ઊંડી રજની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આ શી ઊંડી રજની આજની :ભણે ઊંડા ભણકાર! ઘેરી ગુહા આકાશની રે :માંહિં સ...")

No edit summary

Line 1: Line 1:
<poem>
<poem>
આ શી ઊંડી રજની આજની
આ શી ઊંડી રજની આજની
:ભણે ઊંડા ભણકાર!
{{space}}ભણે ઊંડા ભણકાર!
ઘેરી ગુહા આકાશની રે
ઘેરી ગુહા આકાશની રે
:માંહિં સૂતો ઊંડો અંધકાર,
{{space}}માંહિં સૂતો ઊંડો અંધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
::ગૂઢ સંદેશ વ્હેનાર રે;
{{space}}ગૂઢ સંદેશ વ્હેનાર રે;
:આ શી ઊંડી રજની! ૧

{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૧

શાન્તિપૂર રેલી રહ્યું રે
શાન્તિપૂર રેલી રહ્યું રે
{{space}}ઊંડું, અદ્ભુત, સહુઠાર,
{{space}}ઊંડું, અદ્ભુત, સહુઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
છાનો અનિલ રમે સુકુમાર રે;
{{space}}છાનો અનિલ રમે સુકુમાર રે;
{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૨

{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૨

ડૂબી ઊંડી એ પૂરમાં રે
ડૂબી ઊંડી એ પૂરમાં રે
તરુવરકેરી હાર,
{{space}}તરુવરકેરી હાર,
મોહમંત્રથી મૂઢ બની એ
મોહમંત્રથી મૂઢ બની એ
કાંઈ કરે ન ઉચ્ચાર રે;
{{space}}કાંઈ કરે ન ઉચ્ચાર રે;
આ શી ઊંડી રજની! ૩

{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૩

મૂઢ બન્યો એહ મંત્રથી રે
મૂઢ બન્યો એહ મંત્રથી રે
સ્તબ્ધ ઊભો હું આ વાર;
{{space}}સ્તબ્ધ ઊભો હું આ વાર;
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ
કરે ચોગમ ઘોર ઝંકાર રે;
{{space}}કરે ચોગમ ઘોર ઝંકાર રે;
આ શી ઊંડી રજની! ૪

{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૪

જાગી ઊઠી એ ઝંકારથી રે
જાગી ઊઠી એ ઝંકારથી રે
અનુભવ્યું દિવ્ય ઓથાર;
{{space}}અનુભવ્યું દિવ્ય ઓથાર;
ભરાયું ભેદ અસંખ્યથી રે
ભરાયું ભેદ અસંખ્યથી રે
મ્હારું હૃદય ફાટે શતધાર રે
{{space}}મ્હારું હૃદય ફાટે શતધાર રે
આ શી ઊંડી રજની! ૫

{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૫

ગૂંથાયું એ શત ધારથી રે
ગૂંથાયું એ શત ધારથી રે
એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
{{space}}એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.
{{space}}સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.
આ શી ઊંડી રજની! ૬
{{space}}{{space}}આ શી ઊંડી રજની! ૬
</poem>
</poem>

Latest revision as of 10:43, 18 June 2021

આ શી ઊંડી રજની આજની
ભણે ઊંડા ભણકાર!
ઘેરી ગુહા આકાશની રે
માંહિં સૂતો ઊંડો અંધકાર,
ઊંડા ડૂબ્યા નભતારલા કંઈ
ગૂઢ સંદેશ વ્હેનાર રે;
આ શી ઊંડી રજની! ૧

શાન્તિપૂર રેલી રહ્યું રે
ઊંડું, અદ્ભુત, સહુઠાર,
એ પૂરને ઝીણું ઝીણું હલાવી
છાનો અનિલ રમે સુકુમાર રે;
આ શી ઊંડી રજની! ૨

ડૂબી ઊંડી એ પૂરમાં રે
તરુવરકેરી હાર,
મોહમંત્રથી મૂઢ બની એ
કાંઈ કરે ન ઉચ્ચાર રે;
આ શી ઊંડી રજની! ૩

મૂઢ બન્યો એહ મંત્રથી રે
સ્તબ્ધ ઊભો હું આ વાર;
ગૂઢ અસંખ્ય ભેદો કંઈ
કરે ચોગમ ઘોર ઝંકાર રે;
આ શી ઊંડી રજની! ૪

જાગી ઊઠી એ ઝંકારથી રે
અનુભવ્યું દિવ્ય ઓથાર;
ભરાયું ભેદ અસંખ્યથી રે
મ્હારું હૃદય ફાટે શતધાર રે
આ શી ઊંડી રજની! ૫

ગૂંથાયું એ શત ધારથી રે
એહ સ્તબ્ધ હૃદય આ ઠાર,
શાન્ત, અદ્ભુત, ઊંડા કંઈ
સુણે ઉચ્ચ ગાનના પુકાર રે.
આ શી ઊંડી રજની! ૬