અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવલરામ પંડ્યા/જનાવરની જાન: Difference between revisions
m (Jayprakash12345 moved page જનાવરની જાન to અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નવલરામ પંડ્યા/જનાવરની જાન without leaving a redirect) |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|જનાવરની જાન| નવલરામ પંડ્યા}} | |||
<poem> | <poem> | ||
જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે; | જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે; | ||
Line 45: | Line 47: | ||
સમજે તો સાર નવલ બહુ, નહીં તો હસવું વારુ. | સમજે તો સાર નવલ બહુ, નહીં તો હસવું વારુ. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/દરિયામાં ચાંદનીની શોભા | દરિયામાં ચાંદનીની શોભા]] | દરિયામાં ચાંદનીની શોભા ]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બહેરામજી મલબારી/ઇતિહાસની આરસી | ઇતિહાસની આરસી]] | રાજા રાણા! અક્કડ શેંના? વિસાત શી તમ રાજ્યતણી?]] | |||
}} |
Latest revision as of 09:15, 19 October 2021
નવલરામ પંડ્યા
જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે;
બકરીબાઈનો બેટડો પરણે છે આજે.
ઢોલ, નગારાં, ભેર ને સૂર શરણાઈ તીણા;
સો સાબેલા શભીતા બેટા-બેટી ઘેટીનાં.
દીઠ મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો;
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢીવાળો.
સાજનનું શું પૂછવું? બકરે કરી જોરો,
ભેગા કર્યાં છે ભાવથી મોટાં મોટાં ઢોરો.
રાતા માતા આખલા, રાખી શિંગડાં સીધાં,
આગળ માર્ગ મુકાવતા, પદ પોલીસ લીધાં.
સાજને શ્રેષ્ઠ જ ઊટંડા, હીંડે ઊંચી ઓડે,
એનાં અઢારે વાંકડાં, કામદારોની ગોડે.
હારમાં એકબે હાથી છે, મોટા દાંત જ વાળા,
નીચે ન્યાળીને ડોલતા, હીંડે શેઠ સૂંઢાળા.
હાથી ઘોડા તો છે ઘણા; હાર રોતડા પાડા;
કાળા, કઢંગા ને થયા ખડ ખાઈ જડ જાડા.
આંખો ફાટી, છાતી નીસરી, કરતા ખૂબ ખૂંખારા,
હીંડે ઊછળતા ઘોડલા, શાહજન થઈ સારા.
ટટ્ટુઓ ટગુમગુ ચાલતાં, પૂઠે ગરીબ ગધેડા:
હા જી, હા જી, કરી હીંડતો ડીફાં વિના અતેડા.
હારોહાર હજારો આ, માંહોમાંહે લપાતા;
કોણ આવે કામળ ઓઢીને? એ તો ગાડરમાતા.
પિત્રાઈઓ વેવાઈના, એને અક્કલ ન કોડી,
આડાઅવળા એકેકની પૂઠે જાય જો દોડી.
બકરા તો વરના બાપ છે, હોય એનું શું લેખું!
શું સાગર શિંગડાં તણો, હું તે આજે આ દેખું!
વરનો તે ઘોડો આવિયો, વાજે વાજાં વિલાતી,
ભેર, ભૂંગળ ને ઝાંઝરી, ભેગું ભરડતી જાતી.
વરરાજા બે માસનું બાળ બેં બેં કરતું,
ઝડપાયું ઝટ ઝોળીમાં, મન માડીનું ડરતું.
મંગળ બકરી માઈ તો ગાય હરખી હરખી,
જોડે જાંદરણી ઘણી કાઢે જોવા જ સરખી.
બકરીબાઈ એ નાતની ને બીજી ઘણીઓ —
આણી આડોશપાડોશણો, બાઈપણી બેનપણીઓ.
ભેંસ, ભુંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી,
ગાય, બિલાડી, ઊંદરડી ને એક કૂતરીયે તેડી.
વાંદરીઓ નથી વીસર્યાં; દસ-વીસ આ કૂદે!
માથે સામટાં થઈ સૌ, સાત સૂરને છૂંદે.
કોઈ બેં બેં, કોઈ ભેં ભેં કરે, કોઈ ભૂંકતી ભૂંડું,
કોઈ ચૂં ચૂં, મ્યાઉં મ્યાઉં કરે, વેરવાળે કોઈ કૂડું.
હાકહૂક કરતી વાંદરી, જો જો નાચે છે કેવી!
ધન ધન બકરી! ન કોઈની, જાન તારા તો જેવી!
ચારપગાંની જાન આ, જોડી બેપગા સારુ;
સમજે તો સાર નવલ બહુ, નહીં તો હસવું વારુ.