|
|
(17 intermediate revisions by 3 users not shown) |
Line 6: |
Line 6: |
|
| |
|
|
| |
|
| | | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | }} |
| | <br> |
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઠેશ|ઠેશ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મોં – સૂઝણું|મોં – સૂઝણું]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઑય મા મુંને –|ઑય મા મુંને –]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તમે ભલે ઘર છોડી ચાલ્યાં–|તમે ભલે ઘર છોડી ચાલ્યાં–]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/લંબાતા દંનનું ગીત|લંબાતા દંનનું ગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩|‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/રુંઝ્યું વળવાની વેળ|રુંઝ્યું વળવાની વેળ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/દરિયાની વાત કાંક દરિયો જાણે —|દરિયાની વાત કાંક દરિયો જાણે —]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/શિખરિણી|શિખરિણી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨)|આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨)]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨)|નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨)]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ગોધૂલિવેળા|ગોધૂલિવેળા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મશ|મશ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વ્રજગીત|વ્રજગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મોસમનો પહેલો વરસાદ|મોસમનો પહેલો વરસાદ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એય...ને કાળુભાર|એય...ને કાળુભાર]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ફળિયે ફૉરી દાડમડી|ફળિયે ફૉરી દાડમડી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/રિસામણે જતી કણબણનું ગીત|રિસામણે જતી કણબણનું ગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એંધાણી|એંધાણી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કોના હોઠે|કોના હોઠે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ત્રણ ગાયત્રી ગીત|ત્રણ ગાયત્રી ગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત|મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મરમી, તમે રે|મરમી, તમે રે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પપ્પા, હવે ફોન મૂકું?|પપ્પા, હવે ફોન મૂકું?]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તને ઓળખું છું, મા|તને ઓળખું છું, મા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કદી સાંભરે ભાઈ|કદી સાંભરે ભાઈ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તડકી|તડકી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મારા પગમાંથી|મારા પગમાંથી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઝાડવું ઝૂરે|ઝાડવું ઝૂરે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તારી માન્નો તું|તારી માન્નો તું]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કાંડું મરડ્યું|કાંડું મરડ્યું]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/લહેરખીને થયું|લહેરખીને થયું]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પ્રાર્થના - ૫|પ્રાર્થના - ૫]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઇચ્છાગીત|ઇચ્છાગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મૂક-બધિરોનું ગીત|મૂક-બધિરોનું ગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મુને વાયરાએ|મુને વાયરાએ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એક રે ભરોસો|એક રે ભરોસો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વસંતગીત|વસંતગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/સામે તીર|સામે તીર]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/બે ઝૂલણા-ગીત|બે ઝૂલણા-ગીત]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/સંધ્યા|સંધ્યા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/હું તો જાગી ગૈ|હું તો જાગી ગૈ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તૉર સાંજનો|તૉર સાંજનો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/જે પીડ પરાઈ જાણે રે|જે પીડ પરાઈ જાણે રે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ચ્હેરા|ચ્હેરા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઈશ્વર|ઈશ્વર]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વૃક્ષો વૃક્ષો|વૃક્ષો વૃક્ષો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વચ્ચેથી|વચ્ચેથી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/વિજોગણ પરમાર્યની ગઝલ|વિજોગણ પરમાર્યની ગઝલ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તડકો|તડકો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/આરપાર|આરપાર]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ન દે|ન દે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મિતવા-૧|મિતવા-૧]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/હું એને ગઝલ કહું|હું એને ગઝલ કહું]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/દરિયો મળ્યો|દરિયો મળ્યો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/જળ|જળ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઘેર્યા|ઘેર્યા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/નથી એ –|નથી એ –]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/એ જ સજનવા, ભૂલ|એ જ સજનવા, ભૂલ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ભૂલી જા|ભૂલી જા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પૂર્વવત્ બેઠા છીએ|પૂર્વવત્ બેઠા છીએ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/અડે હોઠ ત્યાં ત્યાં|અડે હોઠ ત્યાં ત્યાં]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/તમારા ઘર સુધી|તમારા ઘર સુધી]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/આવીને|આવીને]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઘા|ઘા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/પગમાં –|પગમાં –]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/છીએ|છીએ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ચોમાસે|ચોમાસે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/આ ગઝલ મેં ફોનમાં–|આ ગઝલ મેં ફોનમાં–]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા|ઉઠાઓ યે તંબૂ, ઉઠાઓ યે ડેરા]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/મૂકી જો|મૂકી જો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/કોઈ|કોઈ]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ક્યાંક તો છેડો હશે|ક્યાંક તો છેડો હશે]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ઠસ્સો|ઠસ્સો]] |
| | * [[મનોહર ત્રિવેદીનાં કાવ્યો/ભીતરે|ભીતરે]] |
|
| |
|
| | | }} |
| ગીત
| |
| == ઠેશ ==
| |
| | |
| <poem>
| |
| જમુનાને ઘાટ હું તે પાણીડાં ગૈ’તી ન્યાં
| |
| વાગી ગૈ એક મુને ઠેશ!
| |
| ગોધણ લઈ આવતા મોહનની બંસીનો
| |
| સૂર મુને આંહીં પરખાણો,
| |
| ઇમાં તે બૈ! હું તો ભાન ભૂલી ગૈ,
| |
| મારા પગમાં અટવાણો એક પાણો;
| |
| નંદવાણી ચૂડિયું ને તૂટી ગ્યું બેડું, મારાં
| |
| ભીંજવાયાં રુદિયું ને વેશ! — જમુનાને
| |
| ઈ ચિત્તડાના ચોર મારી પડખેથી સરક્યો
| |
| ને બોલ્યો ના એક્કે તે વેણ,
| |
| મૂંગાં મલકાટમાં પૂર્યા’તાં ઈણે તો
| |
| કૈ કૈયે લાખેણાં કેણ;
| |
| દલડાનો તઇં ભારો ચંદર ઊગ્યો ને
| |
| ઓલી સંધ્યા પે ઢળતી’તી મેશ! – જમુનાને
| |
| </poem>
| |
| | |
| == મોં – સૂઝણું ==
| |
| | |
| <poem>
| |
| એક કૂબાની બ્હાર રેલાતા કોડિયાનો અજવાસ રે ઝાંખો!
| |
| વાયરો સારી રાત વિંઝાયો; તો ય પેલી એ
| |
| દીપ–શિખાએ પ્રસન્ન ચ્હેરે આદર્યો જાણે નાચ!
| |
| ‘અહીં કૂબાની માંહ્ય છે કેવો દીપ, કે જે – હું –
| |
| વગડા કેરી બીક કશી ના લાગતી વળી આંચ?
| |
| સપન છે કે સતની લીલા?’
| |
| | |
| દ્વારનો કરી હાથ હલાવે, ચોળતો જાણે નિજની આંખો! –
| |
| એક કૂબાની બ્હાર રેલાતો કોડિયાનો અજવાસ રે ઝાંખો!
| |
| | |
| આવી રહી મોં સૂઝણી જ્યંહી વેળ
| |
| પ્રભંજન ભાન ભૂલીને ફૂંકતો બેઠો;
| |
| (નિર્મળા ને સ્વચ્છ ઝરાને બેઉં કિનારે
| |
| બાઝતો જતો લીલ ભરેલો મેલ.)
| |
| | |
| ત્યાં જ ક્ષિતિજે સુરખી રેલી, ફૂટતી હતી સુનલમુખી રેખ,
| |
| અણમાનુષ વાયરે માર્યું ઝાપટુ, આખર તેજ રેલાવી
| |
| હોલવાયો એ દીવડો નાનો, મેલતો ગયો સ્મિત આછેરું એક
| |
| (પ્રકૃતિની ગોદમાં એની ઝાંય જાણે કે નીતરી રહી છેક!)
| |
| સાંકડી કોઈ નીડમાં સારી રાત ગોંધાએલ આજ પારેવાં
| |
| મોકળે મને, ચાંચમાં પ્રોવી ચાંચ ને ઊડ્યાં
| |
| {{Space}} પ્રસરાવી ને આભમાં પાંખો!
| |
| એ જ કૂબાની બ્હાર બધેબધ
| |
| {{Space}} કોડિયાં જલે આજ શું લાખો?
| |
| </poem>
| |
| | |
| == ઑય મા મુંને – ==
| |
| | |
| <poem>
| |
| ઑય મા, મુંને પગમાં કાંટો લવકે છે કંઈ
| |
| ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ...
| |
| | |
| નેળ્યને કેડે આમ તો સખિ
| |
| હોય શું કહે : હોય ગાડેતી જણ, બીજું શું ધૂળ?
| |
| ધ્યાન બા’રી લગરીક થઈ ત્યાં
| |
| ‘ઝમ’ શારાની ગઈ ભોંકાઈ પગમાં બાવળશૂળ
| |
| ઑય મા, મુઝાઈ મરતી એવું સાંસમાં લીલું ચટકે છે કંઈ...
| |
| ઑય મા, મુંને પગમાં કાંટા લવકે છે કંઈ....
| |
| | |
| કોઈ દિ’ રાતું ફાળિયું ભાળી અમથું અમથું
| |
| બોલવું નહીં ચાલવું નહીં કાઈ દિ’ સામે મળવું નહીં, નીમ
| |
| કોઈ દિ બાઈ, કારણ વગર દેખવું નહીં દાઝવું નહીં
| |
| લાજવું નહીં કોઈ વાતે પણ ચળવું નહીં, નીમ
| |
| | |
| ઑય મા રે, સંભારણા પેઠે જામરો મારી પાનીએ મૂવો
| |
| સળકે છે કંઈ....
| |
| | |
| ઑય મા, મને પગમાં કાંટો લવકે છે કંઈ....
| |
| ઑય મા, જેવું આંખ્યમાં કણું ખટકે છે કંઈ....
| |
| </poem>
| |
| | |
| == તમે ભલે ઘર છોડી ચાલ્યાં– ==
| |
| | |
| <poem>
| |
| તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં.....
| |
| તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....
| |
| | |
| હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
| |
| ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
| |
| બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં....
| |
| | |
| નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
| |
| નથી રોટલે ભાત્ય – યાદ એ વળી વળી ઉપસતી
| |
| નથી તમે–ની સરત રહે ના કેાઈ અવરજવરમાં....
| |
| | |
| આળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
| |
| પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
| |
| ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં....
| |
| | |
| તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં....
| |
| તમે ભલે સુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં....
| |
| </poem>
| |
| | |
| == લંબાતા દંનનું ગીત ==
| |
| | |
| <poem>
| |
| આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
| |
| આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ
| |
| | |
| થાય બપોરી વેળ ને ભીનો ધોરિયો પોરો ખાય
| |
| ૨ે પછી ધોરિયો પોરો ખાય
| |
| ભથવારીના હોઠની પેઠે ભાથની છૂટે ગાંઠ
| |
| ને દોણી છાશની ઊણી થાય
| |
| પીંપળા હેઠે થાકની આંખો જાય ઘેરાતી જાય ઘેરાતી જાય
| |
| કાંઈ નવાણે કાંઈ નવાણે
| |
| કાંઈ ધુબાકા ખાય હવે આ ચૈતર ને વૈશાખ....
| |
| | |
| પંથને ફૂટે કેડીયું એવી કેડીયું જેવા
| |
| સીમમાં લાંબા દંન ઊગે રે દંન
| |
| આવશે ક્યારે આવશે ક્યારે આવશે ક્યારે
| |
| સાંજનાં શીળાં વંન કે શીળાં વંન
| |
| ખોરડાં મેલી ગામથી આઘા
| |
| જાય ઠેલાતા જાય લીલા આષાઢ અને શ્રાવણ
| |
| આભ વિના કેઈ આભ ના બીજે ક્યાંય
| |
| ના કાળુભારમાં વહે નીર કે વડે આભ....
| |
| આમ હવાની ફૂંક વાગે ને ધૂળને ફૂટે પાંખ
| |
| આમ આઘેની ટેકરીના ગુલમૉરની ખૂલે આંખ
| |
| </poem>
| |
| | |
| == ‘ગામમુખીનાં ત્રણગીત’ માંથી ૩ ==
| |
| | |
| <poem>
| |
| મુખી સત્તરવાર, તે કાળુભારને ધૂને
| |
| ધોમખપોરે જઈ ને શું ધૂબકા લગાવાય નંઈ?–
| |
| | |
| રાતના ભેરુબંધની હારે
| |
| હીરપરાની વાડ્યને છીંડે ગરકી પછી
| |
| મનને ફાવે એટલાં લાગઠ ઝીંઝરાં ચારાય નંઈ? -
| |
| | |
| ગામને સાડીસાત વખત ખપ હોય તા રાખે
| |
| આપણે ક્યાં જલમીને મુખીપદને લાવ્યા ’તા?
| |
| ગામઉતારે જઈ ને ક્યાં સરપંચ – તલાટી અથવા તો
| |
| કોઈ માનતા માની દેવ મનાવ્યા ’તા?
| |
| | |
| વાઢ ફરે ત્યાં ઠાવકા થઈ બેસવું મોભાસર :
| |
| ઠામુકાં ગીત-સળુકા કાંઈ રે ગવાય નંઈ–
| |
| | |
| છોકરા સાથે રમીએ જો નવકૂકરી ત્યાં તો
| |
| લેક કે’તું કે જોઈ લ્યો મુખીસાબ્યની છોકરમત
| |
| મુંજી થઈ બેસવું, કાં તો કોઈની વાદાકોદમાં
| |
| માથું મારવું – આને જીત કહું કે મત?
| |
| | |
| ઘોડા મારે શિંગડાં, એવી ભોયની આ
| |
| પટલાઈ મળી કે ડેલીએ ઊભા રઈ
| |
| :નિરાંતે રેવડી ખવાય નંઈ –
| |
| </poem>
| |
| | |
| == રુંઝ્યું વળવાની વેળ ==
| |
| | |
| <poem>
| |
| અને ઊડે છે સાંજ મારે ફળિયેથી....
| |
| જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં
| |
| :સુક્કી એકાદ ઘાસ સળિયેથી....
| |
| ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ
| |
| ::પણે સીમ માથે ઊડ્યો ગુલાલ
| |
| ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે
| |
| ::ગામ ભણી તરતા આ આ ઢાળ
| |
| તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા
| |
| :::છૂટ્યા રે સૂર વાંસળીએથી....
| |
| લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી
| |
| ::::અંધારે ચાંચને ઝબોળી
| |
| ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ
| |
| ::હોઠભીની વાત કૈંક ખોલી
| |
| આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો :
| |
| ::છલકે સોડમ ગલી-ગલીએથી....
| |
| રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય
| |
| ::આમ કોલાહલ નીતરતો શેરીએ
| |
| ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ
| |
| ::::વાળુ કરીને ચડે મેડીએ
| |
| હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું)
| |
| ::::કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી....
| |
| ::::અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી...
| |
| </poem>
| |
| | |
| == દરિયાની વાત કાંક દરિયો જાણે — ==
| |
| | |
| <poem>
| |
| દરિયાની વાત કાંક દરિયો જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
| |
| તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો
| |
| હો ભાઈઓ, દરિયાની વાત
| |
| | |
| રેતીમાં ભરતીની રેખા લંબાય એવી જમણા તે હાથમાં રેખાતી
| |
| ડૂસકાંનાં મોજાંમાં ઘુમરાતી જાય પછી છલતી ઊછળતી આ છાતી
| |
| હલ્લેસાં મારીને થાકે છે શ્વાસ : પડે સૂરજનો પડછાયેા ઝાંખો
| |
| હો ભાઈઓ, દરિયાની વાત
| |
| | |
| એવા નિઃશ્વાસ કદી તળિયેથી ઊઠતા કે પળમાં ડૂબે છે કૈંક સદીઓ
| |
| દરિયાની જેમ છતાં ફેલાવો હાથ એમાં સળવળશે સંબંધની નદીઓ
| |
| શ્રાવણની ધૂપ સમા હળવા થઈ ઊડીએજી પ્હેરીને પાણીની પાંખો
| |
| હો ભાઈઓ
| |
| દરિયાની વાત કાંક દરિયેા જાણે ને કાંક જાણે છે નીતરતી આંખો
| |
| તૂટતાં મોજાંની પીડ ભેખડ જાણે ને કાંક જાણે છે ભીતરનો કાંઠો,
| |
| </poem>
| |
| | |
| == શિખરિણી ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા...
| |
| ઉઘાડું આંખો ત્યાં દિવસ ફરતા જાય મિતવા....
| |
| | |
| અને સામે કૅલેન્ડર ઉપરથી સૂર્ય ખરતો
| |
| સવારે તક્તામાં કુમકુમ મુખે શો છલકતો
| |
| હવામાં મીરાંનાં પદ ટપકતાં જાય મિતવા....
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા....
| |
| | |
| વળાંકો છાયા નભ પથ અને ઢાળ નમણાં
| |
| કરે ઊંચા બાહુ હરખવશ, આ ઘાસ-તરણાં
| |
| મને ભીની ભીની લહર ધરતાં જાય મિતવા....
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા....
| |
| | |
| પ્રવેશું ઝાંપામાં અઢળક અહો, વ્હાલ વરસે
| |
| ભર્યાં એકાન્તોમાં મખમલ સમી દૃષ્ટિ પરસે
| |
| દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા....
| |
| {{Space}}ચરણ સરતા જાય મિતવા....
| |
| | |
| '''બે'''
| |
| | |
| {{Space}}{{Space}}આંગણમાં આવીને
| |
| કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને
| |
| | |
| :::તડકા જો હોત તો તો સમજ્યાં કે
| |
| ::::જાળીથી વાયરાઓ લાવે છે લૂ
| |
| :::ખાંગા થૈ ચોમાસાં વરસે છે રાતના
| |
| ::::::ને પળે પળે દાઝું છું હું
| |
| | |
| હૈયું છે હૈયું, એ છોકરું નથી કે એને ચપટીમાં રાખીએ મનાવીને
| |
| | |
| :::આભેથી ઝીલીને ભોંય પછી મેલે છે
| |
| ::::સીમ ભણી ખળખળતાં વ્હેણ
| |
| :::સુક્કાં તે પાંદડાંના છૂટશે તરાપા
| |
| ::::::પણ કૈ કૈ પા મોકલવાં ક્હેણ
| |
| | |
| એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને
| |
| ::::::::આંગણમાં આવીને
| |
| | |
| '''બે'''
| |
| | |
| ::::::બાઈ
| |
| નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ!
| |
| | |
| :::::કંચવો ઉતારીને પાણીમાં ગઈ
| |
| :::::એમાં એવી તે ભૂલ કઈ કીધી?
| |
| ::::ઝાડવાની આડશમાં આંખો માંડીને
| |
| :::::એણે પાણીની જેમ મને પીધી
| |
| ::લૂગડાં નીચોવીને વળગણીએ સૂકવ્યાં ને એમ અમે ચાલ્યાં સુકાઈ
| |
| | |
| :::પોપચાં મીંચીને સ્હેજ પડખાભર થૈ’તી
| |
| ::::ત્યાં નદી થઈ વ્હેતી પરસાળ
| |
| :::મેં જોયુંઃ અંબોડો છૂટતાં તણાઈ ગયો
| |
| ::::::એક મારો સોનેરી વાળ
| |
| સાંજુકા, વાળ અને કુંવરીની વાત માંડી ઠૉળ કરે વચલી ભોજાઈ
| |
| </poem>
| |
| | |
| == ગોધૂલિવેળા ==
| |
| | |
| <poem>
| |
| ::::::થઈ ગોધૂલિવેળા
| |
| ફૂલ તિમિરનાં સ્હેજ ઊઘડતાં વહ્યા ગંધના રેલા
| |
| | |
| ::::ફળિયામાં કલશોર : લીંમડે
| |
| :::::લચી ઊઠતા માળા
| |
| ::::બોઘરણે ઝિલાય ગાયના
| |
| :::::આંચળથી અજવાળાં
| |
| | |
| ગાડામાંથી સીમ ઊતરતાં મળ્યા ઊલટના મેળા
| |
| | |
| ::::ઘરમાં ઝીણી બોલાશુંની
| |
| :::::આળેખાતી ભાત
| |
| ::::જાળી પાસે નમી ડાળખી
| |
| :::::સાંભળવાને વાત
| |
| | |
| છતમાંથી ચાંદરણાં ઊતર્યા : ભળ્યા વાયરા ભેળા
| |
| | |
| ::::નભનાં મોતી ચરવા જ્યારે
| |
| :::::હંસો થાય પસાર
| |
| ::::ઝણણણ ઝાલરમાં ઝળકે છે
| |
| :::::દીપશિખાની ધાર
| |
| | |
| તંબૂરનાં જળ મંદ હલકથી ઠારે કાંઈ ઝળેળા
| |
| :::::થઈ ગોધૂલિ વેળા
| |
| </poem>
| |
| | |
| == મશ ==
| |
| | |
| <poem>
| |
| મશ આંજી’તી મશ
| |
| ઈરખા કરી નીરખે મને વ્રજની દશેદશ
| |
| | |
| એટલે તો વંકાઈને ચાલ્યાં જમનાજીનાં જળ
| |
| ફૂલનાં યે મોં ઝંખવાયાં તે જાય ઊડી ઝાકળ
| |
| | |
| રીંસમાં રાધા કદમ્બની ત્યાં લૈ ઊભી આડશ
| |
| | |
| કોઈકે લોચન ફેરવ્યાં : કીધાં કોઈકે વાંકાં વેણ
| |
| એવડી તે શી ભૂલ કે પવન લાવતો નથી ક્હેણ?
| |
| | |
| મારગે મળે કા’ન તો બધી વાત માંડીને ક’શ
| |
| | |
| પોપચે પ્હેરી પાંખ ને પછી પગમાં મૂકી ઠેક
| |
| ઊઠતી મારા પંડ્યમાંથી કાં કોઈ અજાણી મ્હેક?
| |
| | |
| આજ તો એવું થાય કે જાણે હું ય ના મારે વશ
| |
| મશ આંજી’તી મશ
| |
| </poem>
| |
| | |
| == વ્રજગીત ==
| |
| | |
| <poem>
| |
| ::::::મૈં ભોરી બ્રિજ–નાર
| |
| પલ પલ હિય મેં હરખ લેઈકે ગઈ જસોદા-દ્વાર
| |
| | |
| ::સુનકે મેરે પાંવ કે ઘુંઘરું બૈઠ ગયો મુખ મોરી
| |
| ::લગી રિઝાવત મધુર બાની મૈં લૈ ઝૂલે કી ડોરી
| |
| | |
| નિંદિયારીં અંખિયન – સોં ઓરિ તૂટન લાગ્યો તાર
| |
| | |
| ::મૈં હૂં તોરી મુગધ રાધિકા, મૈં હૂં કદમ્બ-ડારી
| |
| ::મૈં હી ગોધૂરિ બ્રિજ-બન કી, મૈં કાલિન્દી કારી
| |
| | |
| શ્યામ મનોહર ઐસો રિઝ્યો બરસ્યો અનરાધાર
| |
| ::::::મૈં ભોરી બ્રિજ-નાર
| |
| </poem>
| |
| | |
| == મોસમનો પહેલો વરસાદ ==
| |
| | |
| <poem>
| |
| મોસમનો પહેલો વરસાદ પડ્યો, હેય હેય!—
| |
| {{Space}} આળસ મરડી ફટાક છાપરાનાં નળિયેથી
| |
| {{Space}}{{Space}} દરિયો ફળિયામાં દડ્યો, હેય હેય!–
| |
| | |
| હેય હેય! નેવાંનાં પાણી–સમેત
| |
| {{Space}} વહે અંધારું રે ઝાકમઝોળ
| |
| નદીએ તો ઠીક, અહીં છાતીમાં ઊઠે છે
| |
| {{Space}} પ્હેલવ્હેલ્લો કોઈ હિલ્લોળ
| |
| | |
| ગોખેથી સ્હેજસાજ સૂરજ દેખાય : ભીનો
| |
| {{Space}} ઘરને ઉજાસ જડ્યો, હેય હેય – !
| |
| | |
| હેય હેય! વહેલી સવારે લખમીજીનાં
| |
| {{Space}} લીલાં પગલાંની જોઉં ભાત
| |
| પાંદડીએ પાંદડીએ ઝિલાતી જાય
| |
| {{Space}} એની ઘૂઘરીઓ તૂટ્યા–ની વાત
| |
| | |
| જાસૂદનાં ફૂલ જેમ તારીયે આંખોમાં
| |
| {{Space}}{{Space}} કેવો ઉન્માદ ચડ્યો, હેય હેય – !
| |
| </poem>
| |
| | |
| == એય...ને કાળુભાર ==
| |
| | |
| <poem>
| |
| ચાલતી રહે એ...યને ઠુમકદાર બે કાંઠે મ્હાલતી રહે એય...ને કાળુભાર!
| |
| લૂનાં પીળાં ઝૂમખાઓ ખંખોળિયું ખાવા આવતાં એને હળવે રે હુલાવતી રહે
| |
| {{Space}}{{Space}}એય...ને કાળુભાર!
| |
| | |
| રેતના ઘાસલ થૂમડે બેસી કાળિયો કોશી ભરબપ્પોરે સૂર રેલાવે મોકળે મને અડવાણે પગ સોંસરી વીંધી સીમ આ પવન વાતવે વળે ઝાડની આછી છાંયડી કને
| |
| એકલવાયું ઊડતું પંખી ચાંચ બોળીને જાય એ મશે જળનો દઈ સાદ એને
| |
| {{Space}}{{Space}}બોલાવતી રહે એય...ને કાળુભાર!
| |
| અહીંથી તહીં પતંગિયાની પાંખ–શાં નયન રઘવાયા થઈ ઠેકઠેકાણે ભટકે કદી ગઈ વેળાનાં સગડ ક્યાંથી હોય વેળુમાં? – તોય થાકોડાભેર બે ચરણ અટકે કદી
| |
| પાનીએ રાતા લવકારાને ઠારવા ત્યારે કોઈ ભીના સંભારણે છાલક મારતી રહે
| |
| {{Space}}{{Space}}એય...ને કાળુભાર!
| |
| </poem>
| |
| | |
| == ફળિયે ફૉરી દાડમડી ==
| |
| | |
| <poem>
| |
| ફળિયે ફૉરી દાડમડી ને દાડમડીનાં ફૂલ કે વાંકો ડોલરિયો
| |
| ફૂલની ઊઘડી આંખ : આંખની ઝલમલ ઝલમલ ઝૂલ કે વાંકો ડોલરિયો
| |
| | |
| પગમાં ઊડશે સીમડી કાંઈ સીમે સૂકું ઘાસ કે વાંકો ડોલરિયો
| |
| છતાં તમારે હોઠ ફરક્યો ભીનો ચૈતર માસ કે વાંકો ડોલરિયો
| |
| | |
| વનવગડામાં વાડિયું એક વાડી લચકાલોળ કે વાંકો ડોલરિયો
| |
| પાણી સીંચશે પાતળિયો સખી ન્હાશે માથાબૉળ કે વાંકો ડોલરિયો
| |
| | |
| અડખેપડખે કેડિયુમાં ઊંચા-નીચા ઢાળ કે વાંકો ડોલરિયો
| |
| પછવાડેના ઓરડે કોણ ગૂંથશે સૈયર, વાળ કે વાંકો ડોલરિયો
| |
| | |
| આગળ પાછળ આંગણુ ને વચાળ ઊભું ઘર કે વાંકો ડોલરિયો
| |
| ઘરહીંડોળે ઝૂલે સખિ ને હૈડે રાજકુંવર કે વાંકો ડોલરિયો
| |
| | |
| ગામ ગોંદર્યે તલાવડી ને તલાવડીમાં નીર કે વાંકો ડોલરિયો
| |
| નીરથી આછી રાત ઊગશે ઊંઘમતીને તીર કે વાંકો ડોલરિયો
| |
| </poem>
| |
| | |
| == રિસામણે જતી કણબણનું ગીત ==
| |
| | |
| <poem>
| |
| કાંખમાં મેલ્યું છોકરું, માથે પોટકું, હાલી પિ’ર–
| |
| ::પગમાં ઠસ્સાભેર ઉતાવળ સામટી ઊડે
| |
| :::જેમ કે ઊડે આભમાં કાબર—કીર–
| |
| | |
| :મરને માથાબંધણું મેલું દાટ જોઈ સંભારતો
| |
| ::વાવડ પૂછતો મારા ગામના : મારે શું?
| |
| :::જીવ ટાઢોબૉળ રાખશું, ભરત ભરશું
| |
| :::આઠે પો’ર હિલોળા, હીંચકો અને હું!
| |
| મારી બલારાત વેઠે ઉજાગરા, વેઠે વ્રત, વેઠે અપવાસ,
| |
| :::::નીતારે આંખ્યથી ઊનાં નીર –
| |
| | |
| :આંય તો મીઠી માવડી, ખીલે ગાવડી
| |
| :સખિસૈયરું હશે ભાઈ અને ભોજાઈ
| |
| :ન્યાં સૂનાં—અણોસરાં તોરણ–તક્તા,
| |
| ભીંત્યું અડવી, ઝાંખા ઓરડા ને અભરાઈ
| |
| | |
| હુંય વાલામૂઈ થઈ આફૂડી ગઈ’તી ના’વા
| |
| ::સાવ કોરી ધાકોર નદીને તીર –
| |
| </poem>
| |
| | |
| == એંધાણી ==
| |
| | |
| <poem>
| |
| એવાં ખોરડાંની રાખજો એંધાણી
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
| | |
| ઊઘડતાં ફૂલ જેવી ઊઘડતી આંખ હોય
| |
| {{space}}{{space}}નીંદરમાં પોપચે બિડાણી
| |
| પંખીના કણ્ઠ હાર્યે ઝૂલે પ્રભાતિયાં
| |
| {{space}}{{space}}તુલસીક્યારો જ્યાં ઝીલે પાણી
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
| | |
| વગડાનો થાક જેનો નીતરતો પંડ્યથી
| |
| {{space}}ન્યાં સો – સો સોડમની સરવાણી
| |
| એનાં ભાણેથી ભરજો અમરતના ઑડકાર
| |
| {{space}}{{space}}સાચકલાં અન્નને પિછાણી–
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
| | |
| આઠે તે પૉર ઊલેચાય જેની અંજળિ
| |
| {{space}}{{space}}ને આઠે તે પૉરની ઉજાણી
| |
| આંટીઘૂંટીથી કાંઈ અળગી રહે છે એવી
| |
| {{space}}{{space}}ધૂળમાં રજોટાતી વાણી–
| |
| {{space}}સંતો હો મારા, ઠામ–ઠેકાણાં લિયો જાણી
| |
| </poem>
| |
| | |
| == કોના હોઠે ==
| |
| | |
| <poem>
| |
| ::::ધીરાં ધીરાં
| |
| દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં?
| |
| | |
| :::મ્હેક મ્હેકનાં થળથળ થાનક
| |
| :::ઊઘડ્યાં સૂરનાં પારિજાતક
| |
| :::ક્યાંથી ઊઘડી અદીઠ પાછી હલકભરેલી પીરા?
| |
| | |
| ::::કોઈ ખાલી, કોઈ અધૂરાં
| |
| ક્યાં મેવાડ, ક્યાં ગોકુલ-મથુરા!
| |
| પગલાં પાછળ પગલાં રઝળે અણથક અને અધીરાં
| |
| | |
| :::જાત ભૂલીને નીકળ્યાં પોતે
| |
| :::કોણ અહીંયા કોને ગોતે?
| |
| કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં?
| |
| </poem>
| |
| | |
| == ત્રણ ગાયત્રી ગીત ==
| |
| :::'''એક'''
| |
| | |
| <poem>
| |
| તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
| |
| ખબર તને પણ પડે ભલે કે ક્યાં ક્યાં છે અવરોધ?
| |
| | |
| {{Space}}ખૂણેખાંચરે ફરીશ તોયે
| |
| {{Space}}એમ હાથ નહીં આવું
| |
| {{Space}}હું ય એટલું જાણું છું કે
| |
| {{Space}}કયે સ્થળે સંતાવું?
| |
| | |
| છાનું છાનું હસી હું નીરખીશ : તારો ખોટ્ટો ક્રોધ :
| |
| | |
| {{Space}}પાલવ પાછળ સંતાયાની
| |
| {{Space}}તને થશે જ્યાં જાણ
| |
| {{Space}}બેઉ આંખના વ્હેણ વચાળે
| |
| {{Space}}વધતું જાશે તાણ
| |
| | |
| અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ–
| |
| તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ –
| |
| </poem>
| |
| | |
| == 'મીરાં સામે પારનું’ સ્મરણ થતાં લખાયેલું ગીત ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}હરિ હાલીને આવ્યા અમરેલીએ
| |
| મેં તો ધાર્યું’તું કે પ્હેલવ્હેલા ઊતરશે ગામની ત્યાં ઊંચી હવેલીએ
| |
| | |
| {{Space}}મારા હાથમાંથી વાસીદાં હેઠેં પડ્યાં
| |
| {{Space}}એ તો આવ્યા–ન આવ્યા ને હૈડે અડ્યા
| |
| | |
| સખિ, આવવાના વાવડ જો લગરીકે હોત તો તો નીંદરને દીવે ના મેલીએ?
| |
| | |
| {{Space}}જોયા લથબથ ને નખશિખ રઘવાયા થતા
| |
| {{Space}}કોના વિરહી લોચનથી ખેંચાયે જતાં?
| |
| કહે, ગોકુળના આંસુમાં ઓછપ હતી કે અહીં અટકે તે શ્રાવણની હેલીએ?
| |
| | |
| {{Space}}ક્યાંક સ્યાહીમાં ઘૂઘરીઓ વાગી ઝીણી
| |
| {{Space}}જરી અટકે ને ઠમકારા લેતા વીણી
| |
| | |
| પછી કાગળ પર મીરાંને નાચંતી જોઈ હિર ઊભા રમેશજીની ડેલીએ
| |
| </poem>
| |
| | |
| == મરમી, તમે રે<Ref>પૂ. ‘દર્શક’ને કૃતજ્ઞતાપૂર્વક : અમૃત મહોત્સવ પ્રસંગે</ref> ==
| |
| | |
| <poem>
| |
| મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–
| |
| | |
| ખંખેર્યાં જાળાં ને ગાર–ગોરમટી
| |
| મન મૂકીને ધોળી ભીંતેભીંત
| |
| ખોરડાં ચાળ્યાં ત્યાં ઝળહળ ઓરડા
| |
| પાણિયારે ઝવ્યાં ઝીણાં ગીત
| |
| | |
| ઝૂલ્યાં રે તોરણ ઝૂલ્યા ચાકળા
| |
| મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ–આગળા–
| |
| | |
| આંગણે સુકાતી કૉળી ડાળખી
| |
| અડક્યાં—નાં નીતર્યાં જ્યાં નીર
| |
| લીલી રે બોલાશું ફરકી પાનમાં
| |
| પાને પાને બેઠાં કાબર—કીર
| |
| | |
| કીધા રે અળગા જી તડકા આકરા
| |
| મરમી, તમે રે ઉઘાડ્યા ભોગળ આગળા
| |
| </poem>
| |
| | |
| == પપ્પા, હવે ફોન મૂકું? ==
| |
| | |
| <poem>
| |
| ::::::...તો, પપ્પા! હવે ફોન મુકું?
| |
| ::તમને યે મોજ જરી આવે તે થયું મને STDની ડાળથી ટહુકું?
| |
| ::હૉસ્ટેલને?... હૉસ્ટેલ તો ફાવે છે... જેમ કે કાંટામાં સચવાતું ફૂલ
| |
| :તોય એ તો ઊઘડે છે... રંગભર્યું મ્હેકે છે... ડાળખીમાં કરે ઝુલાઝૂલ
| |
| ::ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
| |
| મમ્મીબા જલસામાં... બાજુમાં ઊભી છે?... ના ના...તો વાસણ છો માંજતી,
| |
| :કે’જો.... આ દીકરીયે તારાં સૌ સપનાંઓ રાત પડ્યે નીંદરમાં આંજતી.
| |
| ::સાચવજો...ભોળી છે... ચિન્તાળુ... ભુલકણી.... પાડજો ના વાંકું કે ચૂંકું,
| |
| :::શું લીધું !... સ્કૂટરને? ... ભારે ઉતાવળા... શમ્મુ તો કે’તો’તો..ફ્રિજ
| |
| ::કેવા છો જિદ્દી?.. ને હપ્તા ને વ્યાજ?... વળી ઘર આખ્ખું ઠલવશે ખીજ
| |
| ::::ઝાઝી તે વાતુંનાં ગાડાં ભરાય... કહું હાઈકુમાં, એટલે કે ટૂંકું
| |
| ::::::તો, પપ્પા! હવે ફોન મૂકું?
| |
| </poem>
| |
| | |
| == તને ઓળખું છું, મા ==
| |
| | |
| <poem>
| |
| :::::તને ઓળખું છું, મા
| |
| સરે અચાનક હોઠેથી બસ, એક વેણ તે ખમ્મા!
| |
| | |
| ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ
| |
| ::ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું
| |
| | |
| મળે લ્હેરખીઃ હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં
| |
| | |
| ::તરણા પેઠે ચાવે કે હડસેલે, કોઈ ફેંકે
| |
| પગભર ઊભો થાઉં ફરી તારી મમતાને ટેકે
| |
| | |
| દસે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં
| |
| | |
| ::ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
| |
| કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે?
| |
| | |
| સ્મરણ-સ્મરણ તે તીરથઃ તારી એમ કરું પરકમ્મા
| |
| :::::તને ઓળખું છું, મા
| |
| </poem>
| |
| | |
| == કદી સાંભરે ભાઈ ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}કદી સાંભરે ભાઈ
| |
| નદી જોઉં ને વહેવા લાગે ભીતર એક સગાઈ
| |
| | |
| :પડુંઆખડું રડું હું ત્યારે પળમાં લેતા તેડી
| |
| ઝાડ-ઝાંખરાંની વચ્ચે પણ એ જ ચીંધતા કેડી
| |
| | |
| એકલસૂરો જુએ જરી તો કોણ ઊઠે અકળાઈ?
| |
| | |
| :બાની વાણી ફાગણ ને બાપુ ચૈતર-વૈશાખ
| |
| :ભાઈ એટલે આંબાડાળે લચી પડેલી સાખ
| |
| | |
| ઘરમાં એ બોલાશ હતી કે કલરવની વનરાઈ?
| |
| | |
| :આજે મારા ઘરના ફળિયે હું અભ્યાગત હોઉં
| |
| :સૌની વચ્ચે વસું છતાં યે હું જ મને ના જોઉં
| |
| | |
| કાળે ખેંચી કિયા કારણે જોજન લગી જુદાઈ?
| |
| </poem>
| |
| | |
| == તડકી ==
| |
| | |
| <poem>
| |
| ::::અહો, પોષની તડકી
| |
| ::ટેકરીએ અથડાતાં ફૂટી અંધકારની મટકી
| |
| ઢાળ ઉપરથી દિશાદિશામાં વહ્યા તેજના રેલા
| |
| ન્હાય હૂંફાળા અજવાળામાં મારગ મેલાઘેલા
| |
| વાડ્યે - વાડ્યે વાત કહેવા હવા ઘડીભર અટકી
| |
| ::સોનલવરણી ધૂળ આવતી, ઠેક લઈને હરણાં
| |
| પંખી લઈ કલશોર : સીમે આ ધર્યાં જુઓ, પાથરણાં
| |
| ::તરણાંના ટાંકાથી એણે ભરી કિરણની ધડકી
| |
| :::પાનપાનમાં ભરી નવાઈ કાંઠે ઊભાં ઝાડ
| |
| મલકે, કારણ પૂછે લઈને એકબીજાની આડ :
| |
| તળાવથી જો નીકળ્યો સૂરજ ખોલી જળની ખડકી!
| |
| ::::અહો, પોષની તડકી.
| |
| </poem>
| |
| | |
| == મારા પગમાંથી ==
| |
| | |
| <poem>
| |
| મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
| |
| પછી કેડી ઉ૫૨ જ્યાં તું ઊછળતી જાય : થાય છાતીમાં હરણાંઓ ઠેકે
| |
| :::::કુંજડીની હાર જાણે નભમાં લહેરાય :
| |
| :::::::તારા ઊડે છે એમ કોરા વાળ
| |
| :::::ગુંજી ઊઠી તે તારા હાથની આ બંગડી
| |
| ::::::::કે પંખીના કલરવથી ડાળ?
| |
| ઢાળ જેવા ઢાળ આમ બ્હેકી જો જાય પછી કોણ તને જોઈ ના બ્હેકે?
| |
| :::::ઝાડવાની નીચે તું ઊભેલી હોય :
| |
| :::::એની છાંય થતી જાય ભીને વાન
| |
| ::::હસુહસુ થાય ત્યાં તો સૂની બપ્પોર
| |
| :::::::એવું પાંદડાંને સૂઝે તોફાન :
| |
| ::દોથો ભરીને તારા ગાલ ઉપર તડકાનાં ચાંદરણાં હળવેથી ફેંકે
| |
| મારા પગમાંથી કાંટો તેં કાઢ્યો તો કાંટાની પીડા પણ ફૂલ સમી મ્હેકે
| |
| </poem>
| |
| | |
| == ઝાડવું ઝૂરે ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}{{Space}}ગામથી દૂરે
| |
| :વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે
| |
| ::લ્હેરખી અડે તોય કાં એને ચડતી નથી કોળ્ય?
| |
| ::સાદ પાડે છે ક્યારની શેઢા દીમથી લીલી ઓળ્ય
| |
| કાળિયોકોશી પૂછતો કારણ મીઠડા સૂરે મીઠડા સૂરે મીઠડા સૂરે
| |
| ::ટેકરી એના ઢાળને કહે : જાણજે એનું દુઃખ
| |
| ::પાંદડાં ક્યાં? ક્યાં છાંયડો? ભાળું કેમ ના રાતી ડૂંખ!
| |
| :દૂરની નદી એ જ વિચારે રેત વલૂરે રેત વલૂરે રેત વલૂરે
| |
| :કૈંક ચોમાસાં જીરવ્યાં : શીળા વાયરા : તીણા તાપ
| |
| :મૂળથી માંડી ટોચ લગી જે પ્રગટ્યું આપોઆપ
| |
| – એજ પીડાની પોટલી ખોલે : આમ થતું રે આમ થતું રે આમ થતું રે?
| |
| {{Space}}{{Space}}ગામથી દૂરે
| |
| :વગડા વચ્ચોવચ્ચ અટૂલું ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે ઝાડવું ઝૂરે,
| |
| </poem>
| |
| | |
| == તારી માન્નો તું ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}{{Space}}: તારી માન્નો તું :
| |
| ::અમથી મેં તો હોંશ કરી કીધું’ તું એમાં શું?
| |
| મધરાતે જ્યાં જાણ થઈ ત્યાં મેં જ વગાડી થાળી
| |
| પ્હેલવારુકી મેં જ ઘરેઘ૨ જૈ ઉઘડાવી જાળી
| |
| ભાનબળી હું એમ ઊડી’તી જાણે કે કાગળ-પત્તું
| |
| ::હરખપદુડી થૈને મેં તો માણું સાકર વ્હેંચી–
| |
| અને અટાણે તું જ આંખથી રઈ છો રીંસ ઊલેચી
| |
| :કર્યાંકારવ્યાં પર તેં બાઈ, આમ ફેરવ્યું પોતું?
| |
| :હાબા જેવા ઘરમાં તારે લાખ પળોજણ હોય
| |
| :લાલાને સાચવવા નવરી છે ગોવાલણ કોઈ?
| |
| ::આફૂડી હું એક, તે ભૂલી જાઉં ફરી બધ્ધું
| |
| {{Space}}{{Space}}: તારી માન્નો તું :
| |
| </poem>
| |
| | |
| == કાંડું મરડ્યું ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}{{Space}}કાંડું મરડ્યું એણે
| |
| રીસ કરીને છોડાવ્યું તો ઝટ દઈ ઝાલી નેણે
| |
| ::જોઈજોઈ કેસૂડાં મ્હોર્યાં : હું થૈ સુક્કી ભઠ્ઠ
| |
| :મારી વાળી શેય વળે ના કોયલની આ હઠ્ઠ
| |
| :પોતીકાએ મને પળેપળ પજવી મ્હેણે - મ્હેણે
| |
| :શરમ મૂકીને પાછળ આવી બેઉ બાજુની વાડ
| |
| :ડાળ નમાવી ટગરટગર નીરખે આ નવરાં ઝાડ
| |
| :વળી વાયરે વાવડ વહેતા કર્યા નદીના વ્હેણે
| |
| ::ચૂંટી ભરતાં, પાણીથી પાતલડી થૈ ગૈ કેડ્ય
| |
| હુંય મૂઈ ના કહી શકી કે આમ મને કાં વેડ્ય?
| |
| પરવશ હું ખેંચાતી ચાલી સમજું નહીં કે શેણે?
| |
| {{Space}}{{Space}}કાંડું મરડ્યું એણે
| |
| </poem>
| |
| | |
| == લહેરખીને થયું ==
| |
| | |
| <poem>
| |
| લહેરખીને થયુંઃ મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
| |
| નજરુંની પીંછીથી પાડી દઉં ભાત્ય મારી ફરશે જ્યાં ભેજભરી આંખો
| |
| | |
| આમ જરી જોઉં ત્યાં તો પાંદડીએ પાંદડીએ ઝાકળના ઝળહળતા દીવા
| |
| છાંયડાને આછેરું અડકી ત્યાં આલ્લે લે! ડાળખીની નમી જતી ગ્રીવા
| |
| | |
| તડકાઓ સાતસાત રંગ લઈ આવ્યાઃ મેં ઝાડમહીં ઝુલાવી શાખો
| |
| | |
| પંખીના કંઠે હું ઘૂંટીઘૂંટીને કાંઈ ટહુકાની પૂરું રંગોળી
| |
| થૉરની રૂંવાટી પર દોરું પતંગિયાં તો આખ્ખીયે સીમ જશે કૉળી
| |
| | |
| સાંજ ઢળી જાય છતાં મારા આકાશનો આ પડશે અજવાસ નહીં ઝાંખો
| |
| લહેરખીને થયું મને ઝીણકુડી-ઝીણકુડી ફૂટી છે ફોરમની પાંખો
| |
| </poem>
| |
| | |
| == પ્રાર્થના - ૫ ==
| |
| | |
| <poem>
| |
| {{Space}}પ્રગટ્યા દીવા
| |
| અજવાળાં તરસ્યાં તે આવ્યાં અંધારાંને પીવા
| |
| {{Space}}નભને કશુંક ક્હેવા આવી
| |
| :{{Space}}જુઓ, અષાઢી બીજ :
| |
| {{Space}}અલોપ થઈએ તો ફણગે છે
| |
| {{Space}}અણધારી કો’ ચીજ
| |
| ચાસે ચાસે પ્રભુ પધાર્યા : નમી પાનની ગ્રીવા
| |
| {{Space}}આઠે પ્હોર રહે ઝળહળતું
| |
| {{Space}}તનનું આ મંદિર
| |
| {{Space}}નસનસ માંહી રહે ટપકતાં
| |
| {{Space}}ગળતી જેવાં નીર
| |
| શ્વાસે - શ્વાસે અહીં બિરાજે શિવજી સાથે શિવા
| |
| {{Space}}પ્રગટ્યા દીવા
| |
| </poem>
| |
| | |
| == ઇચ્છાગીત ==
| |
| | |
| <poem>
| |
| માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
| |
| ઉપરથી આટલું મેં ઇચ્છ્યું કે એકે પળ કોઈની સાથે ન પડે વાંકું
| |
| :::ખડકી છે ખડકી : દુકાન છે એ ઓછી કે
| |
| ::::::જોખીજોખીને કરું વાત?
| |
| ::::આવેતુ જણ પૂછે જોઈ ભળભાંખળું
| |
| :::::કે ક્યારે આ વીતી ગૈ રાત?
| |
| હળુહળુ કાઢું એની અંદરની ગૂંચ છતાં લગરીકે ભાઈ, ના હું થાકું
| |
| ::::::આથમણાં અંધારાં ઊતરે તો ઊતરે
| |
| ::::::આ દીવાઓ દેશે અજવાસ
| |
| ::::આસનમાં આનાથી રૂડું શું હોય?
| |
| ::::::મળે ફળિયાનું લીલુંછમ ઘાસ
| |
| ઉઘાડું રાખ્યું છે હૈયું તો કેમ કરી ઘરની બે ચીજ કહો, ઢાંકું?
| |
| ::::::ડાળીમાં ઝૂલે છે નીરભરી ઠીબ
| |
| :::::::એમ સાચવું હું પંખીનાં ગીત
| |
| ::::નીડમાં એ લાવે છે ભરચક આકાશ
| |
| ::::::મને શીખવે છે જીવવાની રીત
| |
| હેમખેમ સાંજની બોલાશ એવી મળજો કે હોકલીમાં મ્હેકે ગડાકુ
| |
| માથા પર છાપરું ને સૂવાને ખાટલી ને ઓળખીતું હોય એક નાકું
| |
| </poem>
| |
| | |
| == મૂક-બધિરોનું ગીત ==
| |
| | |
| <poem>
| |
| :::::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?
| |
| વાત એની સાંભળીને હોંકારા જેમ પેલાં પાંદડાંઓ લાગે હિલ્લોળતાં
| |
| :::::ખળખળ વહીને કોઈ ઝરણાંઓ બોલે તો
| |
| :::::::::ફૂલ નહીં રહેવાનાં ચૂપ
| |
| :::::પાંખડીમાં જુદા-જુદા રંગ બીજું શું છે?
| |
| :::::::::છે વાણીનાં જુદાં જુદાં રૂપ
| |
| ફોરમનો આસપાસ એવો કલશોર કે બારણાં સૌ કૌતુકથી ખોલતા
| |
| :::::::ઊંચે આકાશમાં તારાની ટોળકી
| |
| :::::::::છાનીછાની માંડે છે વાત
| |
| :::::::એવું શું એણે એકબીજાને કીધું કે
| |
| :::::::::હસી ઊઠ્યા બત્રીશે દાંત?
| |
| ઝાડવાં પણ સાંભળતાં હોય એમ લાગે છે અમથું કદી ન આમ ડોલતાં
| |
| :::::::આંગળીનાં ટેરવાંમાં મૂક્યો છે કંઠ
| |
| :::::::::અમે આંખોમાં મૂક્યા છે કાન
| |
| :::::ગમતું કૈં જોઈ-જોઈ હોઠ જરી મલકે તો,
| |
| :::::::::એને કહેશો ન તમે ગાન ?
| |
| એમ જ આ બારસાખ ઓ૨ડાઓ પાણિયારું ચૂલો ને ભીંત્યું કિલ્લોલતાં
| |
| :::::::::કોણ કહે છે કે ફૂલ નથી બોલતાં?
| |
| </poem>
| |
| | |
| == મુને વાયરાએ ==
| |
| | |
| <poem>
| |
| મુને વાયરાએ એક વાત વાયરાએ એક વાત વાયરાએ એક વાત કીધી જી રે
| |
| મારી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પગલીને ધૂળસોતી પીધી જી રે
| |
| એને તડકાએ તોરમાં તડકાએ તોરમાં તડકાએ તોરમાં પૂછ્યું રે લોલ
| |
| કિણે ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને ભીના આ પંડ્યને લૂછ્યું રે લોલ
| |
| મેં તો અણદેખી લે’રખીને અણદેખી લે’રખીને અણદેખી લે’૨ખીને ચીંધી જી રે
| |
| મારી પાની પસવારતી પાની પસવારતી પાની પસવારતી કેડી રે લોલ
| |
| પછી છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને છાંયડીએ ઊંચકીને તેડી રે લોલ
| |
| જાણે માડીએ પડખામાં માડીએ પડખામાં માડીએ પડખામાં લીધી જી રે
| |
| ઇણે ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઉઘાડી રીસને ઢાંકી રે લોલ
| |
| હું તો ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ ધરથી હતી જ કાંઈ વાંકી રે લોલ
| |
| કીધી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ચપટીમાં સોંસરી ને સીધી જી રે
| |
| </poem>
| |