ઋણાનુબંધ/અમેરિકન ડ્રીમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અમેરિકન ડ્રીમ|}} <poem> એક પરદેશી માણસ શહેરની વચ્ચોવચ્ચ ફૂટપા...")
 
No edit summary
 
Line 28: Line 28:
ન વેચાયેલાં છાપાંની પથારી પર…
ન વેચાયેલાં છાપાંની પથારી પર…
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = અપેક્ષા
|next = નદીએ દરિયાને કહ્યું
}}

Latest revision as of 10:47, 20 April 2022

અમેરિકન ડ્રીમ


એક પરદેશી માણસ
શહેરની વચ્ચોવચ્ચ
ફૂટપાથ પર
છાપાં વેચે છે.

એ માણસ
અઢાર કલાક છાપાં વેચે છે,
એ માણસ
જાણીઅજાણી ભાષાનાં છાપાં વેચે છે,
એ માણસ
ટ્રેનના અવાજને અવગણીને છાપાં વેચે છે,
એ માણસ
જતાઆવતા ચહેરાઓને જોયા વિના છાપાં વેચે છે,
એ માણસ
ડોલર્સ ભેગા કરવા છાપાં વેચે છે,
એ માણસ
દેશમાં છોડેલાં સંતાનોને ભણાવવા છાપાં વેચે છે,
એ માણસ
અમેરિકન ડ્રીમ સાકાર કરવા છાપાં વેચે છે,
એ માણસ
બેચાર કલાક જ સૂએ છે—
ફૂટપાથ પર
ન વેચાયેલાં છાપાંની પથારી પર…