ઋતુગીતો/સતણ વીસળ સંભરે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સતણ વીસળ સંભરે|}} {{Poem2Open}} રાધા-કૃષ્ણની વિરહ-બારમાસીના ત્રણ ન...")
 
No edit summary
 
Line 6: Line 6:
રાધા-કૃષ્ણની વિરહ-બારમાસીના ત્રણ નમૂના તપાસીને હવે આપણે બારમાસી ઋતુગીતોના બીજા પ્રકાર પર આવીએ છીએ. એને ‘મરસિયા’ કહેવામાં આવે છે. પોતાના વિદેહ થયેલા મિત્ર અથવા દાતાને સંભારી સંભારી પ્રત્યેક માસ અથવા ઋતુની શોભા ગાવાની આ રીતિ ઘણા ઘણા ચારણ, ભાટ કે મીર કવિઓએ અંગીકાર કરી છે. એમાં આલેખનની વિવિધતા અને ભાવોર્મિની તાકાત વધુ પ્રમાણમાં વિલસે છે.

આ પહેલા ‘મરસિયા’ કીડિયા ગામના મીર કાના મનજી ઉદિયાએ જાંબુ ગામના ચારણ માલા જામના મૃત પુત્ર વીસળના વિરહમાં આશરે એક સો વર્ષ પૂર્વે ગાયા મનાય છે. એમાં ઋતુઓની વિશિષ્ટતાઓ સોરઠી જીવનને સુસંગત થઈ પડે તેવી રીતે અંકાયેલી છે.

{{Poem2Close}}

આષાઢ
<poem>
<center>આષાઢ</center>
ગહકે મોરાં ગરવરે,  
ગહકે મોરાં ગરવરે,  
સજે વાદળ સામાઢ;  
સજે વાદળ સામાઢ;  
Line 20: Line 22:
જીય! સતન વીસળ સંભરે.  
જીય! સતન વીસળ સંભરે.  
મુને સતન વીસળ સંભરે.
મુને સતન વીસળ સંભરે.
</poem>

{{Poem2Open}}
[ગિરિવરો ઉપર મોરલા ટહુકે છે; આકાશમાં મેઘાડમ્બરના સાજ સજાય છે; હે જાંબુ ગામના રાજા! આ ધરતી ઉપર આષાઢની ઋતુ આવી.

એવો આષાઢ આવ્યો. મનમાં ભાવ્યો. રંક–રાજા તમામ રાજી થયા. કામિનીઓએ એ વરસાદના દિવસોમાં લીલા કચવા પહેરીને શણગાર સજ્યા છે. ધરતીનો રંગ મગ સરીખો લીલો થઈ ગયો છે. તૃણ બધે છવાઈ જાય છે. કણના છોડ ઊગેલા છે. આવી ઋતુમાં મને એ જશ લેનાર, માલા જામનો સુત વીસળ સાંભરે છે.]

શ્રાવણ
<poem>
<center>શ્રાવણ</center>
શવ પૂજા ઘસીએ ચંદણ,  
શવ પૂજા ઘસીએ ચંદણ,  
જપે જાય વ્રપ જોય;  
જપે જાય વ્રપ જોય;  
Line 34: Line 39:
પ્રસનાર નાવત, કરત પૂજા, ધ્યાન શંકરસેં ધરે,  

જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે,  
જીય! સતન વીસળ સંભરે.
::: જીય! સતન વીસળ સંભરે.
 
</poem>
{{Poem2Open}}
[શિવની પૂજા થાય છે. ચંદન ઘસાઈ રહ્યાં છે. લલાટમાં કેસરની આડ્ય કરીને વિપ્રો જાપ જપી રહ્યા છે. એવા શ્રાવણ માસના દિવસો સોહી રહ્યા છે.

શ્રાવણ છલકી રહ્યો છે. વૃક્ષોની છાંયડી જામે છે. લીલી વેલડીઓ વળે છે. બપૈયા પિયુ પિયુ બોલે છે. મોરલા કળા કરીને નાચે છે અને ઢેલડીઓ એની પાસે ઊભી રહીને ધ્યાન રાખે છે. નારીઓ નાહ્ય છે, પૂજા કરે છે, શંકરનું ધ્યાન ધરે છે. એવી ઋતુમાં મને વીસળ યાદ આવે છે.]

ભાદરવો
<poem>
<center>ભાદરવો</center>
દધફૂલાં વાજે ડમર  
દધફૂલાં વાજે ડમર  
કંગાં બંગ કવળાસ,  
કંગાં બંગ કવળાસ,  
Line 49: Line 57:
છલકંત નદિયાં, ભર્યાં સરવર, ઝરે ગરવર જળ ઝરે,  

જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
</poem>

{{Poem2Open}}
[આજ તો દૂધમલિયાં (નવાં) ડૂંડાંનો ડમ્મર વાગી રહ્યો છે. ડૂંડાંનાં જૂથ જામ્યાં છે. કાગડાં ને બગલાં કૈલાસ ગયાં છે, ચારે દિશામાં વીજળી ચમકી રહી છે. એવો ભાદરવો માસ આવ્યો.

પાણીમાં ભરપૂર બનેલો એવો ભાદરવો આવ્યો છે, અનેક પચરંગી વાદળાં આકાશમાં ચાલ્યાં જાય છેએ. આકાશ ગાજી રહ્યું છે. ઉત્તર દિશામાં શિખરો શ્યામરંગી બની ગયાં છે. નદીઓ છલકી ઊઠી છે. સરોવરો ભરાઈ ગયાં છે. ગિરિવરોમાંથી પાણી ઝરે છે. એવે કાળે મને વીસળ યાદ આવે છે.]

આસો
<poem>
<center>આસો</center>
નવનધ પાકે દન નવા, વખા સોંત વ્રપન્ત,  
નવનધ પાકે દન નવા, વખા સોંત વ્રપન્ત,  
છીપે મોતી સંચરે, ચંચળે નવે ચડન્ત  
છીપે મોતી સંચરે, ચંચળે નવે ચડન્ત  
Line 60: Line 72:
નોરતાં દિવાળી તણે દન વખત રોઝી વાપરે,  
નોરતાં દિવાળી તણે દન વખત રોઝી વાપરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
જસ લિયણ તણ રત માલ જામં સતન વીસળ સંભરે.
</poem>
{{Poem2Open}}
[આસો મહિનામાં નવે જાતની નિધિઓ પાકીને તૈયાર થાય છે; ‘નવા દિવસો’ આવે છે; વર્ષો સ્વાતિ નક્ષત્રને વરસાવે છે; એ ધારાઓ વડે છીપોમાં મોતી બાઝે છે : અને સુભટો નવાં નવાં ઘોડાં પર સવારી કરે છે : તે આસો માસ આવ્યો.

આસો માસની આવી ઋતુ મંડાઈ ગઈ છે. વરસાદ નાસી ગયો છે. લોકો શક્તિઓનાં આરાધન કરે છે. યમદૂતો, દાડમો નામનો દૈત્ય અને દેવીઓ ભોગ ભરખવા નીકળી પડ્યાં છે. એ નવરાત્રિઓ અને દિવાળીના દિવસોમાં લોકો કંસાર જમે છે. એવો સમય નિહાળીને મને મારો મિત્ર સાંભરે છે.]

કાર્તિક
<poem>
<center>કાર્તિક</center>
રાગ ઝરક્કા નત રહે;  
રાગ ઝરક્કા નત રહે;  
સેણાં વેણાં સુવાસ,  
સેણાં વેણાં સુવાસ,  
Line 73: Line 90:
હીંગોળ4 ચરણં, ધ્યાન ધરણં, અધમ આતમ ઓધરે,  
હીંગોળ4 ચરણં, ધ્યાન ધરણં, અધમ આતમ ઓધરે,  
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.
જસ લિયણ તણ રત માલ જામં સતણ વીસળ સંભરે.
 
</poem>
{{Poem2Open}}
[આ તો એ કાર્તિક માસ આવ્યો, જે માસમાં નિત્ય નિત્ય ગાન, તાન અને વાજિંત્રના નાદ મચે છે, એ સ્વજનોનાં વેણ મધુર લાગે છે, ને આત્મા આત્મવૃત્તિ અનુભવે છે. એવો મહિમાવંત કાર્તિક માસ આવ્યો.

કાર્તિક કૈલાસ સરીખો ઠંડો હોય છે. જગતની જાતિ મદમસ્ત બની જાય છે. પુરુષો અને નારીઓ સ્નાનપૂજા કરે છે, અને ઠેઠ જમનાજી સુધી ધર્મ કરવા જાય છે. હીંગળાજ દેવીનાં ચરણનું ધ્યાન ધરીને આ મહિનામાં અધમ આત્માઓ પણ ઉદ્ધાર પામે છે. એ વખતે મને વીસળ સાંભરે છે.]

માગશર
માગશર
18,450

edits