(12 intermediate revisions by 2 users not shown) |
Line 1: |
Line 1: |
| | {{#seo: |
| | |title_mode= replace |
| | |title= યજ્ઞેશ દવેનાં કાવ્યો - Ekatra Wiki |
| | |keywords= ગુજરાતી કવિતા, યજ્ઞેશ દવેનાં કાવ્યો, યજ્ઞેશ દવે, સંજુ વાળા, અનુઆધુનિક ગુજરાતી સાહિત્ય |
| | |description=This is home page for this wiki |
| | |image= 5_Yagnesh_Dave_Kavya_Title.jpg |
| | |image_alt=Wiki Logo |
| | |site_name=Ekatra Wiki |
| | |locale=gu-IN |
| | |type=website |
| | |modified_time={{REVISIONYEAR}}-{{REVISIONMONTH}}-{{REVISIONDAY2}} |

| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:5 Yagnesh Dave Kavya Title.jpg | | |cover_image = File:5_Yagnesh_Dave_Kavya_Title.jpg |
| |title = યજ્ઞેશ દવેનાં કાવ્યો
| | |title = યજ્ઞેશ દવેનાં કાવ્યો

| |editor = સંજુ વાળા
| | |editor = સંજુ વાળા

Line 7: |
Line 20: |

| | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |

| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/માચુ પિચુનાં ખંડેરોમાં|માચુ પિચુનાં ખંડેરોમાં]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/મોતીસરીનું આ વન|મોતીસરીનું આ વન]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/વસ્તુઓ|વસ્તુઓ]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/‘અશ્વત્થામા’|‘અશ્વત્થામા’]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/મારી શેરી|મારી શેરી]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/પૃથ્વી|પૃથ્વી]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/અવરોહે આરોહણ|અવરોહે આરોહણ]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/ગંધમંજૂષા|ગંધમંજૂષા]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/વના જેતાની વાતું|વના જેતાની વાતું]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/મધર ઈવ - આદિમાતા|મધર ઈવ - આદિમાતા]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/લઘુકાવ્યો|લઘુકાવ્યો]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/પત્ર|પત્ર]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/આકાશ|આકાશ]] |
| | * [[યજ્ઞેશ દવેનાં કાવ્યો/ગુચ્છ કાવ્યો|ગુચ્છ કાવ્યો]] |

| == માચુ પિચુનાં ખંડેરોમાં ==

| <poem>

| એ ગહન ગંભીર ઉપત્યકાઓમાં

| જ્યાં વાદળો સરકે છે પાછલા પ્રહરના સ્વપ્નની જેમ,

| જ્યાં એ વાદળોની ધૂસર જવનિકા પાછળ

| પૂરો થયો છે એક કરુણ ખેલ

| ઉપર ઓગણપચાસ મરુતો

| જ્યાં ઝાંયઝાંય કરતા ફૂંકાય છે ઝંઝાના વેગથી

| ને

| નીચે કશુંક રહ્યું છે

| સ્થિર, નિષ્કંપ.

| કેડીઓ ને રસ્તાઓ

| જ્યાં ઝરણાં બનીને દોડતાં ખોવાઈ જાય છે

| ઘનપલ્લવ વનરાજીની ગંભીર છાતીમાં

| જ્યાં ઉર્વર ઉદ્ભિજ સૃષ્ટિ હળવા-હળવા હાથથી

| રૂઝવે છે ઘવાયેલા પથ્થરોના ઘાવ.

| જ્યાં મૃત્યુ કોઈ એકાકી ધનિક પ્રૌઢાની જેમ

| રહ્યું છે તેનો અસબાબ સાચવતું

| એ માચુ પિચુનાં ખંડેરોમાં આમ કોણ બેઠું છે

| પોતાના જ બે હાથ વચ્ચે માથું ટેકવી

| આટલુ બધું એકાકી?

| કોનો પડછાયો ભળી જાય છે

| હરતી-ફરતી ભૂતાવળોની સાથે?

| કોણ ચડે છે ને ઊતરે છે આ, સોપાનશ્રેણીઓ પર?

| અલપઝલપ આંખો દેખાડી કોણ છુપાઈ જાય છે

| આ શિલાઓ પાછળ?

| કોણ આ કર્ણમૂળ સુધી ઝૂકીને

| આછા નિઃશ્વાસ સાથે કહી જાય છે કશુંક

| સાવ જનાન્તિક?

| ક્યાં ગયા એ શ્રમિકોની સુડોળ કાયા પર ચળકતા સૂર્યો?

| ક્યાં ગઈ એ રક્તવર્ણી ચળકતી પીઠો?

| એ બલિષ્ઠ સ્નાયુઓની સુરેખ ચાપો?

| એ કુંતલકેશરાજિમાં ભૂલી પડેલી બે સફેદ કોડી જેવી આંખો?

| ધરબાયેલા કંકાલો

| ધૂળ ખંખેરી ઊભા થાય ભૂમિમાંથી.

| ચાંદની રાતે

| નરકંકાલો સાથે નારીકંકાલોની ક્રીડા

| અફળાતા અસ્થિઓના બોદા અવાજો, ભયાવહ ચિત્કારો

| એક જડબાના પોલાણમાં ફસડાઈ પડેલી બીજા જડબાની ડાબલી.

| ક્યાં ગયાં એ કામુક સ્તનો?

| એક સ્તનની પરિક્રમા કરતાં-કરતાં જ

| થાકીને સૂઈ ગયેલી આંગળીઓ

| અગ્નિના બાણ જેવા હોઠો

| જંઘાના મૂળમાં બાઝેલાં પ્રસ્વેદનાં મોતીઓ.

| સુવર્ણનાં કંકણથીય ઉજ્જ્વળ એ કમનીય હાથ,

| કાનની બૂટમાં રતાશ બની ફરકી ગયેલો એ કંપ.

| નરમ માંસની ઉષ્ણ ઘ્રાણ,

| એકમેકની કામનાએ વણેલું એ નગ્નતાનું વસ્ત્ર

| એક અસ્થિના પોલાણમાંથી

| હૂહૂકાર કરી વિસ્તરતું જાય છે કશુંક

| જ્યાં મરે છે બધું જ આ પૃથ્વી પરનું.

| જ્યાં કોટાનકોટિ નિહારિકાઓ,

| લક્ષલક્ષ નક્ષત્રો, તારાઓ મરે છે કોઈ જ અવાજ વગર.

| જ્યાં મરે છે કાળ ધીમેધીમે

| કોહવાતાં જતાં પાંદડાંની જેમ.

| ઇન્કાના પથ્થરજડ્યા સર્પિલ રસ્તાઓ પરથી પડછાયો સંકોરી

| કોઈ ઊતરી ગયું છે હળવે પગલે

| એન્ડીઝની પેલી તરફ

| પાસિફિકની પેલે પાર.

| એક સમયે પૃથ્વીનાં હૂંફાળા ગર્ભાશય સમા આ ટીટીકાકા

| સરોવરમાં

| કારખાનાનાં ઓકેલાં પાણીથી

| ટૂંપાઈ ગયો છે નીલ માછલીનો નરમ ગર્ભ.

| પૂર્ણિમાની રાત્રે જળમાં રમવા ઊતરી આવેલ

| આખા આકાશને વેતરતી ચાલે છે

| સહેલાણી લૉન્ચોની ભખભખતી ચીસ.

| કોઈ કાળે પૃથ્વીની નાભિસમ કુઝકો નગરીમાં

| ઇન્ડિયનોની રક્તિમ નાભિ નીચે ધીમે ધીમે

| ભળતું જાય છે રાખોડી લોહી.

| શસ્ય ક્ષેત્રોનાં ધનધાન્યમાં

| હવે નથી રહ્યો કોઈ દેવોનો કે રાજાનોય ભાગ

| બધો ભાગ –

| બધો ભાગ હવે મરણના મુખમાં.

| સોનેરી કણસલાંઓની, ભરી ભરી ઊંબીઓની

| પવન સાથે કાલીઘેલી વાતો હવે ભૂમિમાં.

| સમર્થ નૃપતિઓય ચાલ્યા ગયા છે.

| પૃથ્વીની હૂંફાળી શય્યા સેવવા.

| ને,

| એક જ લાકડીએ હાંકા કઢાયેલ દેવો છે

| સાવ નિર્વાસિત – ચૂપ.

| મધ્યાહ્નના નિશ્ચેષ્ટ પ્રહરમાં

| મૃતનગર પર સૂર્ય પ્રજ્વળે છે

| પ્રખર ક્રૂર બાજની જેમ

| એક સાદ પાડું ને

| હજાર-હજાર પડઘાઓ ગબડી પડે ખીણમાં.

| લથડતા સમયને જ્યાં પસાર થતાં

| પરસેવો વળે છે એ ખંડેરોમાંથી એક ટૂરિસ્ટ

| દોડી જાય છે સડસડાટ

| બધે મીંઢા મૌનનું મરણવર્તી સામ્રાજ્ય.

| કાળ જેવું વિકરાળ સ્વરૂપ છે

| તે સમય તો

| પડ્યો રહ્યો છે શ્લથ, અલસ, નિદ્રાવશ

| બે પથ્થરો વચ્ચે પડી રહેલી ગરોળીની મીંચાયેલી આંખમાં.

| રઝળતી ખોપરીઓના પાત્રમાં દારૂ પીને છાકટા થાય છે સ્પેનયાર્ડો.

| સો-સો મણ સોનાના ભાર નીચે દબાય છે પેરુ.

| છેલ્લો ઇન્કા બેસી પડે સૂર્યનો અસ્ત જોઈને.

| પણ કોણ જાણે ક્યાંથી

| આ અળવીતરો પવન આવીને પાનું ફેરવી જાય છે

| ને

| એન્ડીઝનાં તુષારમંડિત શિખરો ૫૨થી

| સાંજના વિલાતા જતા પ્રકાશમાં

| ફરી-ફરીને પાછો ફરું છું

| મારી જ તૂટેલી ખુરશીના ખોળામાં.

| સાંજ ઢળી ચૂકી છે

| ઝાંખા પ્રકાશમાં રેખા ચિત્ર જેવી

| લીમડાની ચમરી હળવા પવનમાં જરાક કંપે છે

| સાંધ્ય આકાશમાં આર્દ્રાનો ગુલાબી તારો

| મારાં આંસુમાં ચળકે છે.

| * માચુ પિચુ – દક્ષિણ અમેરિકાના પેરુ દેશમાં આવેલું ઇન્કા સંસ્કૃતિનું મહત્ત્વનું પ્રાચીન સ્થળ

| </poem>

| == મોતીસરીનું આ વન ==

| <poem>

| દૂરદૂરથી ઊડેલો કલાન્ત પવન

| તેનાં પીંછાં પસવારે રાયણના વૃક્ષ પર

| ને

| તેનાં પીંછાંમાંથી ખરે, હવામાં તરે તરે

| તેના ભ્રમણદેશોની ગંધ.

| કૂકડાની કામેચ્છા જેવો સૂર્ય – લાલ

| આથમી જાય વનનાં વૃક્ષોમાં.

| કલકલિયા ચાષની પાંખોનો રંગ નીલ–

| જળનો કે આકાશનો?

| ટિટોડીની પ્રગલ્ભ ચાલ,

| વનમેનાની આંજીમાંજી આંખ,

| હુદહુદના માથા પરનો કેસરી તાજ,

| બધું જ ઘોળાતું ઘોળાતું ભળી જાય અંધકારમાં.

| વૃક્ષો પણ હવે સંકેલી લે છાયાની માયા

| ને

| ધીમેધીમે ધૂસર થતું જાય

| કબૂતરની લીલી ડોક જેવું ચળકતું

| મોતીસરીનું આ વન.

| પછી રહે

| ધૂસર હવામાં ઝીણી-ઝીણી ઘંટડી જેવું

| બંધાતું ધુમ્મસ,

| દશરથિયાં, ચીબરી કે કોઈ રાત્રિપક્ષીનો રઝળતો અવાજ,

| વટવાગોળની પાંખોનો અસ્પષ્ટ ફડફડાટ,

| ને

| કંસારીના ઝાંઝરનો રણકતો સૂર.

| ગોરડ, બાવળ ને હરમાની વિકળ ગંધ

| ઓગળતી-ઓગળતી ભળી જાય અંધકારમાં.

| તળાવના તરલ અંધકારમાં

| ઝબકોળાવા આવે

| વનની, જળની રૂપસીઓ.

| એકાએક પૂર્વજન્મની કરુણ સ્મૃતિ જેવો

| બપૈયાનો આર્જવભર્યો ટહુકો

| ઝાંખા ચન્દ્રની જેમ ઊગી શમી જાય અંધકારમાં.

| નક્ષત્રોના ઝાંખા ઉજાસમાં

| વનના ઉચ્છ્વાસ

| ને

| પૃથ્વીના આ ઝાંખા અંધકારનાય અંધકારમાં

| સાવ ખુલ્લી આંખે

| સ્વપ્ન જુવે

| આ બે આંખ

| મોતીસરીનું વન એ જસદણ પાસે આવેલું પક્ષીઓ માટેનું નાનુંસરખું અભયારણ્ય છે.

| </poem>