ઋણાનુબંધ/મૃત્યુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુ|}} <poem> બરફ ઓગળી ગયો હશે. સવારનો સૂરજ બારણે ટકોરા દેશ...")
 
No edit summary
 
Line 24: Line 24:
ઘરમાં પ્રવેશી નહીં શકું…
ઘરમાં પ્રવેશી નહીં શકું…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = એમ જ
|next = મીંચાયેલી આંખે
}}

Latest revision as of 10:21, 20 April 2022

મૃત્યુ


બરફ ઓગળી ગયો હશે.

સવારનો સૂરજ
બારણે ટકોરા દેશે.
હું
ઊઠીને બારણું ખોલીશ.
આંગણામાં ચોમેર છવાઈ ગયેલાં
તારાં પગલાં જેવાં
ડૅફોડિલ્સને
આનંદવિભોર બની
ઘરમાં લાવવા જઈશ
ત્યાં
એકાએક
સૂર્યકિરણોના ધક્કાથી
બારણું વસાઈ જશે
અને
હું
ઘરમાં પ્રવેશી નહીં શકું…