ઋણાનુબંધ/હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ|}} <poem> હું તો તારી તે પ્રી...")
 
No edit summary
 
Line 21: Line 21:
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અમને જળની ઝળહળ માયા
|next = વિસ્મય
}}

Latest revision as of 10:34, 20 April 2022

હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ


હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ,
એવી પાગલ થઈ ગઈ,
હું તો ધરતીની ધૂળ જાણે વાદળ થઈ ગઈ,
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો કંઈ પણ નથી ને મને ફૂલ ફૂટ્યાં,
હું તો બ્હાવરી: મેં તારા કંઈ ગીત ઘૂંટ્યાં;
તારી સાથેની મારી પળપળની વાત,
મારી કોરી આંખોનું કાજળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.

હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;
કેવાં આ લાભશુભ: ઓચિંતાં એક દિવસ,
હું તો કંકોતરીનો કાગળ થઈ ગઈ;
હું તો તારી તે પ્રીતમાં પાગલ થઈ ગઈ.