ઋણાનુબંધ/હું કંઈ નથી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હું કંઈ નથી|}} <poem> હું કંઈ નથી હું કોઈ નથી હું કંઈ જ નહોતી. પ્...")
 
No edit summary
 
Line 22: Line 22:
ઘૂઘવાટા કરતું કાવ્ય.
ઘૂઘવાટા કરતું કાવ્ય.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બિલ્લી
|next = બાત ફૈલ ગઈ
}}

Latest revision as of 07:14, 19 April 2022

હું કંઈ નથી


હું કંઈ નથી
હું કોઈ નથી
હું કંઈ જ નહોતી.

પ્રગાઢ અસર વિનાની
બાહ્ય અને આંતરિક શૂન્યતામાં
ક્યાં લગી રાચવું?
તળિયા વિનાના ડબ્બામાં
શું સંઘરી શકાય?

છતાંય
મેં તો નીચે કોઈ ઝીલનારું છે એમ સમજી
મારી સઘળી ક્ષણોને ભેગી કરી.

એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય.