ઋણાનુબંધ/રૂપાંતર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રૂપાંતર|}} <poem> શિયાળાની એક ખરબચડી સવારે ઠરી જતી આંગળીઓથી પો...")
 
No edit summary
 
Line 21: Line 21:
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ઋણાનુબંધ
|next = પ્રદક્ષિણા
}}

Latest revision as of 09:34, 20 April 2022

રૂપાંતર


શિયાળાની એક ખરબચડી સવારે
ઠરી જતી આંગળીઓથી
પોચા પોચા રૂ જેવા
તાજા જ પડેલા સ્નોમાં
મેં તારું નામ લખ્યું તો ખરું
પણ પછી લુચ્ચો, અદેખો વરસાદ
એને વહી ગયો.

ઘરમાં ઊભી ઘડીભર હું ઉદાસ…

પણ તું માનીશ?
આજે
સુંવાળી વાસંતી સવારે
એ જ જગ્યાએ
લચી પડતાં ડેફોડિલ ઊગી નીકળ્યાં છે.
હવે મારે તારું નામ લખવાની શી જરૂર?