કંકાવટી/ઝાડપાંદની પૂજા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 18: | Line 18: | ||
<br> | <br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[કંકાવટી/ગણાગોર|ગણાગોર]] | |previous = [[કંકાવટી/ગણાગોર|ગણાગોર]] | ||
|next = [[કંકાવટી/ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત|ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત]] | |next = [[કંકાવટી/ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત|ગૌર્ય (ગૌરી) વ્રતનું ગીત]] | ||
}} | }} |
Latest revision as of 11:46, 24 January 2022
ઝાડપાંદની પૂજા
બોરડી રે બોરડી
મારા વીરની ગા ગોરડી.
હું પૂજું આકડો આકડો
મારા વીરનો ઢાંઢો વાંકડો વાંકડો.
હું પૂજું આવળ આવળ
મારો સસરો રાવળ રાવળ
હું પૂજું પોદળો પોદળો
મારી સાસુ રોદળો રોદળો.
કન્યા બોરડીના ઝાડને પૂજીને પોતાના ભાઈના ઘરમાં ગોરી ગાયની વાંછના કરે. આંકડાના છોડ પાસેથી વીરને માટે વાંકડિયા શીંગવાળા બળદનું વરદાન માગે: આવળના રોપની આરાધના કરતી કરતી રાજવી (રાવળ) સસરો માગે: ગાયનો પોદળો પૂજતી પૂજતી કેવી સાસુ માગે? ઢીલી ઢફ, પોદળા જેવી. કામ ન કરી શકે તેવી! શા માટે? પોતે જ સસરાના ઘરની હકૂમત ચલાવી શકે તેટલા માટે!