ઋણાનુબંધ/હિંદુ સમાજ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હિંદુ સમાજ|}} <poem> આપણો હિંદુ સમાજ કેટલો ઉત્કૃષ્ટ હતો! કેટલો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
કેટલો સર્વશ્રેષ્ઠ હતો! | કેટલો સર્વશ્રેષ્ઠ હતો! | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કવિતા કરું છું | |||
|next = વણપૂછાયેલા પ્રશ્નનો જવાબ… | |||
}} |
Latest revision as of 10:42, 20 April 2022
હિંદુ સમાજ
આપણો હિંદુ સમાજ
કેટલો
ઉત્કૃષ્ટ હતો!
કેટલો
સર્વશ્રેષ્ઠ હતો!
ખાસ કરીને છોકરીઓની બાબતમાં.
એ એમને કહેતો:
શાળાની કેળવણીની અપેક્ષા નહીં રાખવાની
સારાં મા-દીકરી બનવાનું
ડાહ્યાડમરા બનવાનું
સરળ થવાનું
નીચી નજરે જોવાનું
સહનશીલ વૃત્તિવાળા થવાનું
હોઠ સીવેલા રાખવાના
બળવો નહીં પોકારવાનો
કોઈ ખરાબ કરે એ સારા માટે એમ માનવાનું
કોઈ તમાચો મારે તો બન્ને ગાલ ધરવાના
કુટુંબ નભાવવાનું અને કુટુંબમાં નભી જવાનું
પતિને પરમેશ્વર માનવાનો
પતિ અવસાન પામે તો જિંદગીભર મૂરઝાયેલા રહેવાનું
છોકરા લાડકોડથી ઉછેરવાના
એમને સારા સંસ્કાર આપવાના
એમને પૂરતું શિક્ષણ આપવાનું…
સાચે જ.
છોકરીઓની બાબતમાં
આપણો હિંદુ સમાજ
કેટલો ઉત્કૃષ્ટ હતો!
કેટલો સર્વશ્રેષ્ઠ હતો!