ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/સ્ત્રી નામે વિશાખા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} તુષારનો પત્ર જોઈને વિશાખાને નવાઈ લાગી હતી. માત્ર એક જ લીટીની...")
 
(પ્રૂફ)
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|સ્ત્રી નામે વિશાખા | વીનેશ અંતાણી}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/2/2e/DIPTI_STREENAAM_E_VISHAKHA.mp3
}}
<br>
સ્ત્રી નામે વિશાખા • વીનેશ અંતાણી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની
<br>
<center>&#9724;
</center>
<hr>
{{Poem2Open}}
{{Poem2Open}}
તુષારનો પત્ર જોઈને વિશાખાને નવાઈ લાગી હતી. માત્ર એક જ લીટીની વિગત હતી. તુષારે લખ્યું હતું: ચોવીસમીએ ગુજરાત એક્સપ્રેસમાં ત્યાં આવું છું… ચોવીસમી એટલે આજે જ… આજે તુષાર આવતો હતો. વિશાખાએ કશુંક અનુભવવાનો પ્રયત્ન કર્યો. ઘણાં વર્ષો પછી અચાનક તુષારને મમ્મી પાસે આવવાનો વિચાર આવ્યો. શું કારણ હશે? કદાચ અમસ્તો જ મળવા આવતો હોય… ના… વિચારમાં ને વિચારમાં વિશાખાએ માથું ધુણાવ્યું. એ વખતે જ એની સેક્રેટરી મિસ ડિસૉઝા વિશાખાના કમરામાં દાખલ થઈ. વિશાખા મૅડમ એકલાં હતાં, છતાં કોઈની સાથે વાત કરતાં હોય તે રીતે માથું ધુણાવતાં હતાં તે જોઈને મિસ ડિસૉઝા સ્થિર થઈ ગઈ. એ અંદર આવી છે તે તરફ પણ મૅડમનું ધ્યાન નથી આજના આખા દિવસનું કામ જાણી લેવા માટે થોડી વાર પહેલાં એમણે ઇન્ટરકૉમ પર ડિસૉઝાને બોલાવી હતી. અત્યારે એમના હાથમાં એક પત્ર છે અને ઊંડા વિચારમાં ગરકાવ છે.

Line 100: Line 117:
રશ્મિ પણ હીંચકા પર બેઠી.
રશ્મિ પણ હીંચકા પર બેઠી.

‘મારા વિશે કંઈ પૂછ્યું? તે કંઈ વાત કરી?’
‘મારા વિશે કંઈ પૂછ્યું? તેં કંઈ વાત કરી?’

તુષારે જવાબ ન આપ્યો. પગની ઠેસથી હીંચકો ઝુલાવતો રહ્યો. થોડી વારે રશ્મિએ પૂછ્યુંઃ
તુષારે જવાબ ન આપ્યો. પગની ઠેસથી હીંચકો ઝુલાવતો રહ્યો. થોડી વારે રશ્મિએ પૂછ્યુંઃ
Line 166: Line 183:
બંડુએ બીજા કમરામાં બે પથારી કરી હતી. તે પર વિશાખા નિરાંતે બેઠી. એક ઓશીકું ખોળામાં મૂક્યું અને તુષાર સામે જોયું. એ જરા દૂર પથારીના છેડે બેઠો હતો.
બંડુએ બીજા કમરામાં બે પથારી કરી હતી. તે પર વિશાખા નિરાંતે બેઠી. એક ઓશીકું ખોળામાં મૂક્યું અને તુષાર સામે જોયું. એ જરા દૂર પથારીના છેડે બેઠો હતો.

‘આરામથી બેસ, તુષાર!’ વિશાખાએ કહ્યું અને એક ઓશીકું તુષાર સામે ફેંક્યું. રશિમ વિશાખાની સાવ નજીક, લગભગ એને સ્પર્શીને બેઠી.
‘આરામથી બેસ, તુષાર!’ વિશાખાએ કહ્યું અને એક ઓશીકું તુષાર સામે ફેંક્યું. રશ્મિ વિશાખાની સાવ નજીક, લગભગ એને સ્પર્શીને બેઠી.

‘બોલ…’ વિશાખાએ તુષારને કહ્યું. પણ તુષાર કશું જ ન બોલી ન શક્યો. એની આંખો સજળ થઈ ગઈ હતી.
‘બોલ…’ વિશાખાએ તુષારને કહ્યું. પણ તુષાર કશું જ ન બોલી ન શક્યો. એની આંખો સજળ થઈ ગઈ હતી.
Line 246: Line 263:
એક ક્ષણ માટે વિશાખાની આંખો ફરી બંધ થઈ અને પછી તરત જ ઊઘડી ગઈ. પણ તે વચ્ચે જાણે બધું જ બદલાઈ ગયું. રશ્મિને લાગ્યું કે વિશાખા સામે ઊભી હતી છતાં પીઠ ફેરવીને ક્યાંક જઈ રહી હતી. હવે એ પોતાના ઘરમાં હીંચકા પર બેસી જશે અને વર્ષો સુધી બધાની રાહ જોશે છતાં દેખાશે એવું કે એ કોઈની રાહ જોતી નથી.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/સત્તાવીસ વર્ષની છોકરી|સત્તાવીસ વર્ષની છોકરી]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/નિર્જનતા|નિર્જનતા]]
}}

Latest revision as of 01:27, 2 September 2023

સ્ત્રી નામે વિશાખા

વીનેશ અંતાણી

સ્ત્રી નામે વિશાખા • વીનેશ અંતાણી • ઑડિયો પઠન: દિપ્તી વચ્છરાજાની

તુષારનો પત્ર જોઈને વિશાખાને નવાઈ લાગી હતી. માત્ર એક જ લીટીની વિગત હતી. તુષારે લખ્યું હતું: ચોવીસમીએ ગુજરાત એક્સપ્રેસમાં ત્યાં આવું છું… ચોવીસમી એટલે આજે જ… આજે તુષાર આવતો હતો. વિશાખાએ કશુંક અનુભવવાનો પ્રયત્ન કર્યો. ઘણાં વર્ષો પછી અચાનક તુષારને મમ્મી પાસે આવવાનો વિચાર આવ્યો. શું કારણ હશે? કદાચ અમસ્તો જ મળવા આવતો હોય… ના… વિચારમાં ને વિચારમાં વિશાખાએ માથું ધુણાવ્યું. એ વખતે જ એની સેક્રેટરી મિસ ડિસૉઝા વિશાખાના કમરામાં દાખલ થઈ. વિશાખા મૅડમ એકલાં હતાં, છતાં કોઈની સાથે વાત કરતાં હોય તે રીતે માથું ધુણાવતાં હતાં તે જોઈને મિસ ડિસૉઝા સ્થિર થઈ ગઈ. એ અંદર આવી છે તે તરફ પણ મૅડમનું ધ્યાન નથી આજના આખા દિવસનું કામ જાણી લેવા માટે થોડી વાર પહેલાં એમણે ઇન્ટરકૉમ પર ડિસૉઝાને બોલાવી હતી. અત્યારે એમના હાથમાં એક પત્ર છે અને ઊંડા વિચારમાં ગરકાવ છે.

ડિસૉઝા ધીરે ધીરે વિશાખાની વિશાળ ડેસ્ક સામે આવીને ઊભી રહી. ડિસૉઝાને વિશાખા મૅડમ પર ખૂબ માન છે. લગભગ એકલા હાથે એમણે ‘વિશાખા એડવર્ટાઇઝિંગ એજન્સી’નો વિકાસ કર્યો છે. લાગલાગટ પંદર વર્ષોથી એ મહેનત કરતાં આવ્યાં છે. એમની કાર્યદક્ષતાથી ‘વિશાખા એડ્વર્ટાઇઝિંગ એજન્સી મુંબઈની શ્રેષ્ઠ એજન્સીઓમાં એક લેખાય છે. ટીવીના વિકાસની સાથે અને જાહેરાતોની દુનિયામાં આવેલાં મહત્ત્વનાં પરિવર્તનોની સાથે વિશાખાએ પણ તાલ મેળવ્યો છે. પહોંચી ન વળાય તેટલો બિઝનેસ મળે છે. વિશાખાને જિંદગીમાં બીજી કોઈ જ વાતમાં રસ ન હોય તે રીતે સતત પોતાના બિઝનેસમાં જ વ્યસ્ત રહે છે… એજન્સીના બધા જ સ્ટાફ સાથે એમનો વર્તાવ માયાળુ રહેતો, પણ એ કામ માગતાં અને તેમાં કશી પણ ચૂક ચલાવી લેતાં નહીં.

ડિસૉઝાએ અંગ્રેજીમાં વિશાખાને પૂછ્યુંઃ

‘કંઈ ચિંતામાં છો, મૅડમ?’ ‘ના…’

‘સમથિંગ ઇઝ રૉન્ગ, મૅડમ! કોનો કાગળ છે?

વિશાખા હસી પડી. ડિસૉઝાની નજરમાંથી કશુંયે છટકતું નથી.

‘તુષારનો…’

‘તુષાર?’

વિશાખાની નજર જરા ઝાંખી થઈ, ક્ષણાર્ધ માટે કશુંક ડહોળાયું અને પછી તરત જ બધું વિખેરાઈ ગયું. એની આંખો સ્વસ્થ થઈ.

મારો દીકરો…’

ડિસૉઝા ખુરસી પર બેસી ગઈ. વિશાખા મૅડમનો પરિવાર પણ હોઈ શકે એ વાત જ જાણે પહેલી વાર યાદ આવી. એમની અંગત જિંદગી વિશે કોઈ કશું જ જાણતું નહોતું. જૂહુના દરિયાકિનારે વિશાળ ફ્લૅટમાં તે એકલાં રહેતાં હતાં અને તે સિવાય બીજું કશું જ કોઈ જાણતું નહોતું.

હાથમાં પકડેલો પત્ર નીચે મૂકીને વિશાખા ડિસૉઝા સાથે આજનાં કામોની ચર્ચામાં ડૂબી ગઈ. તે સાથે એનો ચહેરો પણ બદલાતો ગયો. થોડી ક્ષણો પહેલાં એના દીકરા તુષારનો ઉલ્લેખ થયો ત્યારે જે ભાવ એમની આંખમાં ડોકાયો હતો તે ક્યાંય ઊડી ગયો. લંચ પછી બે મિટિંગ હતી અને બંને મિટિંગ અગત્યની હતી. એ કામ પૂરું થતાં તો ચાર વાગી જશે. કદાચ વધારે મોડું પણ થાય. બીજી મિટિંગ કૅન્સલ કરાવી શકાય. તુષારને લેવા રેલવેસ્ટેશન પર જવાનો નિર્ણય લઈ લીધો હતો.

‘કૅન્સલ ધ સેકન્ડ મિટિંગ, મિસ ડિસૉઝા…’ વિશાખાએ કહ્યું. ડિસૉઝાને નવાઈ લાગી.

‘મૅડમ –’

‘એ મિટિંગ અગત્યની છે તે હું જાણું છું. પાર્ટી કદાચ નારાજ પણ થઈ જાય.. પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી…’ વિશાખાએ કહ્યું.

ડિસૉઝા ડાયરીમાં જોવા લાગી.

‘આજે ડિનરમાં પણ જવાનું છે…’

વિશાખાએ વિગતો માગી. ડિસૉઝાએ તે આપી. પછી પ્રશ્નભરી નજરે જોઈ રહી.

‘મે આય કેન્સલ–’

ડિસૉઝાના વાક્યની અધવચે જ વિશાખાએ કહ્યુંઃ

ના… એ કૅન્સલ કરવાની જરૂર નથી.’

ડિસૉઝા ઊભી થઈ અને વિશાખાની ચેમ્બરની બહાર ગઈ. વિશાખા અચાનક એકલી પડી ગઈ. ફરીથી એ પોતાની જાતની સન્મુખ થઈ ગઈ. અંદરથી કશુંક ઉપર ઊઠતું હતું– લિફ્ટની જેમ… તુષારે બીજી કોઈ વિગત લખી નથી. શા માટે આવતો હશે? આટલાં વર્ષોમાં અહીં આવવાનું તો ઠીક, એકાદ પત્ર લખવાનો વિચાર પણ એને આવ્યો નહોતો. એના જે કંઈ સમાચાર વિશાખાને મળતા તે તુષાર કે મહેન્દ્ર દ્વારા ન મળતા. બીજા કોઈ દ્વારા આછાપાતળા સમાચારો મળી જતા. મહેન્દ્રનો તો પ્રશ્ન જ નહોતો. તુષાર પણ એના પિતાની જેમ વિશાખાથી દૂર જઈ બેઠો એ વાતની વેદના શરૂઆતનાં વર્ષોમાં વિશાખાને રહી, પણ પછી તો એ વેદના પર પણ જાણે ધૂળ જામી ગઈ હતી.

વિશાખા અને મહેન્દ્ર અલગ થયાં તે ઘટનાને લગભગ વીસેક વર્ષો થઈ ગયાં છે. તે વખતે તુષાર છ વર્ષનો હતો. મહેન્દ્ર કાયદેસરના છૂટાછેડા ઇચ્છતો હતો, પણ વિશાખા એ માટે તૈયાર ન થઈ.

‘આપણે આપણી ઇચ્છાથી લગ્ન કર્યાં હતાં. હવે છૂટા થઈ જવું છે તો આપણી ઇચ્છાથી જ થઈએ છીએ…’ વિશાખાએ કહ્યું હતું… ‘હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું. લાચાર થઈ જાઉં એવી સ્ત્રી હું નથી… તારી પાસેથી મને કોઈ પણ વાતની અપેક્ષા કદી નહીં રહે.. હા.. તારે બીજાં લગ્ન કરવાં હોય તોપણ છૂટ છે તને…’

તે પછી વિશાખા મુંબઈ ચાલી આવી હતી. એના દાદાજી વર્ષો પહેલાં કચ્છથી મુંબઈ આવ્યા હતા અને ધીરે ધીરે ધંધો જમાવ્યો હતો. વિશાખાના પિતાએ પૈસા બનાવ્યા હતા. પિતાની અનિચ્છા છતાં વિશાખાએ પિતાના ધંધામાં રસ લેવાની શરૂઆત કરી હતી અને પછી જાહેરાતના ધંધામાં અલગ રીતે આગળ વધી હતી. શરૂઆતનાં વર્ષોમાં તુષાર મમ્મી પાસે આવતો. એ અંગે પણ વિશાખાએ કશો આગ્રહ રાખ્યો નહોતો. તુષારની ઇચ્છા હોય ત્યાં એ રહે. તુષાર મોટો થતો ગયો તેમ અહીં આવવાનું ઘટતું ગયું. છેવટે છેલ્લાં દસેક વર્ષોથી એ મમ્મીને મળવા પણ આવ્યો નથી. મિલમાલિક પિતાના ઘરમાં એને બધું મળી રહેતું હશે.

લંચ પછીની પહેલી મિટિંગ પૂરી થઈ. સવા ત્રણ વાગતા હતા. વિશાખા ઊભી થઈ. બહાર નીકળીને મિસ ડિસૉઝાને કહ્યુંઃ

‘હું રેલવેસ્ટેશન પર તુષારને લેવા જાઉં છું… પાંચ વાગ્યા પછી ઘેર હોઈશ.’

વિશાખા લિફ્ટમાં નીચે ઊતરી, પાર્કિંગમાંથી ફિયાટ બહાર કાઢીને એ બપોરના સમયે જરા આછા થયેલા ટ્રાફિકમાં ગાડી ચલાવતી રેલવે-સ્ટેશન પર પહોંચી ત્યારે ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો. થોડી વારે અમદાવાદથી આવતી ગુજરાત એક્સપ્રેસ પ્લૅટફૉર્મ પર આવી, વિશાખાની છાતીમાં અજાણ્યો થડકાટ જન્મ્યો. ફર્સ્ટ ક્લાસના કમ્પાર્ટમેન્ટમાંથી ઊતરતા પ્રવાસીઓને જોઈ રહી. તુષારને ઓળખી શકશે? પણ મુશ્કેલી ન પડી. નીચે ઊતરી રહેલા પ્રવાસીઓમાં તુષાર જુદો પડી આવતો હતો અને સાવ મહેન્દ્ર જેવો લાગતો હતો! એની પાછળ એના જેવડી જ એક છોકરી પણ નીચે ઊતરી. તુષારે એની સાથે કશીક વાત કરી અને આજુબાજુ જોવા લાગ્યો. વિશાખા ઊભી હતી ત્યાં જ ઊભી રહી. તુષારની નજર એના પર પડી. એ ઝડપથી આગળ આવ્યો, નીચે વળીને પગે લાગ્યો. વિશાખાની નજર પાછળ ઊભેલી છોકરી પર સ્થિર થઈ.

‘મમ્મી…! તુષારનો અવાજ જરા ભીનો લાગ્યો. એણે વિશાખાના બંને હાથ પકડી લીધા. પાછળ ઊભેલી છોકરી સામે જોઈને એ બોલ્યોઃ ‘આ રશ્મિ છે, મમ્મી!’

રશ્મિ આગળ આવીને પ્રણામ કરવા ગઈ, પણ તે પહેલાં વિશાખાએ નમસ્કાર કરવા હાથ જોડ્યા. રશ્મિએ પણ નમસ્કાર કર્યા.

‘મારી પત્ર મળી ગયો હતો?’ તુષારે પૂછ્યું.

વિશાખા હસી પડી.

‘તે વિના આ સમયે હું રેલવે સ્ટેશન પર શા માટે હોઉં? તને એમ કે અમદાવાદથી આવતી બધી જ ટ્રેનના સમયે હું રોજ અહીં ઊભી હોઉં છું?’

તુષાર જરા ઝંખવાણો પડી ગયો, પણ એ હસવા લાગ્યો. રશ્મિના હોઠ પર સ્મિત હતું અને સંકોચ હતો. એ સાડીનો છેડો ખેંચીને ઊભી હતી.

‘ચાલો…’ વિશાખાએ કહ્યું. ‘રશ્મિ પણ આપણી સાથે જ આવે છે ને?’

‘હા…’ તુષાર એક ક્ષણ માટે વિશાખાને ધારીને જોઈ રહ્યો. પછી ઉમેર્યું, ‘અમે તમને મળવા માટે આવ્યાં છીએ, મમ્મી!’

‘તેં પત્રમાં રશ્મિનો ઉલ્લેખ નહોતો કર્યો! મને કેમ ખબર પડે?’

વિશાખાની ગાડીમાં બધાં ગોઠવાયાં, કુશળતાપૂર્વક કાર ચલાવી રહેલી વિશાખા સામે રશ્મિ ચોરીછૂપીથી જોઈ લેતી હતી. ઉંમર ઢળવા લાગી હતી, છતાં રૂપ ઘટ્યું નથી. સોનેરી ચશ્માંમાંથી દેખાતી મોટી આંખોમાં ભય લાગે તેવી દૃઢતા છે. એ આંખોથી એક ડગલું પણ આગળ જઈ શકાતું નથી. કદાચ વિશાખાની આંખોની પાછળ ઊંચી દીવાલ આવેલી છે. તુષાર કશું જ બોલતો નહોતો. એની નજર રસ્તા પર હતી. કોઈ વાતનો સંકોચ એને ઘેરી વળ્યો હોય તેમ એ જરા દબાયેલો બેઠો હતો. વિશાખાનો ફ્લૅટ ગ્રાઉન્ડ ફ્લોર પર હતો. કમ્પાઉન્ડના ગેટમાં દાખલ થઈને વિશાખાએ ગાડી ઊભી રાખી. નીચે ઊતરીને તુષાર એનો સામાન લેવા લાગ્યો. પણ વિશાખાએ કહ્યુંઃ

છોડ એ બધું. બંડુ બધું કરી લેશે.’

ડૉરબેલ સાંભળીને વિશાખાના નોકર બંડુએ દરવાજો ઉઘાડ્યો. આ સમયે વિશાખાને અને પાછળ બે મહેમાનોને જોઈને બંને નવાઈ લાગી. સામાન અંદર લે લો, બંડુ..’ વિશાખાએ કહ્યું. રશ્મિ જરા દૂર આવેલા દરિયા સામે જોતી હતી.

‘શું વિચારે છે?’ વિશાખાએ રશ્મિને પૂછ્યું.

‘જોઉં છું!’ રશ્મિએ ધીમા અવાજમાં જવાબ આપ્યો.

‘તે તો હું પણ જોઉં છું કે તું જોઈ શકે છે.’

મમ્મીના અવાજમાં કટાક્ષ હતો કે કેમ તે તપાસવાનો તુષારે પ્રયત્ન કર્યો, પણ એવું કશું લાગ્યું નહીં. મમ્મીની જેમ રશ્મિ પણ સાહિત્ય ભણી છે. કદાચ એટલે જ મમ્મીનું કહેવું એ સમજી હોય તે રીતે હવે મુક્તપણે હસે છે! તુષારના મનનો બોજ થોડો હળવો થયો હોય તેવું લાગ્યું. મમ્મી કેવી રીતે વર્તશે તે વિશે એને ચિંતા હતી. આટલાં વર્ષો મમ્મીને મળવા પણ નથી આવ્યો… હવે આવ્યો છે ત્યારે રશ્મિ સાથે છે! પણ વિશાખાને એમાંની કશી જ વાત માટે નવાઈ ન હોય, એ બધું જ જાણતી હોય તેમ સ્વાભાવિકતાથી હસે-બોલે છે. તુષારને એણે પૂછ્યું પણ નહીં કે આટલાં વર્ષો કેમ ન આવ્યો? હવે અચાનક કેમ આવ્યો છે? કોઈ વાતના સમાચાર પણ પૂછતી નથી. કેટલી બધી વાતો કરવાની છે! તુષાર મમ્મીને બધું જ કહેવા માગે છે. પણ તુષાર અને રશ્મિ વર્ષોથી અહીં જ રહેતાં હોય તેવી રીતે વિશાખા પોતાના કામમાં પડી ગઈ છે.

બંડુને રસોઈ વિશે સૂચના વખતે વિશાખાએ કહ્યુંઃ

‘મારે આજે એક ડિનર પાર્ટીમાં જવું પડે તેમ છે. હું કૅન્સલ કરી શકું તેમ નહોતી… થોડી વાર પછી હું જઈશ…’

લગભગ સાડાસાત પછી વિશાખા ચાલી ગઈ. નિરાશ થઈ ગયો હોય તેમ તુષાર હીંચકા પર બેઠો. રશ્મિ નહાઈને વાળ લૂછતી બહાર આવી.

‘મમ્મી ગયાં?’ એણે પૂછ્યું.

‘હા…’

રશ્મિ પણ હીંચકા પર બેઠી.

‘મારા વિશે કંઈ પૂછ્યું? તેં કંઈ વાત કરી?’

તુષારે જવાબ ન આપ્યો. પગની ઠેસથી હીંચકો ઝુલાવતો રહ્યો. થોડી વારે રશ્મિએ પૂછ્યુંઃ

‘કેવી લાગી મારી મમ્મી?’

‘બંધ પેટી જેવાં…’ રશ્મિ પાસે જવાબ તૈયાર હતો.

‘એટલે?’

‘અંદર ખૂબ ખજાનો ભરીને બેઠાં છે તારાં મમ્મી! પણ પેટીનું ઢાંકણ ચુસ્ત રીતે બંધ છે… બે મોટાં મોટાં તાળાં પણ લટકે છે, તુષાર!’

‘તું મજાક કરે છે?’

‘ના… એક કડવું સત્ય કહું છું તને!’

વિશાખાને પાછી આવતાં વાર થઈ. તુષાર અને રમિએ જમી લીધું. સાડાદસ થઈ ગયા પછી વિશાખા આવી. એ ખૂબ થાકેલી લાગતી હતી.

‘તમે જમ્યાં?’ એણે પૂછ્યું.

‘હા…’

વિશાખા એના કમરામાં ચાલી ગઈ. થોડી વારે નહાઈને નાઇટ ગાઉન પહેરીને બહાર આવી ત્યારે એના ચહેરા પર હળવાશ હતી. કશું જ બોલ્યા વિના એ બહાર નીકળી. રોજની આદત પ્રમાણે કમ્પાઉન્ડમાં આંટા લગાવવા લાગી. રશ્મિ પગથિયાં પર બેસી રહી. તુષાર પરસાળ જેવી જગ્યામાં મૂકેલા હીંચકા પર બેસી રહ્યો. કામકાજ પતાવીને બંડુ બહાર આવ્યો. ‘પથારી કેવી રીતે કરવાની છે’ તે વિશે વિશાખાને પૂછ્યું.

‘તુષારને પૂછી જો!’ વિશાખાએ કહ્યું.

તુષાર ઊભો થઈ ગયો. પગથિયાં ઊતરીને ઝડપથી ચાલતો વિશાખા સામે ગયો. રશ્મિ ઊભી થઈ ગઈ.

‘મમ્મી…’ તુષારનો અવાજ કંપતો હતો.

‘શું થયું, તુષાર?’

‘તમે મને કશું જ પૂછતાં કેમ નથી?’

બંડુ અંદર ચાલ્યો ગયો.

‘શું પૂછું?’

‘કશું જ પૂછવા જેવું નથી?’

વિશાખાએ તુષારના ખભા પર હાથ મૂક્યો.

‘તારી પાસે કશું પણ કહેવા જેવું છે ખરું, તુષાર?’

‘ગુસ્સે થયાં છો મારા પર?’

‘ગુસ્સો? એ વળી કેવો શબ્દ?’

‘ઘણાં વર્ષે આવ્યો છું… મારી મમ્મી પાસે આવ્યો છું… એક છોકરીને લઈને આવ્યો છું.’

‘તો? હું તો જાણે એમાંનું કશું જ જોઈ શકતી ન હોઉં એવી વાત કરે છે તું!

‘તમે જોઈ શકો છો, પણ કશું જાણતાં નથી.’

‘મારે શા માટે જાણવું જોઈએ?’

તુષાર જવાબ આપી ન શક્યો. રશ્મિ નજીક આવી, વિશાખાનો હાથ પકડીને એ બોલીઃ

‘મમ્મી. અંદર ચાલોને! આપણે નિરાંતે બેસીએ…’

એક ક્ષણ માટે વિશાખાએ રશ્મિની સામે ધારીને જોયું. પછી બોલીઃ

‘ચાલો… નિરાંતે બેસીએ!’

બંડુએ બીજા કમરામાં બે પથારી કરી હતી. તે પર વિશાખા નિરાંતે બેઠી. એક ઓશીકું ખોળામાં મૂક્યું અને તુષાર સામે જોયું. એ જરા દૂર પથારીના છેડે બેઠો હતો.

‘આરામથી બેસ, તુષાર!’ વિશાખાએ કહ્યું અને એક ઓશીકું તુષાર સામે ફેંક્યું. રશ્મિ વિશાખાની સાવ નજીક, લગભગ એને સ્પર્શીને બેઠી.

‘બોલ…’ વિશાખાએ તુષારને કહ્યું. પણ તુષાર કશું જ ન બોલી ન શક્યો. એની આંખો સજળ થઈ ગઈ હતી.

‘ખુલાસા કર્યા વિના વાત કરજે.’ વિશાખાએ કહ્યું અને રશ્મિ હસી પડી. તે જોઈને વિશાખાને પણ હસવું આવ્યું.

‘જો તો, કેવો લાચાર લાગે છે તુષાર!’ વિશાખાએ રશ્મિને કહ્યું.

‘ટ્રેનમાં તો મોટી મોટી વાતો કરતો હતો. મમ્મીને આ વાત કહીશ અને તે વાત કહીશ…! અત્યારે ગુનેગાર જેવો બેઠો છે!’ રશ્મિ બોલી.

‘ગુનેગાર જેવો નહીં, રશ્મિ! નાના બાળક જેવો!’ વિશાખાએ જવાબ આપ્યો.

તુષાર જરા નજીક આવ્યો.

વિશાખાએ રશ્મિનો જમણો હાથ ઊંચો કર્યો અને તુષારને પૂછ્યુંઃ

‘આ તારી પત્ની છે?’

‘અમારાં લગ્ન થવાનાં છે… આવતા મહિને…!’

‘મને બતાવવા લાવ્યો છે?’

તુષાર છેક નજીક ખસી આવ્યો. મમ્મીના ખોળામાં બે હાથ મૂકીને એ બોલ્યોઃ

‘ના… તમને લઈ જવા આવ્યો છું.’

‘ક્યાં?’

‘ત્યાં… તમારા ઘરમાં પાછાં લઈ જવા માટે આવ્યો છું.’

‘મારું ઘર તો આ રહ્યું! આપણે બેઠાં છીએ તે!’

‘ના, મમ્મી! આ તમારું ઘર નથી. તમારું ઘર ત્યાં છે… તમારે ત્યાં પાછાં આવવાનું છે!’

વિશાખાના હોઠ પર સ્મિત ફેલાયું.

‘બીજી વાત કર, તુષાર! ભણી લીધું તેં?’

‘હા… ટેક્સ્ટાઇલ એન્જિનિયર થયો છું.’

‘સરસ… મહેન્દ્રની મિલ બરાબર ચલાવજે! રશ્મિ, તું શું કરે છે?’

‘ગુજરાતી સાહિત્ય સાથે એમ.એ. કર્યું. હવે પીએચ.ડી. કરું છું.’

‘પ્રેમમાં પડી હતી તુષારના?’

રશ્મિ નીચું જોઈ ગઈ. તુષારે જવાબ આપ્યોઃ

‘ના… પપ્પા અને રશ્મિનાં મા-બાપે ગોઠવ્યું છે… ગયા અઠવાડિયે જ ચાંદલા કર્યા…’

‘તમને ફોન કરવાના હતા, મમ્મી!’ રશ્મિએ ઉમેર્યું.

‘શો ફરક પડે છે?’ વિશાખાએ જવાબ આપ્યો. એના અવાજમાં ચહેરા પર કોઈ જગ્યાએ કડવાશ નહોતી.

બધી જ વાતો પૂરી થઈ ગઈ હોય તેવી શાંતિ છવાઈ ગઈ. થોડી વારે તુષાર બોલ્યોઃ

‘આ બધું સમેટી લો, મમ્મી! અમે તમને પાછાં લઈને જ જવાનાં છીએ… તમારા વિના આપણા ઘરમાં ન આવવાની રશ્મિએ હઠ લીધી છે અને પપ્પા…’

વિશાખાએ તુષાર સામે જડાયેલી નજર પાછી ખેંચી લીધી. હવે એ દીવાલ સામે જોઈ રહી છે. તુષારે અધૂરું વાક્ય પૂરું કર્યું.

‘બે મહિના પહેલાં પપ્પાને પૅરાલિસિસ… એ પથારીવશ છે, મમ્મી… એમણે પણ કહ્યું છે કે વિશાખાને પાછી લાવજો…’

વિશાખાની આંખો અજાણ્યા વજનથી બંધ થઈ ગઈ. એની બંધ આંખોમાં ઊંચા, સશક્ત મહેન્દ્રની આકૃતિ ઊભી થઈ. પછી એ આકૃતિ ધૂંધળી પડી અને પૅરાલિસિસથી લાચાર બની ગયેલા એક પુરુષનો લબડી પડેલો આકાર જન્મ્યો. તે સાથે જ એની બંધ આંખોમાં શરણાઈના સૂર ગુંજવા લાગ્યા. દૂર એક વિશાળ ઘર હતું અને તેના દરવાજામાં તુષારની પાછળ પાછળ રશિમ પ્રવેશ કરી રહી હતી. પણ વિશાખાએ પોતાને ત્યાં ન જોઈ.

એણે ધીરે ધીરે આંખો ઉઘાડી. તુષાર અને રશ્મિ સામે જોયું. એ બંનેની આંખોમાં અપેક્ષા છે. વિશાખા ઊભી થઈ. પોતાના કમરામાં ગઈ. કબાટ ઉઘાડ્યો. કબાટની નાનકડી તિજોરીમાં મૂકેલો દાગીનાનો ડબ્બો બહાર કાઢ્યો. તેમાંથી એક લાંબો વજનદાર સોનાનો અછોડો લઈને એ તુષાર અને રશ્મિ પાસે આવી:

‘ઊભી થા, રશ્મિ…’ વિશાખાએ કહ્યું.

રશ્મિ ઊભી થઈ. વિશાખાએ સોનાનો અછોડો રશ્મિની ડોકમાં પહેરાવ્યો અને પછી એના કપાળ પર લાંબું ચુંબન કર્યું.

‘આ ક્ષણે જ તું મારા દીકરાની વહુ થઈ, રશ્મિ! મારા ઘરમાં રહી શકે તેવાં આ લગ્ન!

તુષાર ઊભો થઈ ગયો.

‘તમે નહીં આવો, મમ્મી?’

ના… હું ત્યાં કદી પણ નહીં આવું. મહેન્દ્રને મારી જરૂર હોય તો એને કહેજે કે તારાં લગ્ન પછી એ નિઃસંકોચ અહીં આવતો રહે! મારું ઘર એના માટે અને તમારા માટે ખુલ્લું છે. ક્યારેક ક્યારેક ઇચ્છા થાય તો તમે આવતાં રહેજો… પણ હું ત્યાં… હું ત્યાં નહીં આવું… હું અહીં જ છું અને તે સિવાય બીજે ક્યાંય નથી…!’