ્ન — એક માત્ર લગ્ન જ આ બીમારીનો ઉપચાર છે. અહીં પુરાયેલી આ જુવાન બ્રહ્મચારિણીઓના જીવનના અભિલાષ રૂંધાઈ રહેલ છે તેને મોકળા કરો. તે સિવાય ઈલાજ નથી.”
"દાક્તર! એ મૈયાને મોટી દીક્ષા અપાઈ ચૂકી છે. એ તો એની મા જોડે અહીં આઠ વર્ષની હતી ત્યારે આવેલી. હવે એને સંસારમાં મોકલાવી શકાય તેવું નથી.”
"નવાં મૈયા ક્યાં છે? શું કરે છે?” “દિલ ચોંટ્યું નથી હજુ. બુદ્ધિ બહુ મંદ લાગે છે. ગોખેલા પાઠ યાદ નથી રહેતા. ક્રિયાઓમાં પણ ભૂલો ઉપર ભૂલો કરે છે.”
"મને મળી શકશે ?”
“હા, આવો.”
અંદરના ચોગાનમાં, પછવાડેના ભાગમાં એક ઝાડના થડ ઉપર માથું. ઢાળીને નવી મૈયા ઊભી હતી. પાઠશાળામાં બીજી સાધ્વીઓને કંઠેથી ગુંજારવ કરી રહેલા ધર્મપાઠોની વચ્ચે એને શું સંભળાઈ રહ્યું હતું? – ત્રણ ભાંડરડાંની ધિંગામસ્તી : શેરી જાણે ગાજતી હતી. બીજાં નાનાં નાનાં બટુકડાં પણ જાણે પા પા પગલી કરતાં “મામા” માશી' “મામા” માશી” કહી કહી ત્રણેય ભાંડુની પછવાડે દોડતાં હતાં. વારંવાર ચમકીને નવી મૈયા નજર કરતી હતી. થોડી વાર ધર્મપાઠોના ધ્વનિ સંભળાતા, પણ ફરી પાછા. એને જગતના ભણકાર ઘેરી વળતા હતા. એની આંખો સામે શેરી ઊઘડતી. શેરીના ધૂળમાં લૂગડાંના ગાભાના ગોટા, નાની નાની ગેડીઓ, મલોખાંનાં રમકડાં, અને કીકાને “મામા” “મામા' કરી બોલાવતાં એક-બે ભૂલકાં...
તમ્મર ખાઈને “મોટી બહેન’ ઝાડના થડ સરસી ઢળી પડી.
"મૈયા !” દાક્તરે સાદ દીધો.
એણે ઊંચે જોયું.
“તમારાં સંસારી ભાંડું અને તમારા પિતા ખુશીમાં છે. કંઈ કહેવરાવવું છે?”
“નહિ, નહિ. મારે ને એને શું? એવી સંસારી વાતો કરો નહિ, દાક્તર !”
એમ કહીને એ ચાલી ગઈ. જગતમાં “ચેરાયેલી' ફરતી તે વેળાની રૂપરૂપની પૂતળીને આજે દાક્તરે એ કમ્મર ઢળકતા કાળા ચોટલા વિનાની દેખી, ખાંપણમાં લપેટાયેલું મુડદું સ્મશાનમાંથી ખડું થઈને ચાલ્યું જતું હોય એવો એનો દેખાવ હતો.
-ને બહાર દુકાનો માંડીને બેઠેલું જગત બોલતું હતું કે “ચેતી ગયો જીવડો. પરલોકનું સાધન હાથ કરી લીધું. ધન્ય છે, ભાઈ, એવા ત્યાગને !”
“આજનો દા'ડો ! મોટાં મૈયા ! કૃપા કરીને આજનો દા'ડો !”
“હા હા, મૈયા ! ભલાં થઈને આજનો દા'ડો પાઠ બંધ રાખો.”
“હા, એક ફક્ત આજે જ છુટ્ટી આપો, મૈયા !”
“ફરીને અમે છ મહિના સુધી છુટી નહિ માગીએ, મૈયા ! દયા કરીને આજનો દા'ડો.”
પચાસ પૈકીની ચાર જુવાન સાધ્વીઓ આજે બેઉ વડી ગોરાણીઓને કરગરી કરગરી રોજિંદા શાસ્ત્રપાઠમાંથી એક જ દિવસની છુટી માગી રહી હતી.
“પાઠ બંધ રખાય?” વડાં ગોરાણીનું મોં ચડી ગયું. “એવી પાપની વાતો શી? નિયમનો ભંગ એ કંઈ જેવું તેવું પાપ છે?”
“કૃપા કરીને.....”
“ખબરદાર, તમે ચારેય જણીઓએ બહુ ઉપાડો લીધો છે !”
“પણ મૈયા! અમે એ પાપનું નિવારણ કરી લેશું.”
“નહિ હું એમાં હા કહું તો મને પાપ આવે. શાસ્ત્રો બનાવનારા શું મૂરખા હતા? કરવું નહિ, કરાવવું નહિ, કરતાં રૂડું જાણવું નહિ, એ ત્રણ..”
“પણ મૈયા! જાઓ, તમારું પાપ પણ મારે માથે.”
એટલું બોલતી એક થનગનાટ કરતી યુવાન સાધ્વીએ ખડખડાટ મધુર હાસ્ય છેડ્યુંઃ ઝાડની લીલી ડાળી પરથી જાણે 'કિલ કિલ કિલ' નાદે એકસામટાં ત્રણ-ચાર પક્ષીઓ ઊડ્યાં.
એક ક્ષણમાં તો, એ પક્ષીઓ કોઈ ઝેરી હવામાં રૂંધાઈને ચૂપ બની જાય તેમ આ હાસ્ય થંભી ગયું.
આવડું અટ્ટહાસ્ય! ધર્માલયમાં આવડી મોટી મશ્કરી ! ઉચ્છૃંખલતાની અવધિ !
વડાં મૈયાની મુખરેખાઓ ધનુષ્યાકાર ધારણ કરી રહી. આવડું જોરાવર હાસ્ય આ ત્યાગભવનની ભીંતો ઉપર કદી નહોતું પછડાયું. સંયમ, પશ્ચાત્તાપ અને નિયમોના અવિચલ પાલનની આ પુરાતન ભૂમિમાં જાણે એ યૌવનના મુક્ત હાસ્યે ચિરાડો પાડી દીધી, કોઈ અંધારગુફાનાં ચામાચીડિયાં જાણે થરથરી ઊઠયાં.
“મૈયા ! તમે મહાપાપ કર્યું છે. એનું પ્રાયશ્ચિત અતિ આકરું પડશે. તમે નરકનાં દ્વાર ખખડાવી મૂક્યાં છે.” વડાં મૈયાના એ શાપ-શબ્દોએ આખી મંડળીને સ્તબ્ધ કરી દીધી.
ધીરે ધીરે એ હાસ્ય કરનાર જુવાન સાધ્વીનો ઉચ્ચાર આવ્યો : “મૈયા ! ક્ષમા કરો.”
એક પછી એક પડઘા ઊડ્યા : “મૈયા ! ક્ષમા કરો.”
ભદ્રભાવે શોભતાં નાનાં ગોરાણી પણ સહુની વહારે ચડયાં : “મૈયા ! એ. બાપડીને ક્ષમા કરો.”
માફી અપાઈ અને એક દિવસને માટે શાસ્ત્રપાઠમાંથી સહુને મુક્તિ મળી..
ચારેય બાળબ્રહ્મચારિણી યુવાન સાધ્વીઓ, બીજાં સહુથી છૂટી પડી જઈ, દરવાજા પાસેનાં ખંડમાં કૂદાકૂદ કરતી આવી. એકાંતની અંદર એ ચારેય જણીઓ સાધ્વી મટી જઈને ફરી એક વાર જાણે જોબનને હીંડોળે ઝૂલવા લાગી. તેઓની કામણભરી મોટી આંખો ઊંચ-નીચે અને આજુબાજુ ચકળવકળ થઈ રહી. ચારેયના દેહમાં થનગનાટ ચાલ્યો. પરસ્પર પ્યાર કરતી ચાર કિન્નરીઓ જેવી એ એકબીજાના હાથમાં હાથ પરોવીને ટેબલની આસપાસ બેઠી. વાર્તાલાપ ચાલ્યો :
“મૈયા ! પ્રથમ તમારી વાતો કરો.”
“ના ...મૈયા ! પહેલાં તમારી કથા કરો.”
“નહિ નહિ, મારે કહેવા જેવું કશું જ નથી.”
“હં, બડા પાજી છે ...મૈયા ! તમારી આંખોમાં તો કંઈક કથાઓ લખી છે."
“ને જુઓ જુઓ, હોઠ ઉપર કંઈ કંઈ ભાવો કહું કહું કરે છે.”
“સાચું કહો, અહીં ગમે છે?" એમ પરસ્પર ગળે બાઝી, ગાલે ગાલ ચાંપી, હાથમાં તાળીઓ લેતાંદેતાં, હૈયાના અનેક વણપૂર્યા ઉલ્લાસને રમાડતી ચારેય યૌવનાઓ નયનોમાં મોરલા નચાવે છે, ત્યાં તો ઓચિંતું મોટા દરવાજા પર કોઈનું રુદન સંભળાયું.
ચારેય જણીઓ ચમકી ઊઠી: પોતાની ગુપ્ત બેઠકને જાણે કોઈ બહારની આંખો જોતી હશે! આ હાસ્યકલ્લોલને કોઈ છૂપા કાન સાંભળતા હશે !
રડવાના સ્વરો ફરી સંભળાયા.
ડગલે ને પગલે પાપનો ભય જેમનાં જીવનને વ્યાપ્ત કરી રહેલ હતો, તે આ સાધ્વીઓ ફફડી ઊઠી. એકબીજીને ચુપચાપ ચેષ્ટાઓ કરવા લાગી. માંડ માંડ આખરે એક જણી ચાલી. ધીરે ધીરે દરવાજા પાસે પહોંચી, ચાર ઝીણાં છિદ્રો પરથી ચગદું ફેરવ્યું. બહારની દુનિયામાં છૂપી દૃષ્ટિ કરી.
આત્માના આ વિકરાલ કારાગારને ઉંબરે ફક્ત પારેવાં ચણતાં હતાં. મસ્તાન નર-કબૂતરો ડોક ફુલાવીને પોતપોતાની માદાઓની પાછળ દોટ કાઢતાં હતાં. નાનાં નાનાં પીંછાંના પણ વીંઝણા રચીને પક્ષીઓ નૃત્ય કરતાં હતાં.
એક પછી એક ચારેય જણીઓએ જઈ નાનાં કાણાં વાટે જગતને જોયું. પારેવાની પ્રણય-ક્રીડા દીઠી. છિદ્રો વાટે બહાર સરી જવાનું મન થયું.
પાછાં આવીને ટેબલ પર બેઠાં. પાછો અવાજ આવ્યો. ફરીને ચારેય જણાં થડક થડક થઈ રહ્યાં. જાણે પ્રભુ પોતે જ તેઓનાં આ પાપાચરણને બળતો બેઠો છે ! ચારેયના ચહેરા પરથી હોશ ઊડી ગયા.
પણ આ વખતનો અવાજ જુદે ઠેકાણેથી – જાણે પૃથ્વીના પડ નીચેથી આવતો હતો. ચારેયનું ધ્યાન દરવાજાની બાજુમાં જે દીવાલ હતી ત્યાં સંધાયું.
બહારના જગતમાંથી અંદર લાવવામાં આવતી રોજિંદી ચીજવસ્તુઓને અંદર પેસવાનો એ રસ્તો હતો. એ એક ચક્કર હતું. ચક્કરની એક બાજુ ઢાંકણ હતું. બીજી બાજુ ખાનું હતું. બહારનો મનુષ્ય ખાનામાં ચીજ ગોઠવી દેતો. ને પછી અંદર ઊભેલી એંશી વર્ષની દરવાન સાધ્વી એ ચક્કરને ફેરવતી. ખાનું અંદર આવતું, ઢાંકણ બહાર ચાલ્યું જતું. ધર્માલયને ગર્વ લેવા લાયક એ તરકીબ હતી. દાક્તરી સારવાર સિવાયનો આખો જ વાસના-સંસાર જખ મારતો આ બ્રહ્મચારિણીઓના કિલ્લાની બહાર ખડો હતો! જગતની દૃષ્ટિ પ્રવેશ કરી શકે એવું એક પણ જાળિયું પાડવાની જરૂર નહોતી રહી.
રુદનના સૂર એ ચક્કરમાંથી સંભળાયા.
દરવાન બુઢ્ઢી ત્યાં હાજર નહોતી. સાધ્વીઓએ ચક્કર ફેરવ્યું, ખાનું — અંદર આવ્યું. ખાનામાં એક નેતરની ગૂંથેલ ટોપલી પડી હતી, ટોપલી ઉઠાવીને સાધ્વીઓએ ટેબલ પર મૂકી દીધી, અને પાપભીરુ દષ્ટિથી ચારેય બાજુ જોતાં ટોપલી પરનું ઢાંકણ ઉપાડ્યું. ઉઘાડતાં જ સહુના મોંમાંથી ઉદ્ગાર નીકળ્યો: “છોકરું?”
“છોકરું કોનું?”
“છોકરું ક્યાંથી ?”
“ઓ મા ! છોકરું”
અંગૂઠો ચૂસતું એક ત્રણ-ચાર વાસાનું (દહાડાનું) બાળ આ ચારેય રૂપાળાં મોઢાં સામે તાકી રહ્યું.
ચારેય સાધ્વીઓ સામસામી જોવા લાગી.
“છોકરું ! કોઈનું છોકરું !” એવા સ્વરો અંદરની પાઠશાળામાં સંભળાયા, બાળકનું રુદન પણ ત્યાં પહોંચ્યું. થોડી વારમાં તો ત્યાં પચાસેય સાધ્વીઓનું ટોળું જમા થઈ ગયું, અને સ્વરો ઊઠયા:
“છોકરું !” — “કોઈનું નવું જ જન્મેલું છોકરું!” “તાજું જણીને મેલેલું. છોકરું !” “પણ અહીં ધર્માલયમાં છોકરું !” “કોઈ ભ્રષ્ટાનું છોકરું !”
એવા ધ્વનિઓની વચ્ચે સહુને થરથરાવતો વડાં ગોરાણીનો ઉચ્ચાર સંભળાયો: “આ તે સંયમ કહેવાય, બાઈઓ? આટલો બધો મોહ લાગી પડ્યો? ઘોર કર્મ બાંધી રહ્યાં છો; લાજતાં નથી?"
“પણ મૈયા !” બાળકની ટોપલી પર લળી રહેલી ચાર જણીઓમાંથી એક બોલી ઊઠી : “કોઈએ રઝળતું મેલેલ છોકરું છે.” “તે શું થઈ ગયું? ભેખ પહેર્યો છે તેની મશ્કરી કરાવો છો કે? જરા તપાસ્યું કે એ છોકરો છે કે છોકરી? છોકરાને તમારાથી અડકાય કે? ઘોર પાપ –"
બધાં ચુપ બન્યાં. આખરે સ્ફોટ થયો: “મૈયા ! આ તો છોકરી છે, છોકરી !”
“પણ છોકરી છે તે શું થઈ ગયું? કોઈક નીચ પાપણીના પેટનું એ પાપ અહીં આપણાથી કેમ રખાય?”
“પણ મૈયા ! એની મા પાપણી એમાં આ બાપડી છોકરીનો શો ગુનો?”
“શો ગુનો ! એની શી પંચાત ! દીક્ષા લીધેલ છે તે તો પાળો, માવડીઓ! આ ધર્મનું સત્યનાશ...”
મોટાં ગોરાણીનું મોં એવા શાપ વરસાવતું રહ્યું. દરમિયાન પચાસેય સાધ્વીઓનું ઝૂમખું બાળકની ટોપલી ઉપર ઝળુંબી રહ્યું. સર્વની મોખરે ભદ્ર સ્વભાવનાં નાનાં ગોરાણીની કરુણાળુ આંખો નીતરતી હતી, ધર્માલયની રૂંધેલી હવામાં નવો વાયુહિલ્લોલ વાતો હતો. પચાસેય છાતીનું ચિપાઈ ગયેલું માતૃત્વ છલછલ થતું હતું. વૈરાગ્યના સુકાઈ ગયેલા હોજ સમા ચહેરાઓમાં ચૈત્ર માસની સરવાણીઓ ફૂટી નીકળી હતી. અને બીજી બધી સાધ્વીઓ જ્યારે બાળકનું શું કરવું એ બાબત પર, તેમ જ દોષાદોષ પર જોરશોરથી દલીલો કરી રહી હતી, ત્યારે નવી મૈયાએ બીજું સઘળું ભાન ભૂલી જઈ, જગતના કે ધર્માલયના અસ્તિત્વ પ્રતિ બેભાન બની, કરંડિયામાં સૂતેલી છોકરીની જોડે એકતાર જીવન કરી નાખ્યું હતું. કાલી બનીને એ બબડતી હતી : “હાં – હાં ! હું મરું રે મરું ! નાનકડી બાબી ! ના...નકી બાબી ! ખમા તમને ! દેવતાનાં રખવાળાં તમને ! હાં.. હાં ! હસો છો? હસો ! ખૂબ હસો ! ક્યાંથી આવ્યાં તમે? કોણે મોકલ્યાં તમને? મા ક્યાં ગઈ મૂકીને? માએ કેટલી ચૂમીઓ ભરી'તી તમને છોડતાં છોડતાં?”
આવા આવા પ્રશ્નો એ બબડતી હતી. ટોપલીમાં બાળ હસતું હતું. એનો હાથ ઊંચો થતો હતો. સાધ્વીનું મોં નીચે નમતું હતું. બાળકની આંગળીઓ એના ગાલ પર અડકતી હતી. એ સ્પર્શના જાદુ થકી નવી સાધ્વીની સૃષ્ટિ પલટાઈ જતી હતી. પચાસેય સાધ્વીઓનું ટોળું એની ઘેલછા નિહાળતું રમૂજ પામી ઊભું હતું તે ભાન એ ભૂલી ગઈ હતી.
વડાં ગોરાણીએ દાંત કચકચાવીને કહ્યું: “આ દીક્ષાના આચાર કે? છે કાંઈ શરમ? ધર્મધ્યાનમાં તો મનનો ધડો નથી. દસ વાર પાઠ ગોખે તોય ઢૂંસાં ને ઢૂંસાં: અને આંહીં કોઈકનું રખડેલ છોકરું જડયું એટલે ગાંડી ગાંડી !”
પણ એના ઠપકાની કશી જ અસર નહોતી. કોઈ કશું કહી રહ્યું છે તેની જ ગમ નવી મૈયાને નહોતી. નવી સાધ્વી અને નવા બાળકનું ઓળખાણ જામી ચૂકયું હતું: બેઉ એકબીજાને પંપાળતાં હતાં ને: “હું મરું !” “મારા વા'લા, તારા પર હું ઘોળી જાઉં !” એ ગાંડપણના લવારા સંભળાતા હતા.
જગતનું મોટામાં મોટું ગાંડપણ જનેતાના હૃદયમાં વસે છે.
પણ હવે આ બાળકનું શું કરવું, તે પ્રશ્ન થઈ પડ્યો. ત્યાગીઓના મઠમાં બાળકને કેમ ઉછેરી શકાય? કયા કયા શાસ્ત્રની કેટલી કેટલી આજ્ઞાઓનો ભંગ થઈ જાય તેના દાખલા ટંકાવા લાગ્યા..
આખરે બુઢ્ઢા દાક્તરે આવી એ સમસ્યાનો નિકાલ આણ્યો. બુઢ્ઢાને બાયડી નહોતી, બચ્ચું નહોતું. એણે કહ્યું: “હું એને મારી પુત્રી કરી સ્વીકારું છું, પણ એને ઉછેરવાનું અહીં મઠમાં જ રાખવું. મોટી થશે એટલે હું એને લઈ જઈશ.”
“બરાબર. બસ એમ જ, એમ જ કરીએ.” એવા હર્ષભર્યા અવાજો ઊઠ્યા.
“એને હું ઉછેરીશ ! હું સાચવીશ ! મને આપો !” એમ એક પછી એક માગણીઓની પડાપડી થઈ.
“બસ કે?” મોટાં ગોરાણીએ ડોળા ફાડ્યા. “ધર્મસ્થાનકમાં બસ સુવાવડખાનું જમાવી દીધું? ને આચારવિચારમાં આગ મૂકી દીધી?
પણ એ ચેતવણીનાં વાક્યો સાંભળવાની કોને ફરસદ હતી? સહુના છાતી નીચે માતૃત્વ સળવળ્યું હતું. સંયમે ખાક કરેલી ફૂલવાડીમાં ફૂલો ફૂટી નીકળ્યાં હતાં.
“મને સોંપો ! મને સોંપો !” કહી શોર મચાવનારાં સર્વની આંખો ટોપલી તરફ વળી. નવી મૈયાને બાળકમાં તલ્લીન ઊભેલી દીઠી. પોતાનો હક્ક નોંધાવવાની એને ફુરસદ નહોતી, શુદ્ધિ પણ નહોતી. બાળકનો હોઠ પંપાળતી એ તો રટતી હતી : “નાનાં બાળ ! વા'લાં બાળ ! તમે આવ્યાં ! ક્યાંથી આવ્યાં? કોને માટે આવ્યાં? મારે માટે? મને ઓળખી લીધી? હું ગમું છું? બા જેવી લાગું છું ?”
જવાબમાં બાળક એની આંગળી ઝાલીને પોતાના મોંમાં લેવા લંબાતું હતું
દાક્તરે સૂચક ઈશારત કરી. ‘બાલિકા નવાં મૈયાને જ ભળી ચૂકી. સહુ ત્યાંથી ધીરે પગલે સરકી ગયાં. સંધ્યા-સ્તવનનો સમય થયો હતો.
પાઠશાળામાં દિનભરનાં પાપોની ક્ષમાપનાનાં સ્તોત્રો ગુંજી ઊઠ્યાં. ત્યારે એ ગુંજારવની વચ્ચે સ્વરોની નકશી ભરતો નવાં મૈયાનો અવાજ બાળકની ટોપલી પર 'હાલાં વાલાં' રેલાવતો હતો. એણે એકલીએ જ એ સંધ્યાની ક્ષમાપનામાં કે પ્રાર્થનામાં સાથ દીધો નહિ.
વાતાવરણ વીફરી ગયું. દરવાજાની બાજુના નાના ચક્કર વાટે સૂવાનું પાણી. એરંડિયાની શીશીઓ, નાનાં ગરમ મોજાં, ઘૂઘરો અને ધાવણી આવતાં થયાં. સાધ્વીઓનાં સીવણમાં બાબીને સારુ જાતજાતનાં ફરાક, ચડીઓ, લાળિયાં ને ત્રાંસિયાં સિવાતાં થયાં. કોનું સીવેલું ફરાક વધુ શોભે છે તેની સરસાઈ ચાલી. ધર્માલયની ફરસબંધી વારંવાર બાબીનાં મળમૂત્રો વડે ગંદી થવા લાગી. બાબીને અક્કેક દાંત ઊગતો દેખાયો, તેનું કુતૂહલ અને વિસ્મય સહુ સાધ્વીઓને ઘેલી ઘેલી કરી નાખવા લાગ્યું. બાબી ભાંગ્યાતૂટ્યા બોલ બબડતી થઈ, એટલે તો આશ્ચર્ય અને હસાહસની અવધિ જ આવી રહી.
આ બાબીને સહેજ શરદી લાગી જતાં તો ગરમ પાણીની કોથળી, અળશીની પોલ્ટીસ, લેપના ડબા વગેરે વસ્તુઓની ધમાલ ચાલી રહેતી. ધર્મના પાઠ વાંચવામાં સાધ્વીઓ બગાસાં ખાતી, જ્યારે બાબીને માટે આખી રાતના ઉજાગરા ઉપરાઉપરી ખેંચાતા.
પહેલી વાર જે દિવસે બાબીને ‘પા પા પગલી’ કરાવી તે દિવસ મહોત્સવ સમાન હતો.
બાબીના વાળ ઓળવા માટે સરસ કાંસકીઓ આવી. પોતાને માથે મુંડન કરાવનારી સાધ્વીઓએ બાબીના માથામાં ભાતભાતની અંબોડીઓ, તરેહતરેહના મીંડલા, ચિત્રવિચિત્ર ગૂંથણકળા કરી કરી વર્ષોની છુપાઈ રહેલી પોતાની રસક્ષુધાને તૃપ્ત કરવા માંડી.
બાબી મોટી થઈ, નવાં મૈયાને ‘મા’ તરીકે ઓળખવા માંડી.
બાબી આઠ વરસની… દસ વરસની થઈ. ધર્માલયના ઊંચા લતામંડપો પર ચડી ચડીને ફૂલો ચૂંટતી થઈ. ચૂંટતાં ચૂંટતાં ગાવા લાગી. શું શું ગાતી હતી ? ગાતી હતી કંઈક આવું આવું :
મારા ઘર પછવાડે રે વાડિયું;
એનાં ફૂલડાં લેર્યે જાય રે,
વાગે છે વેરણ રે વાંસળી.
એનાં ફૂલડિયા ફોર્યે જાય રે,
વાગે છે વેરણ રે વાંસળી.
એનાં ફૂલડિયાં કરમાય રે.
વાગે છે વેરણ રે વાંસળી.
પાઠશાળામાં વૃદ્ધ સાધ્વીઓ સીવણ કરતી કરતી ધ્યાનચૂક થતી. હાથમાં સોય થંભાવીને બાબીના સૂરોમાં તાલ દેવા લાગતી. એક યુવાન સાધ્વીને નવો પાઠ આપવામાં આવ્યો હતો. તે ગોખતી ગોખતી બાબીના ગીતથી ધ્યાનભંગ થતી હતી. વારંવાર વડાં સાધ્વીજી કરડો અવાજ કરીને એને ટપારતાં હતાં કે “અટકો છો શા માટે મૈયા ! ગોખો. ગોખો. ગોખો ભલાં થઈને !” ધર્માલયની ભીંતો વચ્ચે ‘વાંસળી’નું સંસારી ગાન પેસી ગયું હતું. બાબીના કંઠે સાધ્વીઓના સૂતેલા પ્રાણને જાગ્રત કર્યા હતાં. ખાડી જેવું બંધિયાર ધર્માલય સંસારી વહાલપના મહાસાગરની ભરતીએ ભરાઈ ગયું.
દસ વર્ષો બીજાં પણ આવી આવીને ગયાં. કે દિવસની સંધ્યા નમતી નમતી સૂરજની બાથમાં જાણે સમાતી હતી. ‘કાલે આવીશ’ એવો કોલ દેતા સૂર્યનું છેલ્લું ચુંબન સંધ્યાના ગાલો ઉપર સુરખી છલકાવતું હતું. એ લાલી ફક્ત આ ધર્માલયની ઊંચી દીવાલોની અંદર જ નહોતી દેખી શકાતી.
દરવાજાનાં કમાડ પાસે એંશી વર્ષની બુઢ્ઢી સાધ્વી નીચું ઘાલી બેઠી હતી. બાળ બ્રહ્મચારિણી હતી. પોતે અહીં ક્યારે દાખલ થઈ તે પણ વીસરી ગઈ હતી. જુવાની આવીને ક્યારે ચાલી ગઈ તેનું પણ એને ભાન નહોતું રહ્યું.
એ વૃદ્ધ સાધ્વીએ સંધ્યાને સમયે દરવાજા બહાર કંઈક પગરવ અને પરિચિત અવાજ સાંભળ્યો. ચગદું ઊંચું કરીને ઝીણા બાકોરા વાટે દૃષ્ટિ ઠેરવી. જોતાંની વાર જ એણે ચગદું બીડી દીધું. એંશી વર્ષોની એની જૈફી ઉપર પણ મધુર લજ્જાનું લાલ લાલ હાસ્ય રમી રહ્યું. ને એણે બે કમાડની દોઢ્ય ઉપર કાન માંડ્યા : કશુંક મીઠું મીઠું સાંભળવાની સુખવેદના એના મોં પર રમવા લાગી.
ત્યાં શો તમાશો હતો – ત્યાં દરવાજાની બહાર ?
બીજું કંઈ જ નહોતું. એક યુવાન અને એક યુવતી એ એકાંતે આંબલીની ઘટા નીચે એકબીજાની વિદાય લેતાં હતાં. સૂર્ય સંધ્યાની વિદાય લઈ રહ્યો હતો તેને મળતી આ માનુષી વિદાય હતી.
વૃદ્ધ સાધ્વીએ મીઠું મલકાતાં મલકાતાં મોટી ચાવીઓનો ઝૂડો ઉઠાવ્યો; કમાડ ઉઘાડ્યાં. અંદર દાખલ થનાર યુવતીના ગાલ ઉપર હજુ સંધ્યાવરણી ભીની સુરખીની ભાત તરવરતી હતી.
“કેમ, મૈયા ?” એણે પૂછ્યું.
“સારું, બાબી !” સાધ્વીએ ઉત્તર વાળ્યો.
બાબીને વીસમું વર્ષ બેસી ગયું હતું. બાબીનું રૂપ સામ્યું સમાતું નહોતું. બાબી દાક્તર પિતાની જોડે રોજ જગતમાં જતી-આવતી. મઠમાં ઊછરેલી તપોવનની તાપસકન્યા જેવી બાબીને એક દિવસ એક યુવકના મોંની આરસીમાં પોતાનું જોબન દેખાયું. તપોવનનાં મૃગલાં જેવું, ફૂલો જેવુ' ઓચિંતી છલી ગયેલી નદી જેવું, નીતરતી સંધ્યા જેવું, એ જોબન હતુ. તે દિવસે એને પ્રથમ ભાન થયું, કે લપતું ને છપતું કશુંક એના દેહપ્રાણમાં પ્રવેશી જઈને રોમેરોમનો કબજો લઈ બેઠું છે. તે દિવસે એ પોતે પોતાને નિહાળી ચકિત બની ગઈ. અને સંધ્યાની લાલપમાં તરબોળ બનેલી એ જ્યારે ધર્માલયમાં દાખલ થઈ ત્યારે એ એકલી નહોતી રહી જાણે : જાણે. એની બાજુમાં કોઈક બીજું જણ પણ લપાતું લપાતું આવી રહ્યું છે.
બાબી આવીને માતાના પગ પાસે બેસી ગઈ. બાબીના હસતા ગાલ પર અશ્રુધારાઓ ચાલી જતી હતી.
મૈયાને તો ચાળીસ પૂરાં થયાં હતાં. બાબીની આંખોના અકથ્ય ભાવ મા ઉકેલી રહી હતી.
"બાબી, બેટા, તને શું થયું છે?”
“કંઈક – કંઈક – કંઈક મને થયું છે, મા!”
બાબી ન કહી શકી.
દાક્તર આવ્યા. એણે બાબીના વેવિશાળની વાત કરી : મુહૂર્ત જોવરાવી રાખ્યું છે; ફાલ્ગુનમાં લગ્ન પતાવી નાખવાં છે. બાબી દીકરી ઠેકાણે પડી જાય, એટલે મારો પણ છુટકારો થાય. મને એંશી વર્ષો થયાં; સુકાયેલ પાંદ ક્યારે ખરી જશે એ કોને ખબર? ને નવી મૈયા! તમારા આશીર્વાદ લઈને બાબી વિદાય લ્યે, એટલે એનું પણ કલ્યાણ થાય.”
બાબીનું વેવિશાળ, બાબીની લગ્નતિથિનો નિર્ણય, બાબીની વિદાય વગેરે વાતો જેમ જેમ બોલાતી ગઈ, તેમ તેમ નવી મૈયાના મોં પરથી ચેતન ઊડવા લાગ્યું. વીસ વર્ષોના આશ્રમ-જીવનના અણુએ અણને વ્યાપી બેઠેલું બાળ એકાએક વિદાય લઈ જ કેમ શકે? ને જાય તો મારી શી વલે થશે? આ કોણ દગલબાજી રમી રહ્યું છે? કોણ ચોર જાગ્યો? આવી ગંભીર છેતરપિંડી! આવી ભારી ઉઠાઉગીરી? આવી ઘાતકી લીલા! એકના કલેજામાં છૂરી ભોંકીને એનું પ્રાણધન ઉઠાવી બીજો ચાલ્યો જાય, એને શું જગત પ્રેમ કહે છે? લગ્ન કહે છે? મા – જનેતા – પાલનહાર – નિરાધાર સ્ત્રી – જેણે હૈયાં ચુસાવ્યાં, ખોળો ખૂંદાવ્યા, જીવનની દોરી પરોવીને હૈયે હૈયું ટીંગાડયું, તેવી માના વહાલ કરતાં વિશેષ બળવાન એવો કયો સ્નેહ જાગ્યો આ સૃષ્ટિ ઉપર, કે જેણે માતાની પુત્રીનું વશીકરણ કર્યું? મેલી નજરબંદી, રાક્ષસી લીલા, ઈંદ્રજાળ...
“નહિ નહિ– નહિ બની શકે !” નવી મૈયા ચીસ પાડી ઊઠી: “મારી બાબીને – મારી આંખોની કીકીને – તમે ન ખેંચી કાઢશો – એને દુનિયાના વાયરામાં ન ઘસડી જજો. તમારું કોઈનું સારું નહિ થાય – મારું હૃદય ન ભેદી નાખજો !” એમ બોલતી એ સાધ્વી ત્યાંથી ઊઠી ચાલી ગઈ.
એણે નક્કી કર્યું: હું બાબીને ધર્મગ્રંથો ભણાવીશ; એનું હૃદય વૈરાગ્યને માર્ગે વાળીશ. સદા એ મારી જોડે જ રહેશે.
સ્વાર્થનો અવાજ આટલું બોલીને પછી ચૂપ થઈ ગયો. ચાળીસ વર્ષની સાધ્વીને વીસ વર્ષો પૂર્વેના મર્મસ્વરો સંભળાયા, પોતાના ભરપૂર જોબનને ખાક કરી નાખનાર દીક્ષાને એણે યાદ કરી: ગૂંગળાયેલો જીવન-લ્હાવો, સળગાવી નાખેલું સૌંદર્ય, શેરીમાં રમતાં નાનાં ભાઈબહેનોને બાઝી પડવા ઝૂરતી કલ્પના, ને એકલાં એકલાં આ વૈરાગ્યની દીવાલો વચ્ચે કરેલા છાતીફાટ અશ્રુપાત....
એ જ બધાનું પુનરાવર્તન શું હું બાબીના જીવનમાં કરાવવા માગું છું! મેં નથી માણ્યું તેની ઈર્ષ્યાથી જ શું હું બાબીનેય બાતલ રાખવા માગું છું! બાબીના આત્મકલ્યાણનું તો કેવળ બહાનું જ નથી શું? બાબી મારી છાતીએથી છૂટતી નથી, બાબી વિના જીવન વીતવાનું નથી, હૈયાનું ધાવણ છલછલ કરે છે, વૈરાગ્યના લેબાસની અંદર સંસારી ઊભરા ઊભરાય છે, ને એ ઊર્મિઓ ઠાલવવાનું એક સાધન “બાબી" મને મળેલ છે, તે સ્વાર્થ જ મને આટલી ઘાતકી બનાવે છે ને?
રાત આ રીતે વીતી. પ્રભાતે એણે ગાલ અને આંખો લૂછી નાખ્યાં; રજા આપી: “બાબીને પરણાવો સુખેથી.”
એ વાક્યની પછવાડે બોલનારીના હૃદયનું લોહી ટપકતું હતું : ટીપે, ટીપે, ટીપે...
“લાવો લાવો કાંસકી મારા હાથમાં, મૈયા! તમને ક્યાં બાબીનું માથું ઓળતાં આવડે છે?”
“અરે, પણ આ સેંથો જુનવાણી રીતનો સીધો શું લ્યો છો તમે, મૈયા ? રૂપા...ળો જમણી આંખની ભમ્મર ઉપરથી બરાબર ખેંચો ને!”
“હવે તમે કંઈ સમજો નહિ, ને શું વચ્ચે ડંફાસ મારતાં હશો, મૈયા? કહું છું, કે બાબીના ગરાસણી જેવા મોંને તો વચ્ચોવચ્ચનો સેંથો જ શોભે.”
“તો તો પછી સેંથામાં હીંગળો પૂરવો પડશે ને ?”
“હા ભૈ હા, હીંગળાની દાબડી ઝટ મગાવી લો ને ! હીંગળો જ ભૂલી ગયાં ?”
એ રીતે બાબીના લગ્ન-શણગારની ધમાચકડી લાગી પડી હતી.
આશ્રમ જાણે લગ્નમંડપ બન્યો હતો.
બાબી મંદમંદ મલકતી શાંતિથી ઊભી હતી. ફૂલની આસપાસ વીંટળાતી મધમાખો જેવી સાધ્વીઓ, બાલબ્રહ્મચારિણીઓ તેમ જ વિધવાઓ, બાબીને વીંટળાઈ વળી હતી.
મોટાં ગોરાણી મૈયા આ સત્યાનાશ ઉપર છણકા કરતાં બેઠાં હતાં : “અંદરખાનેથી તમને સહુને પરણવાના કોડ રહી ગયા છે : માતેલા ખૂંટડા જેવી – મોઈઓ ! મફતનું ખાઈ બગાડયું.”
“હાં, હવે પાનેતર લાવો. ચૂંદડી લાવો.”
બાબીના સીધા સોટા જેવા સુડોળ દેહ ઉપર શ્વેત આછું પાનેતર ઝૂલવા લાગ્યું. તેની ઉપર યુવાન સંન્યાસિનીઓ ચૂંદડીના પાલવ ગોઠવવા મંડી પડી.
એકાદ જણીથી ન રહેવાયું; એ ગુંજવા લાગી :
ઓઢોને, બેનડ, ચૂંદડી :
મારો નખના પરવાળા જેવી ચૂંદડી !
ઓઢોને, બેનડ, ચૂંદડી !
ગોરાણી ન રહી શક્યાં: “ભગવતનાં સ્તવનો છોડીને સંસારી ગીત ગાવા લાગી પડી, બાઈઓ?”
‘ત્યાં પાટલી વાળતી બીજી સાધ્વીએ ટહુકો પૂર્યો:
વાયા વાયા રે કાંઈ ઓતર-દખણના વાયરા રે!
ચૂંદડીના છેડા ફરુકિયા.
દીઠો દીઠો એની કેડય કેરો લાંક રે!
બીજો રે દીઠો સવા ગજ ચોટલો.
બે સાધ્વીઓ બાબીના પગ પાસે ઘૂંટણભર ઝૂકીને શણગાર સજાવતી હતી. બેઉનાં માથાં ઉપર બાબીની ચૂંદડીના પાલવ ઢળી પડયા હતા. બન્ને જણીઓ ચૂંદડીના એ નીતરતા રંગ નીચે ભીંજાતી, ચૂંદડીના સોહાગમાં ઝબોળાતી શું કરી રહી હતી? જીવનના અધૂરા લગ્ન-કોડને થોડી ઘડી માણી લેતી હતી. એ મુખડાં, એ આંખો, એ મુંડિત છતાંયે મોહકારી માથાં વૈરાગ્ય માટે નહોતાં નિર્માયાં: લગ્નજીવનની ફોરમો મહેકતી હતી એમાંથી. આશ્રમજીવન ઊથલી ગયું તે દિવસે. વૈરાગ્યનાં વ્રત-નિયમોનો વરખ કુદરતી ઊર્મિઓના પવનઝપાટામાં ઊખડી ગયો. નીચે જે સાચું હતું તે નજરે પડયું. પછી એને વિકાર કહેવો હોય તો વિકાર કહો, માનવ-પ્રાણના થનગનાટ કહો – ઠીક લાગે તે કહો.
“બધી મૈયાઓ ! મોઢાં ઢાંકીને એક પછી એક અંદર ચાલ્યાં જાઓ, એટલે બાબીનો વર તમારાં દર્શન કરી લેશે.”
બાબીનો પતિ પોતાની સ્ત્રીના સાચા મહિયરને પહેલી-છેલ્લી વાર નિહાળી લેવા આવ્યો હતો. આશ્રમ પછવાડેની એક ઝીણી જાળીવાળી બારી પર એ ઊભો હતો.
સોળથી લઈ સાઠ વર્ષની વૃદ્ધાઓ મળી પચાસ સાધ્વીઓની પંક્તિ ચાલી આવતી હતી. છૂપા છૂપા ઘૂમટા ઊંચા કરીને પ્રત્યેકે એ જુવાન પુરુષને જોઈ લીધો. જબરદસ્તીથી ગંભીર રહેનારાં મોં મલક્યાં: ટીકીટીકીને જોયું.
“મૈયાઓ !” બાબીના પતિએ શાંત વિનય ધરીને કહ્યું, “તમે તમામ મારી 'બાબી’ની સાચી માતાઓ છો. તમારે ખોળે ઊછરીને એ મારા જીવનમાં આવી છે. હું પણ તમારો પુત્ર નથી શું? મારી માનું મોં જોયાનું મને યાદ નથી. મારી સન્મુખ હું તમને તમામને મારી જનેતારૂપ જોતો ઊભો છું. મને એક વાર તમારાં મોં નહિ બતાવો શું?”
“મૈયાઓ ! મોં ખુલ્લાં કરી નાખો.”
એ અવાજ વડાં ગોરાણીનો હતો. પચાસ વર્ષોથી જેણે “પાપ પાપ” કરીને પોતાનું તેમ જ શિષ્યાઓનું જીવન જલાવી નાખ્યું હતું તે, નિત્ય નિત્ય ટોણાં મારનારાં, વાતવાતમાં નિયમભંગ બતાવનારાં તે જ ગોરાણી છેવટે બોલી ઊઠયાં: “મૈયાઓ ! મોં ખુલ્લાં કરો.”
પ્રત્યેક મોં ઉપર દડદડ અશ્રુધાર ઝરતી હતી. બાબીનો વર આ વાત્સલ્યમૂર્તિઓને ધારી ધારી નિહાળતો હતો.
સાધ્વીઓનું પ્રત્યેક આંસુ નાનું બચ્ચું બની જાણે રમવા દોડી જતું હતું.
“બાપુ” બાબીએ દાક્તરને છેલ્લી ભલામણ દીધી : “મૈયાઓને છોડીને કદી જતા નહિ, હો !” કહેતાં કહેતાં બાબી રડી પડી.
“હો બેટા !” દાક્તરે મુશ્કેલીથી જવાબ દીધો: “હું હવે બીજે ક્યાં જઈશ? મારી સાચી માતાઓ કહું, કે દીકરીઓ કહું, તો તે આ મૈયાઓ જ છે."
-ને જ્યારે એ નવદંપતીને લઈ જતી ગાડીના “પટ્ પટ્... પટ્ પટ્’ એવા અવાજ આઘે આઘે નીકળી ગયા, ત્યારે નવી મૈયા ઝાડના થડ પર દેહ ઢાળીને, આકાશના તારા તારા જેવડાં આંસુ પાડતી હતી.
તારાઓ હોઠ પટપટાવી કહેતા હતા : “મા ! મા ! મા ! મા !”