એકતારો/‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ|}} <poem> ગાઓ ગીતો 'ગરીબોદ્વાર’નાં, ખી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 32: | Line 32: | ||
રખે પૂછે પગાર કલાક તણું!–ગાઓ૦ ૩. | રખે પૂછે પગાર કલાક તણું!–ગાઓ૦ ૩. | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = દૂબળાની નારી | |||
|next = પરદેશીઓને : પાતકીઓને : યોદ્ધાઓને | |||
}} |
Latest revision as of 12:24, 22 January 2022
‘ગરીબોદ્વાર'ની ચાલાકીઓ
ગાઓ ગીતો 'ગરીબોદ્વાર’નાં,
ખીસું ભરેલ ચાલાકી તણાં!
થાક્યો મજૂર હતાશ બની
જ્યારે હુંકારી લાત લગાવવા આવે,
કામના કાળ–ઘટાડ અને
થોડા ઠીક પગારની માગણી લાવે;
ભાન ત્યારે એનું ભૂલવવા
એને પીરસજે 'દીનોદ્વાર’ નવા—ગાઓ૦ ૧.
એને નાવા ધોવા થોડી કોટડીઓ
થોડી આરસ–કૂંડીઓ ને અરીસાઓ
આપો, આપો થોડી ચોપડીઓ
થોડી ડોલર–ચંપાની ફૂલ–લતાઓ;
દીન–કલ્યાણની એ ભ્રમણા
વિષે પ્રશ્ન ડુબાવો પગાર તણા!—ગાઓ૦ ૨.
એનાં બાળોને એક નિશાળ બાળો,
બાળો નર્સ થોડી, થોડી બાટલીઓ,
એને શ્વાસ લેવા થોડી બારીએ મોરીઓ,
થોડી સુવાવડ–ખાટલીઓ;
દેજો બીજું ય માગે તે બધું,
રખે પૂછે પગાર કલાક તણું!–ગાઓ૦ ૩.