ઋણાનુબંધ/મૃત્યુને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મૃત્યુને|}} <poem> તું મારી નૌકાના સઢમાં છિદ્ર પાડી પવન ચોરી જઈ...")
 
No edit summary
 
Line 19: Line 19:
પાનખરમાં…
પાનખરમાં…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = બાને પ્રશ્ન
|next = અપેક્ષા
}}

Latest revision as of 10:46, 20 April 2022

મૃત્યુને

તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
નૌકામાં
દરિયો છલકાવી
એને ડુબાડી દઈશ
સાગરના પેટાળમાં.

પણ
મારી કવિતાની પંક્તિઓમાં
મહોરેલી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…