વેણીનાં ફૂલ/કાળૂડો રંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કાળૂડો રંગ|}} <poem> હાં રે મને વાલો છે આભમાં ઉભેલી કો વાદળીનો ક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
માનવીનાં મેલાં કો કાળજાંનો કાળૂડો રંગ! | માનવીનાં મેલાં કો કાળજાંનો કાળૂડો રંગ! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = દરિયો | |||
|next = લીલો રંગ | |||
}} |
Latest revision as of 04:55, 3 February 2022
કાળૂડો રંગ
હાં રે મને વાલો છે
આભમાં ઉભેલી કો વાદળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
હીરલે મઢેલી મધરાતડીનો કાળૂડો રંગ.
હાં રે મને વાલો છે
ભાભી તણા ઘાટા અંબોડલાનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
માવડીનાં નેણાંની કીકીઓનો કાળૂડો રંગ.
હાં રે મને વાલો
ગોવાળણીની જાડેરી કામળીનો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો
ગોવાળ તારી મૂછોને દાઢી તણો કાળૂડો રંગ.
હાં રે મને વાલો છે
કાગડા ને કોયલની પાંખ તણો કાળૂડો રંગ,
હાં રે બીજો વાલો છે
સીદી! તારાં બાલૂડાં સીદકાંનો કાળૂડો રંગ.
હાં રે મને વાલો છે
ઈશ્વરે રચેલો રૂડો રૂપાળો કાળૂડો રંગ,
હાં રે એક દવલો છે
માનવીનાં મેલાં કો કાળજાંનો કાળૂડો રંગ!